#TariffWar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tariffwar/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 11 Jul 2025 03:27:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #TariffWar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tariffwar/ 32 32 બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ https://www.gujaratinside.com/2025/07/11/after-brazil-now-trumps-anger-erupts-on-canada-imposes-35-tariff/ https://www.gujaratinside.com/2025/07/11/after-brazil-now-trumps-anger-erupts-on-canada-imposes-35-tariff/#respond Fri, 11 Jul 2025 03:27:32 +0000 https://www.gujaratinside.com/?p=14732 અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહથી ટ્રમ્પે વિવિધ દેશો પર એક પછી એક ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે, જેને કારણે ઘણા દેશોને આર્થિક ઝટકો લાગ્યો છે. કેનેડા પર 35% ટેરિફ અને ખુલ્લી ધમકી ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી 1 ઓગસ્ટથી...

The post બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહથી ટ્રમ્પે વિવિધ દેશો પર એક પછી એક ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે, જેને કારણે ઘણા દેશોને આર્થિક ઝટકો લાગ્યો છે.

કેનેડા પર 35% ટેરિફ અને ખુલ્લી ધમકી

ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી 1 ઓગસ્ટથી કેનેડાથી આયાત થતા ઉત્પાદનો પર 35 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. તેમણે કેનેડા માટે ઓપન લેટર પણ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે કેનેડા અમેરિકાના ડેરી ઉત્પાદકો પર 400 ટકા સુધીનો ટેક્સ લગાવે છે, જે અન્યાયપૂર્ણ છે. ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકાની વેપાર નીતિ નિયમો સાથે ચાલશે.

આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે જો કેનેડા વળતો પ્રહાર કરીને પોતે પણ ટેરિફ લગાવશે, તો અમેરિકા તેનાથી વધુ ઉંચો ટેરિફ દર લાગુ કરશે.

બ્રાઝિલને પણ મોટો આંચકો

ટ્રમ્પે એક દિવસ પહેલાં જ બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા પર 30 ટકા, બ્રુનેઈ અને મોલ્ડોવા પર 25 ટકા તથા ફિલિપાઈન્સ પર 20 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય પણ કર્યો છે. આ તમામ નવા ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ આ પગલાની નિંદા કરતા કહ્યું છે કે બ્રાઝિલ આર્થિક બદલો લેશે. તેમણે ટ્રમ્પના એ નિવેદનનો પણ વિરોધ કર્યો જેમાં ટ્રમ્પે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો વિરુદ્ધ ચાલી રહેલા કેસોનો ઉલ્લેખ કર્યો હતો. લૂલાએ કહ્યું કે બ્રાઝિલનું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે અને કોઈ બાહ્ય દબાણ કે ધમકી સહન નહીં કરે.

BRICS દેશોને પણ ચેતવણી

ટ્રમ્પે BRICS દેશો — ભારત, ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ — માટે પણ ખાસ ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો આ તમામ દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પે મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ટ્યુનિશિયા, ઈન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા અને થાઈલેન્ડ પર પણ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિઓને કારણે વૈશ્વિક વેપાર તણાવમાં વધારો થયો છે. અનેક દેશો તરફથી જવાબી પગલાં લેવા અને ટ્રેડ વોરને વધુ ઉગ્ર બનાવવા ઈશારા મળ્યા છે. હવે જોવાનું રહ્યું કે ટ્રમ્પની આ નીતિઓને વિશ્વ કોમ્યુનિટી કેવી રીતે પ્રતિસાદ આપે છે.

The post બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/11/after-brazil-now-trumps-anger-erupts-on-canada-imposes-35-tariff/feed/ 0
ચીન બાદ હવે ભારતના મિત્ર દેશો સામે ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ, બ્રાઝિલ પર 50% ટેક્સનો ઘાતક બોમ્બ https://www.gujaratinside.com/2025/07/10/after-china-now-trumps-tariff-war-against-indias-allies-50-tax-on-brazil/ https://www.gujaratinside.com/2025/07/10/after-china-now-trumps-tariff-war-against-indias-allies-50-tax-on-brazil/#respond Thu, 10 Jul 2025 07:16:36 +0000 https://www.gujaratinside.com/?p=14700 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક આક્રમક નીતિઓ અપનાવી રહ્યા છે. હવે તેમણે ભારતના મિત્ર ગણાતા દેશો સહિત વધુ સાત દેશો પર ભારે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ખાસ કરીને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાડીને આર્થિક ઝટકો આપ્યો છે. આ નવા ટેરિફનો અમલ આગામી 1 ઓગસ્ટથી થશે. આ દેશો પર લાગશે...

The post ચીન બાદ હવે ભારતના મિત્ર દેશો સામે ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ, બ્રાઝિલ પર 50% ટેક્સનો ઘાતક બોમ્બ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક આક્રમક નીતિઓ અપનાવી રહ્યા છે. હવે તેમણે ભારતના મિત્ર ગણાતા દેશો સહિત વધુ સાત દેશો પર ભારે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ખાસ કરીને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાડીને આર્થિક ઝટકો આપ્યો છે. આ નવા ટેરિફનો અમલ આગામી 1 ઓગસ્ટથી થશે.

આ દેશો પર લાગશે ટેરિફ:

  • બ્રાઝિલ – 50%
  • અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા – 30%
  • બ્રુનેઈ અને મોલ્ડોવા – 25%
  • ફિલિપાઇન્સ – 20%

બ્રાઝિલ-America વચ્ચે ટકરાવ

ટ્રમ્પના આ નિર્ણયથી બ્રાઝિલની સરકારમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ આર્થિક બદલો લેવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે બ્રાઝિલ પર ટેરિફ લગાવવાના પગલાને યોગ્ય ગણાવી કારણ આપતાં જણાવ્યું કે તે દેશમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો સાથે થઈ રહેલા વર્તનને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.

બોલસોનારો સામે સત્તાપલટાનું ષડયંત્ર રચવાનો આરોપ ચાલી રહ્યો છે. લૂલાએ જવાબ આપતાં જણાવ્યું કે, “બ્રાઝિલનું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે, અને કોઈ પણ બાહ્ય દબાણના આગળ નહીં વળે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસા કે નફરત ફેલાવવી નથી.”

BRICS દેશો પણ નિશાન પર

ટ્રમ્પે BRICS દેશોને પણ ખુલ્લી ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવી વિકસતી અર્થવ્યવસ્થાઓ પર પણ વધારાના 10% ટેરિફ લાગુ કરવાની તૈયારી છે. આ અગાઉ તેમણે મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ જેવા દેશો પર પણ ટેરિફ લાગુ કરેલો છે.

The post ચીન બાદ હવે ભારતના મિત્ર દેશો સામે ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ, બ્રાઝિલ પર 50% ટેક્સનો ઘાતક બોમ્બ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/after-china-now-trumps-tariff-war-against-indias-allies-50-tax-on-brazil/feed/ 0