Tariff Impact Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tariff-impact/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 14:48:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Tariff Impact Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tariff-impact/ 32 32 અમેરિકન ટેરિફ વચ્ચે ભારતનો મોટો પ્લાન: 40 દેશોમાં કાપડ નિકાસ વધારશે https://www.gujaratinside.com/2025/08/27/india-textile-export-plan-after-us-tariffs/ https://www.gujaratinside.com/2025/08/27/india-textile-export-plan-after-us-tariffs/#respond Wed, 27 Aug 2025 14:48:59 +0000 https://www.gujaratinside.com/?p=17542 અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવતા કાપડ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. આ ટેરિફમાં 25 ટકા પેનલ્ટીનો પણ સમાવેશ છે. ભારતે આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે અને હવે અમેરિકન બજારના વિકલ્પો શોધવા માટે નવી રણનીતિ અપનાવી છે. ભારતમાં કાપડ ઉદ્યોગ સાથે લાખો લોકો જોડાયેલા છે,...

The post અમેરિકન ટેરિફ વચ્ચે ભારતનો મોટો પ્લાન: 40 દેશોમાં કાપડ નિકાસ વધારશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવતા કાપડ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. આ ટેરિફમાં 25 ટકા પેનલ્ટીનો પણ સમાવેશ છે. ભારતે આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે અને હવે અમેરિકન બજારના વિકલ્પો શોધવા માટે નવી રણનીતિ અપનાવી છે.

ભારતમાં કાપડ ઉદ્યોગ સાથે લાખો લોકો જોડાયેલા છે, જેના કારણે આ ક્ષેત્રમાં રોજગાર જોખમમાં છે. અમેરિકન બજારમાં માંગ ઘટવાથી ઓર્ડરમાં ઘટાડો અને ઉત્પાદન પર અસર પડશે. તેથી, ભારત સરકાર હવે બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા સહિત 40 દેશોમાં કાપડ નિકાસ વધારવાની યોજના બનાવી રહી છે, જેથી અમેરિકન ટેરિફની અસર ઓછી થાય.

$590 બિલિયનનું ટાર્ગેટ બજાર

નવા 40 દેશોમાં વિસ્તરણથી ભારત પરંપરાગત તેમજ ઉભરતા બજારોમાં પોતાની હાજરી મજબૂત કરશે. આ દેશોની કુલ મળીને કાપડ અને વસ્ત્રોની આયાત $590 બિલિયન છે. હાલમાં આ બજારમાં ભારતનો હિસ્સો માત્ર 5-6 ટકા છે, એટલે વિશાળ તક ઉપલબ્ધ છે.

$48 બિલિયનનું નુકસાન શક્ય

સરકારી અંદાજ મુજબ, 27 ઓગસ્ટથી લાગુ થયેલા 50% ટેરિફને કારણે ભારતને $48 બિલિયનથી વધુનું નુકસાન થઈ શકે છે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)ના સેક્રેટરી જનરલ મિથિલેશ્વર ઠાકુરના જણાવ્યા મુજબ, કાપડ ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, કારણ કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં અમેરિકામાં $10.3 બિલિયનનો કાપડ નિકાસ કર્યો હતો.

ઠાકુરે વધુમાં જણાવ્યું કે 25 ટકા ટેરિફ પૂરતો હતો, પરંતુ વધારાના 25 ટકા ટેરિફના કારણે ભારતીય કાપડ ઉદ્યોગ અમેરિકન બજારમાંથી લગભગ બહાર થઈ ગયો છે.

નોંધનીય છે કે 2024-25માં ભારતના કાપડ ક્ષેત્રનું કુલ કદ $179 બિલિયનનું છે, જેમાંથી $37 બિલિયન નિકાસથી આવે છે. વૈશ્વિક કાપડ આયાત બજાર $800 બિલિયનથી વધુ હોવા છતાં, ભારતનો હિસ્સો ફક્ત 4.1 ટકા છે, જે તેને છઠ્ઠા ક્રમે રાખે છે.

 

The post અમેરિકન ટેરિફ વચ્ચે ભારતનો મોટો પ્લાન: 40 દેશોમાં કાપડ નિકાસ વધારશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-textile-export-plan-after-us-tariffs/feed/ 0
ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/ https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/#respond Tue, 12 Aug 2025 03:19:34 +0000 https://www.gujaratinside.com/?p=16101 અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે...

The post ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે તમે તેલ ખરીદશો તો 50% ટેરિફ લાગશે. આ રશિયાની માટે મોટો આઘાત છે.”

ત્રમ્પે વધુમાં કહ્યું કે રશિયાની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને અમેરિકા દ્વારા લીધેલા આ પગલાંએ તેને વધુ દબાણમાં મુકી દીધો છે. ટ્રમ્પે અગાઉ ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો અને પછી રશિયાથી તેલ આયાત કરવા માટે વધુ 25% ટેરિફ ઉમેર્યો હતો, જેથી કુલ ટેરિફ દર 50% થયો હતો. ભારતે આ પગલાનો વિસ્ફોટક વિરોધ કર્યો હતો અને તેને અનુચિત તથા અસ્વીકાર્ય ગણાવ્યો હતો.

ત્રમ્પે પત્રકાર પરિષદમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધને લઈને પણ પોતાનું શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. તેમનો દાવો છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પાંચ યુદ્ધ અટકાવ્યા હતા, જેમાં ભારત-પાકિસ્તાનનો વિવાદ પણ સમાવેશ પામે છે. જો કે, ભારત આ દાવાને ફરી નકારી ચૂક્યું છે. વિદેશ મંત્રાલયે અગાઉ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ સંઘર્ષ વિરામ માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી રોકી હતી.

The post ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/feed/ 0