Tax Relief Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tax-relief/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 14:05:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Tax Relief Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/tax-relief/ 32 32 PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-gst-reforms-announcement/ https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-gst-reforms-announcement/#respond Thu, 04 Sep 2025 14:04:34 +0000 https://www.gujaratinside.com/?p=18381 કેન્દ્રીય GSTમાં કરેલા તાજેતરના સુધારાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું કે હવે GST વધુ સરળ અને અસરકારક બની ગયું છે. તેમણે કહ્યું, “ભારત સરકારે રાજ્યો સાથે મળીને GSTમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે GSTનો મુખ્યત્વે માત્ર બે જ રેટ રહેશે, 5% અને 18%, અને નવરાત્રિના પ્રથમ...

The post PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય GSTમાં કરેલા તાજેતરના સુધારાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું કે હવે GST વધુ સરળ અને અસરકારક બની ગયું છે. તેમણે કહ્યું, “ભારત સરકારે રાજ્યો સાથે મળીને GSTમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે GSTનો મુખ્યત્વે માત્ર બે જ રેટ રહેશે, 5% અને 18%, અને નવરાત્રિના પ્રથમ દિવસથી આ સુધારાઓ લાગુ થઈ જશે.”

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આ સુધારાથી સામાન્ય પરિવારો, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને સીધી રાહત મળશે. “આ વખતે ધનતેરસ પર ઘરગથ્થુ ખર્ચા ઘટશે. પનીરથી લઈને સાબુ-શેમ્પૂ સુધીના ઘણાં વસ્ત્રો અને જરૂરી વસ્તુઓ સસ્તી થશે. જીવનશૈલી સુધારવામાં મદદ મળશે,” તેમણે કહ્યું.

પીએમ મોદીએ પૂર્વવર્તી સરકારોના GST અને કરધારા પર પણ ટોક્યું અને કહ્યું કે, 2014 પહેલા મોટા ભાગના ઉત્પાદનો પર વધારે ટેક્સ લાગતો હતો.  તે સમયે 100 રૂપિયાના સામાન પર 20થી 25 રૂપિયા ટેક્સ હતો. કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા લેતી હતી. સાઈકલ પર 17 ટકા ટેક્સ હતો.

નવા GST સ્લેબ હેઠળ વિવિધ ઉત્પાદનોમાં રાહત આપવામાં આવી છે. બ્રેડ, દૂધ, પરાઠા, નાની કાર, થ્રીવ્હીલર અને 350 CCથી ઓછી ક્ષમતાવાળી બાઈક પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આરોગ્ય અને જીવન વીમા પ્રોડક્ટ્સ પર ટેક્સ દૂર કરાયો છે. વિજયતા પ્રોડક્ટ્સ જેવા કે લક્ઝરી કાર, તંબાકુ ઉત્પાદનો, સિગારેટ્સ, કે ફૂટબોલ અને IPL મેચની ટિકિટ પર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે.

 

The post PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-gst-reforms-announcement/feed/ 0