traffic accident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-accident/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 10:15:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png traffic accident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-accident/ 32 32 ગ્રેટર નોઇડા: બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોત, ગુનો નોંધાયો https://www.gujaratinside.com/2025/09/22/greater-noida-bike-tanker-accident-3-gbu-students-dead/ Mon, 22 Sep 2025 12:00:47 +0000 https://www.gujaratinside.com/?p=19858 ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માતમાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી (GBU)ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારની યમુના એક્સપ્રેસ વેના ચુહરપુર અંડરપાસ નજીક, ત્રણેય વિદ્યાર્થી એક ઢાબા પર ખોરાક ખરીદવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક પાણી આપતો ટેન્કર સાથે અથડાઇ ગઈ. અકસ્માતમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે...

The post ગ્રેટર નોઇડા: બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોત, ગુનો નોંધાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માતમાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી (GBU)ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારની યમુના એક્સપ્રેસ વેના ચુહરપુર અંડરપાસ નજીક, ત્રણેય વિદ્યાર્થી એક ઢાબા પર ખોરાક ખરીદવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક પાણી આપતો ટેન્કર સાથે અથડાઇ ગઈ.

અકસ્માતમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બે વિદ્યાર્થીઓને મૃત્યુ જાહેર કરવામાં આવ્યું. ત્રીજા વિદ્યાર્થીને ગંભીર સ્થિતિમાં મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ તે ત્યાં જ દમ તોડી દીધો.

મૃતકોની ઓળખ ગાઝિયાબાદની પંચવટી કોલોનીના રહેવાસી સ્વયં સાગર, ગાઝીપુર જિલ્લાના ખુદુરા ગામના રહેવાસી કુશ અને બરેલીના સેટેલાઇટ કોલોનીના રહેવાસી સમર્થ પુંડિર તરીકે કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

 

The post ગ્રેટર નોઇડા: બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીઓના મોત, ગુનો નોંધાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ https://www.gujaratinside.com/2025/08/15/bardhaman-bus-truck-accident-10-dead-30-injured/ Fri, 15 Aug 2025 06:11:21 +0000 https://www.gujaratinside.com/?p=16323 પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા...

The post પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા જ્યારે લગભગ 30 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક વિગતો મુજબ ટ્રક રોડની સાઈડલાઈન પર પાર્ક કરી દેવામાં આવી હતી પણ તેમાં કોઈ વોર્નિંગ લાઈટ કે ચિહ્નો નહોતા. બસ બિહારથી યાત્રાળુઓને લઇ રહી હતી અને ભારે ઝડપે પસાર થઇ રહી હતી. અકસ્માત પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બર્ધમાન પોલીસ અને જિલ્લાની તાત્કાલિક ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ક્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોમાંથી કેટલાંકની સ્થિતિ અત્યંત ગંભીર છે.

અત્યારે પોલીસે અકસ્માતના સચોટ કારણોને જાણવા માટે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દુર્ઘટનાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ છે અને મૃતકોના પરિવારજનો માટે સરકાર સહાયની જાહેરાત પણ કરી શકે છે.

The post પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>