Surat rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/surat-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 12:01:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Surat rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/surat-rain/ 32 32 ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/ https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/#respond Mon, 18 Aug 2025 12:01:41 +0000 https://www.gujaratinside.com/?p=16588 ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના...

The post ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ સુધી વરસાદ થયો છે.

જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા અને જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, તેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

The post ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/feed/ 0
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/#respond Sat, 16 Aug 2025 09:20:37 +0000 https://www.gujaratinside.com/?p=16429 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

આગામી આગાહી
હવામાન વિભાગ મુજબ, શનિવાર (16 ઓગસ્ટ)ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવાર (17 ઓગસ્ટ)એ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

બે જિલ્લામાં રેડ એલર્ટ
સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.

યેલો એલર્ટ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં
ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે, જે મુજબ સાંજ સુધી મધ્યમથી ભારે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

વરસાદના આંકડા
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદમાં 1.22 ઈંચ, ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43 ઈંચ, છોટા ઉદેપુરમાં 0.39 ઈંચ અને નર્મદા જિલ્લામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે.

 

 

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/feed/ 0