UK FTA with India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uk-fta-with-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 24 Jul 2025 13:17:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png UK FTA with India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uk-fta-with-india/ 32 32 ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/ https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/#respond Thu, 24 Jul 2025 13:17:19 +0000 https://www.gujaratinside.com/?p=15154 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...

The post ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

દરમિયાન મોદીએ બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો, રોકાણ અને આર્થિક સહયોગ વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાન સ્ટાર્મરે પણ જણાવ્યુ હતું કે આ કરાર બ્રિટન માટે નોકરીઓ અને આર્થિક વિકાસ માટે મોટી સફળતા સાબિત થશે.

શું છે FTA?
FTA એટલે કે મુક્ત વેપાર કરાર, જે બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવે છે. તેના અંતર્ગત આયાત-નિકાસની ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સમાં છૂટછાટ મળે છે. ભારત અને યુકે વચ્ચે આ FTA માટે છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચા ચાલી રહી હતી.

આ કરારના અનુસંધાને ભારતમાં બ્રિટનથી આયાત થતા વસ્તુઓમાં વ્હિસ્કી, કાર અને કેટલીક જ્વેલરીના ભાવ ઘટશે. બીજી બાજુ, ભારત તરફથી નિકાસ થતી ચામડાની ચીજવસ્તુઓ, કપડાં, મરીન પ્રોડક્ટ્સ, સ્ટીલ અને મેટલના ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક ભાવે બહાર જઈ શકશે.

સસ્તું શું થશે?

  • ઈલેક્ટ્રોનિક્સ
  • કપડાં
  • ચામડા અને જૂતા
  • મરીન પ્રોડક્ટ્સ
  • વ્હિસ્કી
  • જ્વેલરી

મોંઘું શું થઈ શકે?

  • કૃષિ પ્રોડક્ટ્સ
  • કાર અને બાઈકના ઓટો પાર્ટ્સ

હવે આ કરાર બ્રિટિશ સંસદમાં મંજૂરી માટે જશો, ત્યારબાદ જ તે લાગુ પડશે. ભારત સરકારે પણ આ કરારને મંજૂરી આપી છે અને તેનો અમલ નિકટ ભવિષ્યમાં જોવા મળશે.

The post ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/feed/ 0