Traffic Jam Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-jam/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 14:55:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Traffic Jam Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-jam/ 32 32 વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાનો અનોખો વિરોધ, રોડ પર ધરણાં બેસતા પોલીસ દોડી આવી https://www.gujaratinside.com/2025/09/19/vadodara-woman-panipuri-protest-road/ https://www.gujaratinside.com/2025/09/19/vadodara-woman-panipuri-protest-road/#respond Fri, 19 Sep 2025 15:45:50 +0000 https://www.gujaratinside.com/?p=19651 વડોદરા શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરી ઓછી મળવા અંગેના વિવાદે રસ્તા પર ધરણાંનું રૂપ ધારણ કર્યું હતું. માહિતી અનુસાર, અલ્લારખી સૈયદ નામની મહિલા છેલ્લા બે દિવસથી એક જ લારી પરથી પાણીપુરી ખાઈ રહી હતી. ત્રીજા દિવસે પાણીપુરીવાળાએ બે પૂરી ઓછી આપતાં વિવાદ શરૂ થયો હતો. મહિલાએ જણાવ્યું કે તેમને પૂરી ઓછી...

The post વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાનો અનોખો વિરોધ, રોડ પર ધરણાં બેસતા પોલીસ દોડી આવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરી ઓછી મળવા અંગેના વિવાદે રસ્તા પર ધરણાંનું રૂપ ધારણ કર્યું હતું.

માહિતી અનુસાર, અલ્લારખી સૈયદ નામની મહિલા છેલ્લા બે દિવસથી એક જ લારી પરથી પાણીપુરી ખાઈ રહી હતી. ત્રીજા દિવસે પાણીપુરીવાળાએ બે પૂરી ઓછી આપતાં વિવાદ શરૂ થયો હતો.

મહિલાએ જણાવ્યું કે તેમને પૂરી ઓછી મળવાથી વાંધો નહોતો, પરંતુ જ્યારે તેમણે વધારાની પૂરી માગી ત્યારે પાણીપુરીવાળાએ અપશબ્દો બોલ્યા, જેના કારણે તેઓ રોષે ભરાયા અને રોડ પર ધરણાં પર બેસી ગયા. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી અને લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ધરણાંના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને નિયંત્રિત કરવા માટે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મધ્યસ્થી કરી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલો શાંત થયો હતો.

સ્થાનિક લોકોએ આ ઘટનાને અનાવશ્યક વિવાદ ગણાવ્યો હતો અને પાણીપુરીવાળાના વર્તન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાની વ્યાપક ચર્ચા થઈ રહી છે, જેમાં ઘણા લોકોએ મહિલાની હરકતને હાસ્યાસ્પદ ગણાવી છે તો કેટલાક લોકોએ પાણીપુરીવાળાની ભાષા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે.

ઘટના બાદ બીજા દિવસે પાણીપુરીવાળો લારી લઈને ન આવ્યો હોવાના અહેવાલ છે. આ બનાવ ફરી એકવાર બતાવે છે કે નાની બાબત પરથી પણ સામાજિક તણાવ ઉભો થઈ શકે છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થઈ શકે છે.

The post વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાનો અનોખો વિરોધ, રોડ પર ધરણાં બેસતા પોલીસ દોડી આવી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/vadodara-woman-panipuri-protest-road/feed/ 0
એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/ https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/#respond Mon, 01 Sep 2025 09:00:02 +0000 https://www.gujaratinside.com/?p=17965 એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય...

The post એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય છે.

ટ્રાફિક જામની સમસ્યાને કારણે વાહનચાલકો આડેધડ માર્ગો પસંદ કરી ટ્રાફિક વધારે વણસે છે. લોકોએ પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યો છે અને જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસ માત્ર VVIP મુલાકાત દરમિયાન જ સક્રિય રહે છે, જ્યારે સામાન્ય નાગરિકોને ટ્રાફિકમાં ફસાવા છતાં કોઈ મદદ નથી મળતી.

ટ્રાફિકમાં ફસાઈ રહેવાથી લોકોને માનસિક તાણ અને સમય-ઈંધણનો વ્યય વધતો જાય છે. તંત્ર દ્વારા માત્ર ડાયવર્ઝન માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ વ્યવસ્થિત ટ્રાફિક સંચાલન નથી. સ્થાનિકોને તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી વાહનચાલકોને મુશ્કેલીનો અંત આવે.

વેહિકલ્સ માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. સરખેજથી કર્ણાવતી ક્લબ જવા માટે વાહનચાલકોએ YMCA ક્લબ તરફ ડાબી બાજુ વળવું, પછી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ પરથી કર્ણાવતી ક્લબ પહોંચવું જોઈએ. પ્રહલાદનગરથી બે વિકલ્પી માર્ગ ઉપલબ્ધ છે: પહેલા પ્રહલાદનગરથી ડાબે વળીને YMCA રસ્તો લઈ કર્ણાવતી ક્લબ જવું, બીજા માર્ગમાં પ્રહલાદનગર ચાર રસ્તા પરથી જમણે વળીને સર્વિસ રોડ દ્વારા કર્ણાવતી જંક્શન પહોંચી શકાય.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે બ્રિજની નિર્માણ કંપની સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ સંકળાયેલા છે, જે ટ્રાફિક રોકાઈ નહીં એ સુનિશ્ચિત કરશે. ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે.

The post એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/feed/ 0
ટોલ માટે પેસા કેમ ચૂકવાય જ્યારે રોડ ખસ્તા હોય? – સુપ્રીમ કોર્ટનો સવાલ https://www.gujaratinside.com/2025/08/19/supreme-court-questions-toll-tax-on-bad-roads/ https://www.gujaratinside.com/2025/08/19/supreme-court-questions-toll-tax-on-bad-roads/#respond Tue, 19 Aug 2025 03:35:46 +0000 https://www.gujaratinside.com/?p=16658 કેરળના ત્રિશૂર જિલ્લાના નેશનલ હાઇવે પર મુસાફરોને ઘણી વાર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે જ્યારે ૬૫ કિમીનો અંતર એક કલાકમાં પાર થવો જોઈએ તે માટે મુસાફરને ૧૨ કલાક લગતા હોય, ત્યારે આવા રોડ માટે લોકો પાસે ટોલ ટેક્સ કેટલાં માટે...

The post ટોલ માટે પેસા કેમ ચૂકવાય જ્યારે રોડ ખસ્તા હોય? – સુપ્રીમ કોર્ટનો સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેરળના ત્રિશૂર જિલ્લાના નેશનલ હાઇવે પર મુસાફરોને ઘણી વાર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે જ્યારે ૬૫ કિમીનો અંતર એક કલાકમાં પાર થવો જોઈએ તે માટે મુસાફરને ૧૨ કલાક લગતા હોય, ત્યારે આવા રોડ માટે લોકો પાસે ટોલ ટેક્સ કેટલાં માટે વસૂલવો?

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે કેરળ હાઇકોર્ટના એક આદેશ સામે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અને ટોલ વસૂલતી કંપનીએ અપીલ દાખલ કરી હતી. કેરળ હાઇકોર્ટએ સ્પષ્ટ કહ્યું હતું કે રોડની હાલત ખરાબ હોય તો ટોલ વસૂલવો યોગ્ય નથી, અને તે ટોલ બૂથને વસૂલી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “જો મુસાફરો ખાડાંવાળાં રસ્તાઓ અને ટ્રાફિક જામના કારણે કલાકો સુધી ફસાયેલા રહે છે, તો તેમને ટોલ ટેક્સ ભરવા કેમ મજબૂર કરવામાં આવે? તેમજ, શું નેશનલ હાઇવે ઓથોરિટી આવા પ્રવાસીઓ માટે ઇંધણનો ખર્ચ અને શાંતિ જાળવવાના બદલામાં વળતર આપશે?”

આ હાઇવે પર અકસ્માતની ઘટનાની નોંધ પણ લેવામાં આવી હતી જ્યાં એક ટ્રક ખાડામાં ખાબકી જતાં લાંબો ટ્રાફિક જામ થયો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાની પણ ના પાડી અને પ્રશ્ન કર્યો કે સામાન્ય નાગરિકો પાસેથી ટોલ ટેક્સ લેવું કેટલી હદે ન્યાયસંગત છે જ્યારે રૂટ પોતે જ અવ્યવસ્થિત છે?

The post ટોલ માટે પેસા કેમ ચૂકવાય જ્યારે રોડ ખસ્તા હોય? – સુપ્રીમ કોર્ટનો સવાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/supreme-court-questions-toll-tax-on-bad-roads/feed/ 0