Trade Talks Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trade-talks/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 11:10:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Trade Talks Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trade-talks/ 32 32 ‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી https://www.gujaratinside.com/2025/08/24/nikki-haley-us-india-tariff-advice/ https://www.gujaratinside.com/2025/08/24/nikki-haley-us-india-tariff-advice/#respond Sun, 24 Aug 2025 11:10:25 +0000 https://www.gujaratinside.com/?p=17172 યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ભારતને નવા સલાહ આપી છે. ટેરિફ અને રશિયાથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દાઓને લઇને તેમણે જણાવ્યું કે, ભારતને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને શક્ય તેટલી ઝડપે વ્હાઈટ હાઉસ સાથે સંવાદ કરવો જોઈએ. હેલીએ જણાવ્યું કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન...

The post ‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ભારતને નવા સલાહ આપી છે. ટેરિફ અને રશિયાથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દાઓને લઇને તેમણે જણાવ્યું કે, ભારતને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને શક્ય તેટલી ઝડપે વ્હાઈટ હાઉસ સાથે સંવાદ કરવો જોઈએ.

હેલીએ જણાવ્યું કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલતી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન મતભેદો ડગમગાવી શકતા નથી. વેપાર વિવાદ અને રશિયાથી ક્રૂડની આયાત જેવા મુદ્દાઓ પર સંવાદ જરૂરી છે. અમેરિકાને ચીનનો સામનો કરવા માટે ભારત જેવા મજબૂત મિત્રની જરૂર છે.

યાદ રહે કે, અગાઉ હેલીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું હતું કે, રશિયન ક્રૂડ અને ટેરિફ વિવાદ બંને દેશોના સંબંધોમાં તિરાડનું કારણ બનવા જોઈએ નહીં. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે 1 ઓગસ્ટે ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી મામલે પણ પેનલ્ટી લાગુ કરી, જે 27 ઓગસ્ટથી લાગુ થશે.

હેલીએ ચેતવણી આપી કે, સમયસર પગલાં ન લેવાય તો બેઈજિંગ આ તિરાડનો લાભ ઉઠાવી શકે છે. તેમણે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે સીધી વાતચીત કરવાની અપિલ કરી છે, જેથી બંને દેશો વચ્ચેનો વેપાર અને ભાગીદારી મજબૂત રહેશે.

 

The post ‘ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે..’ ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીએ ભારતને સલાહ આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/nikki-haley-us-india-tariff-advice/feed/ 0
ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/ https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/#respond Mon, 18 Aug 2025 16:12:30 +0000 https://www.gujaratinside.com/?p=16639 અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન...

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.”

વાંગ યીએ વધુમાં કહ્યું કે, “અમે બોર્ડર પર શાંતિ જાળવવા માટે પ્રયત્નશીલ છીએ અને સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-ચીનના સંબંધોમાં સુધારો અને વિકાસને મજબૂત બનાવવા માટે વિશ્વાસ રાખીએ છીએ. આથી એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવવામાં મદદ મળશે.”

જયશંકરે કહ્યું કે, “બંને દેશો વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે, પરંતુ હવે તેને યોગ્ય દિશામાં આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવશે જ્યારે બોર્ડર પર શાંતિ જળવાશે. મતભેદો વિવાદમાં ન ફેરવાય અને સ્પર્ધા સંઘર્ષમાં ન બદલે તે માટે એકબીજાના સંવેદનશીલ મુદ્દાઓનો માન રાખવો જોઈએ.”

જયશંકરે એ પણ જણાવ્યું કે, “તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશો. સાથે સાથે ટેરિફ મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર પણ વાત થશે, કારણ કે વિશ્વના બે મોટા દેશો વચ્ચેની વાતચીત વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે આવશ્યક છે.”

The post ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/wang-yi-india-visit-jaishankar-meeting-strengthen-relations/feed/ 0