Trump Controversy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trump-controversy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 12 Aug 2025 03:19:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Trump Controversy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trump-controversy/ 32 32 ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/ https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/#respond Tue, 12 Aug 2025 03:19:34 +0000 https://www.gujaratinside.com/?p=16101 અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે...

The post ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના પગલે રશિયાની અર્થવ્યવસ્થાને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંભાવિત બેઠક પહેલા ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “અમે રશિયાના બીજા નંબરના મોટા તેલ ખરીદનારા દેશને કહ્યુ કે હવે તમે તેલ ખરીદશો તો 50% ટેરિફ લાગશે. આ રશિયાની માટે મોટો આઘાત છે.”

ત્રમ્પે વધુમાં કહ્યું કે રશિયાની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને અમેરિકા દ્વારા લીધેલા આ પગલાંએ તેને વધુ દબાણમાં મુકી દીધો છે. ટ્રમ્પે અગાઉ ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો અને પછી રશિયાથી તેલ આયાત કરવા માટે વધુ 25% ટેરિફ ઉમેર્યો હતો, જેથી કુલ ટેરિફ દર 50% થયો હતો. ભારતે આ પગલાનો વિસ્ફોટક વિરોધ કર્યો હતો અને તેને અનુચિત તથા અસ્વીકાર્ય ગણાવ્યો હતો.

ત્રમ્પે પત્રકાર પરિષદમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધને લઈને પણ પોતાનું શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. તેમનો દાવો છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પાંચ યુદ્ધ અટકાવ્યા હતા, જેમાં ભારત-પાકિસ્તાનનો વિવાદ પણ સમાવેશ પામે છે. જો કે, ભારત આ દાવાને ફરી નકારી ચૂક્યું છે. વિદેશ મંત્રાલયે અગાઉ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ સંઘર્ષ વિરામ માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી રોકી હતી.

The post ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન: ‘ભારત પર ટેરિફથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/12/trump-claims-india-tariff-hit-russian-economy/feed/ 0