textile industry Tamil Nadu Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/textile-industry-tamil-nadu/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 10:35:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png textile industry Tamil Nadu Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/textile-industry-tamil-nadu/ 32 32 અમેરિકન 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર મોટો ખતરો https://www.gujaratinside.com/2025/08/31/us-50-percent-tariff-tamil-nadu-economic-loss/ https://www.gujaratinside.com/2025/08/31/us-50-percent-tariff-tamil-nadu-economic-loss/#respond Sun, 31 Aug 2025 10:50:56 +0000 https://www.gujaratinside.com/?p=17882 અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલા 50% ટેરિફના કારણે તમિલનાડુના ઉદ્યોગો, ખાસ કરીને કાપડ ઉદ્યોગ પર ભારે પ્રભાવિત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, આ ટેરિફથી તમિલનાડુને $3.93 બિલિયન (અંદાજે રૂ. 34,600 કરોડ)નું નુકસાન થવાની સંભાવના છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે. તમે નોંધશો કે, તમિલનાડુના નિકાસમાં અમેરિકાનો મોટો હિસ્સો છે....

The post અમેરિકન 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર મોટો ખતરો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલા 50% ટેરિફના કારણે તમિલનાડુના ઉદ્યોગો, ખાસ કરીને કાપડ ઉદ્યોગ પર ભારે પ્રભાવિત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, આ ટેરિફથી તમિલનાડુને $3.93 બિલિયન (અંદાજે રૂ. 34,600 કરોડ)નું નુકસાન થવાની સંભાવના છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે.

તમે નોંધશો કે, તમિલનાડુના નિકાસમાં અમેરિકાનો મોટો હિસ્સો છે. ગયા નાણાકીય વર્ષમાં, રાજ્યની કુલ નિકાસનો 31% હિસ્સો માત્ર અમેરિકા માટે હતો, જે રાષ્ટ્રીય સરેરાશ (20%) કરતા ઘણો વધુ છે. ટેરિફના કારણે ઓર્ડર રદ થઈ રહ્યા છે અને કાપડ, મશીનરી, જેમ્સ અને જ્વેલરી, ઓટો પાર્ટ્સ જેવા ઉદ્યોગોને સૌથી વધારે અસર પડી રહી છે.

મુખ્યમંત્રી સ્ટાલિનના જણાવ્યા પ્રમાણે, આ ટેરિફના કારણે નોકરીઓ પર મોટો ખતરો ઊભો થયો છે. વિવિધ ક્ષેત્રોમાં 13%થી 36% નોકરીઓ ખોવાઈ શકે છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં આ નુકસાન સૌથી વધુ જોવા મળ્યું છે, જેમાં રૂ. 14,279 કરોડ (અંદાજે $1.62 બિલિયન) સુધીનું નુકસાન શક્ય છે.

તમિલનાડુ ભારતનું સૌથી મોટું કાપડ નિકાસકાર રાજ્ય છે, જે દેશના કુલ કાપડ નિકાસમાં 28% ફાળો આપે છે. અહીં તિરુપુર જિલ્લાની કાપડ ઉદ્યોગમાં 65% મહિલાઓ કાર્યરત છે, અને ગયા વર્ષે આ ઉદ્યોગે રૂ. 40,000 કરોડની વિદેશી મુદ્રા કમાણી કરી હતી. આ ઉદ્યોગ રંગકામ, લોજિસ્ટિક્સ, પેકેજિંગ અને મશીનરી જેવા સંબંધિત ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપે છે.

મુખ્યમંત્રી સ્ટાલિને વડાપ્રધાન મોદીને ખાસ રાહત પેકેજ, માનવ નિર્મિત ફાઇબર પર GST સુધારા, RoDTEP યોજના વધારવા અને યુનિયન યુરોપિયન, બ્રિટન અને આફ્રિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને દ્વિપક્ષીય વેપાર સમજૂતીઓ ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત પરની 11% કસ્ટમ ડ્યુટી 31 ડિસેમ્બરના રોજ સ્થગિત કરવાના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો, પરંતુ જણાવ્યું કે આ પગલું પૂરતી રાહત નથી, ત્યાં સુધી કે ટેરિફ પાછું ખેંચવામાં ન આવે અથવા અન્ય પ્રોત્સાહનો ન મળે.

 

The post અમેરિકન 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર મોટો ખતરો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/us-50-percent-tariff-tamil-nadu-economic-loss/feed/ 0