Team India Squad Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/team-india-squad/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 19 Aug 2025 13:53:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Team India Squad Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/team-india-squad/ 32 32 એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર https://www.gujaratinside.com/2025/08/19/asia-cup-2025-bcci-stops-agarkar-pakistan-question/ https://www.gujaratinside.com/2025/08/19/asia-cup-2025-bcci-stops-agarkar-pakistan-question/#respond Tue, 19 Aug 2025 13:53:44 +0000 https://www.gujaratinside.com/?p=16731 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં...

The post એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ દ્વિપક્ષીય સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ એવી ચર્ચા થઈ હતી કે ભારત એશિયા કપમાં ભાગ નહીં લે. પરંતુ બાદમાં ટુર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ખસેડવામાં આવ્યું. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામે મેચ રમવાનો વિરોધ કર્યો હતો. હરભજન સિંહ અને કેદાર જાધવે ખુલ્લેઆમ પાકિસ્તાન સામેની મેચ બોયકોટ કરવાની માંગ કરી હતી. કેદાર જાધવે તો કહ્યું હતું કે, “ભારતે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ, અને હું માનું છું કે ભારત નહીં રમે.”

બીસીસીઆઈએ જાહેરાત કરેલી ટીમમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન છે. સાથે જ અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો સમાવેશ થયો છે.

યુએઈમાં 9 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રૂપ સ્ટેજમાં ભારતની કુલ ત્રણ મેચ હશે – યુએઈ સામે 10 સપ્ટેમ્બરે દુબઈમાં, પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરે દુબઈમાં અને ઓમાન સામે 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 અને ફાઈનલમાં પહોંચે, તો બંને વચ્ચે કુલ ત્રણ મેચ રમાવાની સંભાવના છે. પહલગામ હુમલા બાદ બંને દેશો પહેલીવાર મેદાનમાં સામસામે આવશે, એટલે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે.

 

The post એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/asia-cup-2025-bcci-stops-agarkar-pakistan-question/feed/ 0
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/ https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/#respond Tue, 19 Aug 2025 09:48:01 +0000 https://www.gujaratinside.com/?p=16693 યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...

The post એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યા, તિલક વર્મા અને અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીઓ પર પણ વિશ્વાસ મૂકાયો છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.

ટીમમાં સામેલ ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટ યુએઈના બે શહેરો – અબૂધાબી અને દુબઈમાં યોજાશે અને તે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈ જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે.

ભારતની ગ્રૂપ મેચોની વાત કરીએ તો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે દુબઈમાં યુએઈ સામે, બીજી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે અબૂધાબીમાં ઓમાન સામે રમાશે. ત્યારબાદ સુપર-4 સ્ટેજ અને ફાઈનલ મેચો યોજાશે. દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર-4માં જશે અને ત્યાંથી ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.

આ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું કારણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. પહલગામ હુમલા બાદ બંને દેશોએ 2027 સુધી એકબીજા સામે ત્રીજા દેશમાં જ રમવાની સહમતી આપી હતી. માર્ચમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતે પોતાની બધી મેચો દુબઈમાં રમી હતી અને ટાઇટલ જીતી લીધો હતો.

 

The post એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/feed/ 0