uddhav thackeray Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uddhav-thackeray/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 10:11:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png uddhav thackeray Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uddhav-thackeray/ 32 32 સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/ https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/#respond Fri, 15 Aug 2025 10:11:04 +0000 https://www.gujaratinside.com/?p=16345 મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....

The post સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે.

યાદ રહે કે 5 જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વર્ષો બાદ એક જ મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે રાજકીય અટકળો શરૂ થઈ હતી. ત્યારબાદ, 27 જુલાઈએ ઉદ્ધવના જન્મદિવસે રાજ ઠાકરે ‘માતોશ્રી’ પહોંચતા રાજકીય ગરમાવો વધુ વધી ગયો હતો. હવે સંજય રાઉતના નિવેદનથી એ અટકળોને વધારે વેગ મળ્યો છે કે ઠાકરે ભાઈઓની ગઠબંધનવાળી રાજકીય લડત નજીક છે.

સ્વતંત્રતા દિવસના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી કરાયેલા ભાષણ પર પ્રતિભાવ આપતા સંજય રાઉતે કહ્યું કે, “દેશની આજની પ્રગતિ પંડિત નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીના વિઝનના કારણે છે. આજે આપણે અવકાશમાં પહોંચી ગયા છીએ, એ તેમના સપનાનું પરિણામ છે.”

રાઉતે વધુમાં કહ્યું કે પીએમ મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નહેરુવાદ તરફ આગળ વધી રહ્યા છે. “સ્વદેશીનો નારો પણ પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીનું વિઝન છે. આજે તમે તે વિચારો અપનાવી રહ્યા છો. કદાચ થોડા દિવસોમાં ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો,” એમ તેમણે ઉમેર્યું.

 

The post સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/feed/ 0
13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/ https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/#respond Sun, 27 Jul 2025 16:15:06 +0000 https://www.gujaratinside.com/?p=15612 શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો...

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો થઈ રહી છે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં બંને એક મંચ પર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ રાજ ઠાકરે ફરી માતોશ્રી જઈને ઉદ્ધવને શુભેચ્છા પાઠવી, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત મરાઠી વિજય રેલીમાં રાજે જણાવ્યું હતું કે, “હિન્દુત્વ પર કોઈનો એકાધિકાર નથી અને ભાજપે ઉપયોગ કરીને લોકો ફેંકી દેવાની નીતિ અપનાવી છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે હવે એકસાથે રહીને લડાઈ લડાશે.

બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવ ઠાકરેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, “તમે સ્વસ્થ રહો, લાંબુ જીવો અને મહારાષ્ટ્રના લોકોના હિતોની લડાઈ સાથે લડીશું.”

The post 13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/raj-thackeray-meets-uddhav-thackeray-matoshree/feed/ 0