Trade Tariff Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trade-tariff/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 14:44:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Trade Tariff Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trade-tariff/ 32 32 અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/ https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/#respond Sun, 31 Aug 2025 15:20:31 +0000 https://www.gujaratinside.com/?p=17928 ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા...

The post અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા ટેરિફ ઝીંકેલો છે.

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયે જાહેર કર્યું છે કે ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્રો, દસ્તાવેજો અને ગિફ્ટ આઇટમ્સ સહિત તમામ કેટેગરીની પોસ્ટલ બુકિંગ સંપૂર્ણ સસ્પેન્ડ કરી દીધી છે. વિભાગ અનુસાર એરલાઈન્સ મારફતે અમેરિકા સુધી સામગ્રી પહોંચાડવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. ઉપરાંત, અમેરિકાના નવા નિયમો અને નિયામક તંત્રના અભાવને કારણે આ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે અગાઉ 22 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે 100 અમેરિકન ડોલર સુધીના મૂલ્યની વસ્તુઓ સિવાયની તમામ ટપાલ સેવાઓ 25 ઓગસ્ટથી અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવશે. જોકે, હવે તમામ કેટેગરીની પોસ્ટલ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રયાસ થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા સરકારે 30 જુલાઈએ એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં 800 ડોલર સુધીની આયાતી વસ્તુઓ પર આપવામાં આવતી ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ નવો નિયમ 29 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. હવે અમેરિકામાં આવતી તમામ આયાતી વસ્તુઓ પર ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમી પાવર એક્ટ (IEEPA) હેઠળ કસ્ટમ્સ ડ્યુટી લાગુ થશે. જોકે, 100 ડૉલર સુધીની વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

The post અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/feed/ 0
ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’ https://www.gujaratinside.com/2025/08/15/trump-says-putin-agreed-meeting-after-india-tariff/ https://www.gujaratinside.com/2025/08/15/trump-says-putin-agreed-meeting-after-india-tariff/#respond Fri, 15 Aug 2025 05:45:01 +0000 https://www.gujaratinside.com/?p=16316 યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે. ટ્રમ્પે એક શોમાં કહ્યું કે...

The post ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે.

ટ્રમ્પે એક શોમાં કહ્યું કે દરેક પગલાની અસર પડે છે. ભારત પર વધુ ટેરિફ લગાવ્યા બાદ ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યું, જ્યારે રશિયા વિશ્વનો મોટો તેલ ઉત્પાદક દેશ છે. ભારત રશિયાનો બીજો મોટો બજાર છે અને પ્રથમ ગ્રાહક ગુમાવવાની ભીતિ વચ્ચે બીજો પણ ગુમાવવાનો ખતરો ઉભો થયો, જેના કારણે રશિયાને વાતચીત માટે તૈયાર થવું પડ્યું.

ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું. તેમનું કહેવું છે કે જો તેમનો હસ્તક્ષેપ ન હોત તો પરિસ્થિતિ ભયંકર બની શકતી હતી.

બેઠક પહેલા યુક્રેન અને રશિયા વચ્ચે હિંસક યુદ્ધ તેજ બન્યું છે. રશિયાએ હવાઈ હુમલામાં યુક્રેનની મિસાઈલ ફેક્ટરીને નાશ કરી દીધી, જે જર્મનીની મદદથી મધ્યમ અંતરની મિસાઈલો બનાવી રહી હતી. યુક્રેનના દાવા મુજબ, રશિયાએ ડ્રોન હુમલાથી અનેક શહેરોને નિશાન બનાવ્યા, જેના કારણે નાગરિકોને ઇજા પહોંચી છે.

 

The post ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/trump-says-putin-agreed-meeting-after-india-tariff/feed/ 0
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/ https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/#respond Thu, 07 Aug 2025 03:34:09 +0000 https://www.gujaratinside.com/?p=15973 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન સહિતના દેશો પણ રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદે છે તો ફક્ત ભારત પર જ ટેરિફ કેમ? તો ટ્રમ્પે જવાબમાં કહ્યું કે, “હજુ તો ફક્ત 8 કલાક થયા છે… આગળ તમે ઘણું જોવાનો બાકી છે. ઘણા ‘સેકન્ડરી સૈંક્શન્સ’ આવશે.”

ટ્રમ્પે ચીન પર પણ આવાં પગલાંની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ભારત ચીન પછી બીજે ક્રમે છે. આપણે જે ભારત સાથે કર્યું છે તે અન્ય દેશો પર પણ લાગુ થશે.” તેમના વહીવટીતંત્ર અનુસાર, ભારત રશિયાનું યુદ્ધ યંત્ર ચાલુ રાખવામાં ઈંધણ પુરું પાડી રહ્યું છે. ટ્રમ્પે આરોપ મૂક્યો કે, ભારત રશિયા દ્વારા યુદ્ધ ચલાવવાના સાધનને ફંડિંગ આપી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ પણ ટેરિફ વધારાના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે, “આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.” ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની ના પાડી છે, જેને કારણે આ સખત નીતિ અપનાવવી પડી છે.

ટ્રમ્પે 30 જુલાઈએ પ્રથમ વખત 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટથી લાગૂ થશે. ત્યારબાદ, 6 ઓગસ્ટે વધુ એક 25% ટેરિફ જાહેર કરાઈ છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ રીતે, ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે. ચીન માટે, તેમણે હાલમાં ટેરિફ 90 દિવસ માટે સ્થગિત રાખ્યું છે.

વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે ભારત રશિયન ઓઇલ ખરીદે છે. ભારતના કહેવા પ્રમાણે, 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવી તે દેશની પ્રથમતા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ફક્ત ભારતને ટારગેટ કરવું ન્યાયસંગત નથી અને ભારત તમામ રાષ્ટ્રીય હિતોને રક્ષવા માટે જરૂરી પગલાં લેશે.

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/feed/ 0