Trump tariffs on India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trump-tariffs-on-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 10:17:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Trump tariffs on India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/trump-tariffs-on-india/ 32 32 ટ્રમ્પના વધારેલા ટેરિફથી ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટ, અનેક શહેરોમાં ઉત્પાદન બંધ https://www.gujaratinside.com/2025/08/27/trump-tariffs-impact-indian-textile-industry/ https://www.gujaratinside.com/2025/08/27/trump-tariffs-impact-indian-textile-industry/#respond Wed, 27 Aug 2025 10:17:57 +0000 https://www.gujaratinside.com/?p=17468 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા વધારાના 25 ટકા ટેરિફ બુધવાર, 27 ઑગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ વધારાના ટેરિફ સાથે ભારત પર લાગેલો કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો છે, જે વિશ્વમાં સૌથી ઊંચો દર ગણાય છે. આનો સૌથી મોટો પ્રભાવ ભારતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, દેશના...

The post ટ્રમ્પના વધારેલા ટેરિફથી ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટ, અનેક શહેરોમાં ઉત્પાદન બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા વધારાના 25 ટકા ટેરિફ બુધવાર, 27 ઑગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ વધારાના ટેરિફ સાથે ભારત પર લાગેલો કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો છે, જે વિશ્વમાં સૌથી ઊંચો દર ગણાય છે. આનો સૌથી મોટો પ્રભાવ ભારતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે.

અહેવાલો અનુસાર, દેશના અનેક મોટા શહેરોમાં કાપડ ઉત્પાદન બંધ કરી દેવાયું છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન્સ (FIEO)ના અધ્યક્ષ એસ.સી. રાલ્હાના જણાવ્યા મુજબ, વધેલી સ્પર્ધા અને ભારે ટેરિફના કારણે તિરુપુર, નોઇડા અને સુરત જેવા મુખ્ય કેન્દ્રોમાં કાપડ ઉત્પાદકોએ ઉત્પાદન અટકાવી દીધું છે. વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો ભારતની તુલનામાં ઓછી કિંમતે માલ સપ્લાય કરી રહ્યાં છે, જેના કારણે ભારતીય કાપડ ઉદ્યોગ સ્પર્ધામાંથી બહાર થઈ રહ્યો છે.

કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI)ના અધ્યક્ષ રાકેશ મેહરાએ જણાવ્યું કે કાપડ ઉદ્યોગ હાલ સરકારની મદદની રાહ જોઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, “સ્થિતિ ગંભીર છે અને સરકાર તરફથી નાણાકીય સહાય તથા કાચા માલ પુરવઠા માટે જલદી નીતિગત નિર્ણય લેવો જરૂરી છે.”

તે વચ્ચે, ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ વેપાર અને રોકાણ, ઊર્જા સુરક્ષા અને નાગરિક પરમાણુ સહકાર જેવા મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચાઓ કરી છે. ટ્રમ્પ પ્રશાસનની કડક વેપાર નીતિને કારણે ઊભેલા તણાવને ધ્યાનમાં રાખીને ‘ટુ પ્લસ ટુ’ સંવાદના માળખા હેઠળ ડિજિટલ બેઠક યોજાઈ હતી.

 

The post ટ્રમ્પના વધારેલા ટેરિફથી ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટ, અનેક શહેરોમાં ઉત્પાદન બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/trump-tariffs-impact-indian-textile-industry/feed/ 0
ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/ https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/#respond Wed, 27 Aug 2025 04:40:25 +0000 https://www.gujaratinside.com/?p=17434 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો...

The post ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો અમલ બુધવારથી શરૂ થયો છે.

ટ્રમ્પે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના મુદ્દે દબાણ બનાવવા માટે લીધો હોવાનું જણાવાયું છે. અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જાહેર કરેલી નોટિસમાં જણાવાયું છે કે બુધવાર સવારે 9:31 કલાક પછી આયાત થનારા અથવા ગોદામમાંથી બહાર પાડવામાં આવતા ભારતીય ઉત્પાદનો પર આ વધારાનો ટેરિફ લાગુ રહેશે.

આ નવા ટેરિફના કારણે ભારતના શ્રમ આધારિત નિકાસ સેક્ટર્સને ભારે ઝટકો લાગશે. તેમાં ખાસ કરીને શ્રીમ્પ, ટેક્સટાઈલ, એપેરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી, ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરીનો સમાવેશ થાય છે. જોકે, ફાર્મા, એનર્જી પ્રોડક્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ગૂડ્સને આ ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે.

વાણિજ્ય મંત્રાલયના અંદાજ મુજબ, ટ્રમ્પના 50 ટકા ટેરિફના અમલથી અમેરિકામાં ભારતની 48.2 અબજ ડોલરની નિકાસ પર સીધી અસર થશે. જ્યારે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના અહેવાલ અનુસાર, આ ઝટકાથી ભારતની કુલ 50 થી 70 ટકા નિકાસ પ્રભાવિત થશે અને લગભગ 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમેરિકા ટેરિફ મુદ્દે આકરા પગલાં લઈ રહ્યું છે, પરંતુ ભારત ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિતોમાં કોઈ સમજૂતી નહીં કરે અને તમામ મુશ્કેલીઓનો સામનો કરવા સજ્જ છે.

ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ બ્રાઝિલ જેવા કેટલાક દેશો પર પણ અસર થઈ છે. અમેરિકા દ્વારા અન્ય સ્પર્ધકો પર લગાવવામાં આવેલા ટેરિફની તુલનામાં ભારત માટે સૌથી વધુ દર નક્કી કરવામાં આવ્યો છે. મ્યાનમાર પર 40%, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36%, બાંગ્લાદેશ પર 35%, ઈન્ડોનેશિયા પર 32%, ચીન અને શ્રીલંકા પર 30%, મલેશિયા પર 25%, જ્યારે વિયેતનામ અને ફિલિપાઈન્સ પર 20% ટેરિફ લાગુ છે.

અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ ડોલર રહ્યો હતો, જેમાં ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ અને 43.3 અબજ ડોલરની આયાત કરી હતી. અમેરિકાના આંકડા અનુસાર 2024માં ભારતમાં થઈ રહેલી નિકાસ 91.2 અબજ ડોલર જેટલી હતી. આ સ્થિતિમાં ટ્રમ્પના 50% ટેરિફના અમલથી ભારતના નિકાસ ક્ષેત્રને મોટો આર્થિક ઝટકો લાગી શકે છે.

The post ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/feed/ 0
પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી https://www.gujaratinside.com/2025/08/24/putin-and-zelensky-to-visit-india-strengthen-ties/ https://www.gujaratinside.com/2025/08/24/putin-and-zelensky-to-visit-india-strengthen-ties/#respond Sun, 24 Aug 2025 04:25:34 +0000 https://www.gujaratinside.com/?p=17114 રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના...

The post પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે.

યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું કે ભારત અને યુક્રેન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને બંને પક્ષો હાલમાં મુલાકાતની તારીખ નક્કી કરવા પર ચર્ચા કરી રહ્યા છે.

બીજી તરફ, પુતિનની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા ગરમ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પુષ્ટિ કરી હતી કે પુતિન 2025ના અંત સુધી ભારત આવશે. આ મુલાકાત એવા સમયે થવાની છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરી છે અને ભારત પર ટેરિફમાં 50% વધારો કર્યો છે. ભારતે આ નિર્ણયને ‘અતાર્કિક’ ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ નહીં કરે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત-અમેરિકા વેપાર કરારની વાટાઘાટોમાં ભારત તેના હિતોથી પાછું નહીં હટે. તેમણે કહ્યું કે ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોને નુકસાન પહોંચાડે તેવો કોઈ કરાર ભારત કરશે નહીં. તેમણે ઉમેર્યું કે હાલ ભારત-અમેરિકા સંબંધો સામે ત્રણ પડકાર છે: વેપાર અને ટેરિફનો મુદ્દો, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અને પાકિસ્તાન અંગે અમેરિકાનો હસ્તક્ષેપ.

જયશંકરે આ પણ કહ્યું કે ટ્રમ્પની વિદેશ નીતિ અગાઉના પ્રમુખોથી સંપૂર્ણપણે જુદી છે અને દુનિયાએ આવા અમેરિકન પ્રમુખને ક્યારેય નથી જોયા જે આટલી ખુલ્લેઆમ નીતિ સંચાલન કરે છે.

 

The post પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/putin-and-zelensky-to-visit-india-strengthen-ties/feed/ 0