Traffic Management Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-management/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 18 Sep 2025 10:27:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Traffic Management Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/traffic-management/ 32 32 નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત https://www.gujaratinside.com/2025/09/18/navratri-security-plan-ahmedabad-police-action/ https://www.gujaratinside.com/2025/09/18/navratri-security-plan-ahmedabad-police-action/#respond Thu, 18 Sep 2025 10:27:44 +0000 https://www.gujaratinside.com/?p=19523 અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ...

The post નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ગરબા પાર્ટી પ્લોટ્સ પર શી ટીમ મહિલા ACP, PI અને PSI સાથે ટ્રેડીશનલ ડ્રેસમાં હાજર રહીને નજર રાખશે અને અસામાજિક તત્વો પર કડક પગલાં લેશે. ખાસ કરીને સિંધુભવન રોડ, એસજી હાઈવે અને રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત રહેશે.

ટ્રાફિક પોલીસ પણ વિશેષ વ્યવસ્થા કરશે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાત્રે 2 વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા કર્મચારીઓને ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે.

આયોજકોને પાર્કિંગ માટે ઇન-ગેટ, આઉટ-ગેટ અને પાર્કિંગ પ્લોટની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

ગરબા સ્થળોએ યુનિફોર્મમાં તેમજ ટ્રેડીશનલ ડ્રેસમાં હાજર રહીને પોલીસ સુરક્ષા આપશે. શહેરમાં સક્રિય બાઈકર્સ ગેંગ સામે પણ આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકો શાંતિપૂર્ણ રીતે ગરબા મહોત્સવનો આનંદ માણી શકે.

 

The post નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/navratri-security-plan-ahmedabad-police-action/feed/ 0
એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/ https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/#respond Mon, 01 Sep 2025 09:00:02 +0000 https://www.gujaratinside.com/?p=17965 એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય...

The post એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય છે.

ટ્રાફિક જામની સમસ્યાને કારણે વાહનચાલકો આડેધડ માર્ગો પસંદ કરી ટ્રાફિક વધારે વણસે છે. લોકોએ પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યો છે અને જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસ માત્ર VVIP મુલાકાત દરમિયાન જ સક્રિય રહે છે, જ્યારે સામાન્ય નાગરિકોને ટ્રાફિકમાં ફસાવા છતાં કોઈ મદદ નથી મળતી.

ટ્રાફિકમાં ફસાઈ રહેવાથી લોકોને માનસિક તાણ અને સમય-ઈંધણનો વ્યય વધતો જાય છે. તંત્ર દ્વારા માત્ર ડાયવર્ઝન માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ વ્યવસ્થિત ટ્રાફિક સંચાલન નથી. સ્થાનિકોને તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી વાહનચાલકોને મુશ્કેલીનો અંત આવે.

વેહિકલ્સ માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. સરખેજથી કર્ણાવતી ક્લબ જવા માટે વાહનચાલકોએ YMCA ક્લબ તરફ ડાબી બાજુ વળવું, પછી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ પરથી કર્ણાવતી ક્લબ પહોંચવું જોઈએ. પ્રહલાદનગરથી બે વિકલ્પી માર્ગ ઉપલબ્ધ છે: પહેલા પ્રહલાદનગરથી ડાબે વળીને YMCA રસ્તો લઈ કર્ણાવતી ક્લબ જવું, બીજા માર્ગમાં પ્રહલાદનગર ચાર રસ્તા પરથી જમણે વળીને સર્વિસ રોડ દ્વારા કર્ણાવતી જંક્શન પહોંચી શકાય.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે બ્રિજની નિર્માણ કંપની સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ સંકળાયેલા છે, જે ટ્રાફિક રોકાઈ નહીં એ સુનિશ્ચિત કરશે. ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે.

The post એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/feed/ 0