Traffic Advisory Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-advisory/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 05:12:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Traffic Advisory Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-advisory/ 32 32 અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/ https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/#respond Fri, 05 Sep 2025 08:05:11 +0000 https://www.gujaratinside.com/?p=18447 અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...

The post અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે વિસર્જન થવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગો બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાલડીથી એસટી ગીતા મંદિર સુધીનો માર્ગ બંધ રહેશે, જેના કારણે વાહનચાલકો બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકરબ્રીજ, પાલડી અને આશ્રમ રોડના માર્ગનો ઉપયોગ કરી શકે છે. ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તા અને કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો માર્ગ પણ બંધ રહેશે, જેના માટે કાલુપુર જવા માટે એસટી દ્વારા ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા, ગોમતીપુર રેલવે કોલોની અને આંબેડરકર હોલ મારફતે કાલુપુર બ્રિજનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

કાલુપુર રેલવે સ્ટેશનથી સાંરગપુર સર્કલ અને એલિસબ્રીજ સુધીના માર્ગો બંધ રહેશે. રખિયાલ ચાર રસ્તા થી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા સુધીના માર્ગ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે. દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલ, જૂની પોલીસ કમિશનર કચેરીથી દધિચીબ્રીજ, અને બીઆરટીએસ માર્ગ પરથી દધિચીબ્રીજ સુધી પણ તમામ પ્રકારના વાહનો માટે માર્ગ બંધ રહેશે. ઉપરાંત, રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ માર્ગો બપોરે ૧ વાગ્યાથી મોડી રાત સુધી બંધ રહેશે.

 

The post અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/feed/ 0