Tariff Hike Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tariff-hike/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 26 Aug 2025 15:21:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Tariff Hike Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tariff-hike/ 32 32 ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/ https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/#respond Tue, 26 Aug 2025 15:21:36 +0000 https://www.gujaratinside.com/?p=17399 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં...

The post ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી અને અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકમાં ટેરિફના પ્રભાવ અને તેના નિકાસ ક્ષેત્ર પર પડતાં અસરો વિશે ચર્ચા કરવામાં આવી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો અને નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક કરી, જેમાં નિકાસકારોએ ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ જેવી સરકાર સમર્થિત સહાયની માગ કરી. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે સેક્ટર આધારિત ઉકેલો વધુ અસરકારક રહેશે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠક બાદ સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે, જે ભારતીય નિકાસકારોને રાહત પૂરી પાડવા ઉપરાંત વૈકલ્પિક બજારો શોધવામાં મદદરૂપ થશે. આ બેઠક આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા મુલાકાત પહેલાં યોજાઈ રહી છે. શક્યતા છે કે સરકાર ભારતીય નિકાસકારો અને કામદારોની સલામતી માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરી શકે. આ સાથે ટ્રમ્પના ટેરિફ હમલાને પહોંચી વળવા વૈકલ્પિક બજારો શોધવા માટેના પ્રયત્નો પણ વધારી દેવામાં આવશે.

નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે, ટ્રમ્પ ટેરિફ ભારતના લગભગ 55% ઉત્પાદન ક્ષેત્રોની અમેરિકામાં નિકાસને અસર કરી શકે છે. આ ક્ષેત્રોમાં કપડાં, ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, રમકડાં, રસાયણો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો દેશની મોટી વસ્તી માટે રોજગારી પ્રદાન કરે છે. ટ્રમ્પની નીતિ સાથે, આ ભારતીય ઉત્પાદનો અમેરિકામાં બિનસ્પર્ધાત્મક બની શકે છે, કારણ કે ભારતના મોટા ભાગના સ્પર્ધાત્મક ઉત્પાદનો હવે 50% દરના બદલે 30-35% ઓછા દરે ઉપલબ્ધ થશે, જેના કારણે અમેરિકાના બજારમાં આ ઉત્પાદનો ટકી રહેવું મુશ્કેલ બની જશે.

The post ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/feed/ 0
‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/ https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/#respond Thu, 14 Aug 2025 14:36:48 +0000 https://www.gujaratinside.com/?p=16292 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે....

The post ‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે.

સ્કૉટ બેસન્ટે સ્પષ્ટ કર્યું કે, બેઠકના પરિણામો પર આધાર રાખીને ભારત પર પહેલેથી લાગેલા સેકન્ડરી ટેરિફમાં વધારો થઈ શકે છે. તેમણે યાદ અપાવ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર પહેલેથી જ સેકન્ડરી ટેરિફ લાગુ છે. તાજેતરમાં ટ્રમ્પે પણ ભારત પર હાલના 25% ટેરિફ ઉપરાંત 25% વધારાનો દંડ જાહેર કર્યો છે, જે 27 ઑગસ્ટથી અમલમાં આવશે.

ટ્રમ્પે ભારત પર આરોપ મૂક્યો છે કે, ભારત રશિયાથી સસ્તું તેલ ખરીદીને ગ્લોબલ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે અને નફો કમાય છે. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારત રશિયાની સાથેના વેપારથી યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરી રહ્યું છે. જોકે, ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, આ પગલું ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જાળવવા માટે હતું અને તે સમયે અમેરિકા પોતે આ માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માટે રશિયાથી તેલ ખરીદવું વિકલ્પ નહીં પરંતુ મજબૂરી છે, જેથી ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઊર્જા મળી રહે. મંત્રાલયે એ પણ ઉમેર્યું કે, જે દેશો ભારતની ટીકા કરે છે તેઓ પોતે જ રશિયા સાથે વેપાર ચાલુ રાખે છે.

અલાસ્કામાં યોજાનારી ટ્રમ્પ-પુતિનની બેઠક રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો બેઠક સફળ રહેશે, તો ટ્રમ્પ બીજી બેઠક બોલાવવાની સંભાવના દર્શાવી રહ્યા છે, જેમાં યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી પણ હાજર રહેશે. જોકે, પુતિન ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર નથી.

 

The post ‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/feed/ 0
અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/#respond Wed, 06 Aug 2025 15:59:22 +0000 https://www.gujaratinside.com/?p=15951 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

The post અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી” અને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો છે.

MEAનું કડક નિવેદન: “ભારત કરશે રાષ્ટ્રીય હિતોની રક્ષા”

ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાને લઈને સત્તાવાર નિવેદન આપ્યું. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતની તેલ આયાતને નિશાન બનાવવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી આયાત બજારના પરિબળો અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના હેતુઓ પર આધારિત છે.”

જયસ્વાલે વધુમાં કહ્યું કે, “આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”

ભારતની સ્પષ્ટતા: ઊર્જા સુરક્ષામાં કોઈ સમાધાન નહીં

MEAએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે અગાઉ પણ અમેરિકાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતનું માનવું છે કે તે પોતાના ઊર્જા સ્રોતોને વૈવિધ્યપૂર્ણ રાખવા અને આંતરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તમામ વિકલ્પો ખોલી રાખશે.

વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશો પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. અમેરિકાનો આ નિર્ણય અન્યાયી છે અને ભારત તેનો યોગ્ય પ્રતિસાદ આપશે.”

તણાવમાં વધારો અને ભવિષ્યની અસર

ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં વધુ તણાવ વધ્યો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વધારાના ટેરિફનો સીધો પ્રભાવ ભારતીય નિકાસ ઉદ્યોગો પર પડશે, જેમાં જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જો પરિસ્થિતિ આવી જ રહે તો તે ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ વધારી શકે છે.

The post અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/feed/ 0
રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/#respond Wed, 06 Aug 2025 14:17:30 +0000 https://www.gujaratinside.com/?p=15948 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં લેવામાં આવ્યું છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને વૈશ્વિક બજારમાં શુદ્ધ ઉત્પાદનો તરીકે વેચે છે, જેનાથી રશિયાની યુદ્ધ મશીનરીને ફંડિંગ મળે છે.

ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત તેની નીતિમાં ફેરફાર નહીં કરે તો આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું, “કોઈપણ દેશ જે રશિયાની યુદ્ધ મશીનરીને ફંડ આપે છે, તેને પરિણામો ભોગવવા પડશે.”

ભારતનો પ્રતિસાદ અને તણાવમાં વધારો

ભારત સરકારે અમેરિકાના આ પગલાને “અન્યાયી અને અયોગ્ય” ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે પુનરાવર્તન કર્યું કે તે પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને કહ્યું કે ભારત વૈશ્વિક દબાણ છતાં પોતાના હિત માટે નીતિઓમાં સ્વતંત્રતા જાળવશે.

અર્થતંત્ર પર અસર

આ વધારાના ટેરિફને કારણે ભારતીય નિકાસ ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડશે. જો ટેરિફ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે ભારતના GDP વૃદ્ધિ દર પર નકારાત્મક અસર કરી શકે છે.

સાથે જ યુ.એસ. દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે જો ભારત રશિયન તેલ ખરીદી ચાલુ રાખશે તો વધુ ઊંચા ટેરિફ સહિત અન્ય આર્થિક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. આ પરિસ્થિતિ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં નવા તણાવનું કારણ બની રહી છે.

 

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/feed/ 0