Surat local news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/surat-local-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 12:23:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Surat local news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/surat-local-news/ 32 32 સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/ https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/#respond Wed, 03 Sep 2025 12:23:01 +0000 https://www.gujaratinside.com/?p=18240 સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે. પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે,...

The post સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે.

પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ગાદી પર પાઘડી અને ફેંટાવાળા પરિધાનોમાં ગણેશજી બિરાજમાન છે, અને તેમના બાજુમાં મહિલાની પ્રતિમા સુરતના કાપડ ઉદ્યોગની સમૃદ્ધિ દર્શાવે છે.

બીજા મંડપમાં જૂના જરી ઉદ્યોગને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં પેન્ટ-શર્ટમાં ગણેશજીની ઊભી પ્રતિમા અને આસપાસ જરીના ફીરકા મૂકી દેવાયા છે.

ત્રીજા મંડપમાં વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ગણેશજી ટેબલ-ખુરશી પર બિરાજમાન છે અને આસપાસ હીરાના પડિકા અને હાર દેખાડવામાં આવ્યા છે.

છેલ્લે, રિયલ એસ્ટેટ ઉદ્યોગને દર્શાવતા મંડપમાં બિલ્ડર જેવી કોટી પહેરેલા ગણેશજીની પ્રતિમા અને આસપાસ બિલ્ડિંગના મોડેલ મૂકી દેવામાં આવ્યા છે.

મંડળના સભ્ય સમીર કાપડિયા જણાવે છે કે મંડળ દર વર્ષે કોઈ સામાજિક કે સાંસ્કૃતિક થીમ પર માટીની પ્રતિમાઓ તૈયાર કરે છે, જે દર્શનાર્થીઓને સંદેશ આપે. આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે પરંતુ વિસર્જન મુખ્ય પ્રતિમાના વિસર્જન પછી દસ દિવસમાં કરવામાં આવે છે. આ અનોખી પહેલ મહિધરપુરાની શેરીને ગણેશ ભક્તો માટે ખાસ આકર્ષણ બનાવે છે.

The post સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/feed/ 0
સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/ https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/#respond Thu, 14 Aug 2025 11:09:02 +0000 https://www.gujaratinside.com/?p=16216 સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...

The post સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી.

હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ હવે કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લાની તખ્તીનું અનાવરણ થયું, જેના કારણે રહેવાસીઓમાં ઉત્સાહ છવાયો.

ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને આ નામકરણને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. અગાઉ લોકો પાકિસ્તાની મહોલ્લા નામને કારણે નારાજગી વ્યક્ત કરતા હતા. અંતે લાંબા સમય બાદ નામ બદલાતા રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે હવે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ હિન્દુસ્તાની મહોલ્લો લખાશે.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે ભારતના ભાગલા પહેલા સિંધ પ્રદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થયા બાદ તેઓ સુરત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વસ્યા હતા. તેમાંથી જ આ મહોલ્લા બન્યો હતો, જેને ત્યારે પાકિસ્તાની મહોલ્લો તરીકે ઓળખવામાં આવતો હતો. વર્ષ 2015થી ચર્ચા પછી 2018માં ઠરાવ થઈને નામકરણ થયું, પરંતુ અમલ હવે થયો છે. આ સાથે રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં દસ્તાવેજોમાં નામ સુધારવા માટે સુવિધા આપવામાં આવશે.

 

The post સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/feed/ 0