Ukraine conflict Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ukraine-conflict/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 13:21:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ukraine conflict Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ukraine-conflict/ 32 32 પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-italy-pm-meloni-talks/ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-italy-pm-meloni-talks/#respond Wed, 10 Sep 2025 13:26:13 +0000 https://www.gujaratinside.com/?p=19037 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી...

The post પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી.

દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ.

વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી પરિણામો અંગે ચિંતાને વ્યક્ત કરી અને તાત્કાલિક શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વૈશ્વિક સ્તરે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

જોર્જિયા મેલોનીએ પણ આ મુદ્દે સહમતિ દર્શાવી અને બંને દેશો ભવિષ્યમાં શાંતિ અને સ્થિરતા માટે મળીને કાર્ય કરશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી.

 

The post પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-italy-pm-meloni-talks/feed/ 0
‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/#respond Mon, 01 Sep 2025 12:45:43 +0000 https://www.gujaratinside.com/?p=17994 ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા...

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.

પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા બંને દેશોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કોઈ પણ દબાણ હેઠળ ભારત ક્યારેય પોતાના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને તોડશે નહીં.

વડાપ્રધાન મોદીએ પુતિનના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ભારત-રશિયાના સંબંધો ખરાબ સમયમાં પણ મજબૂત રહ્યા છે. તેમણે પુતિનને ડિસેમ્બરમાં ભારતની યાત્રા માટે આવકાર આપ્યો અને જણાવ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે.

સાંકેતિક રીતે, બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને શાંતિ પ્રયાસો પર ચર્ચા કરી, જેમાં વડાપ્રધાન મોદીએ ભારત શાંતિ માટે તમામ પગલાં સાથે છે તે સ્પષ્ટ કર્યું. બેઠક દરમિયાન અનૌપચારિક વાતચીત અને સ્મિતના પળો બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાબિતી રહ્યા. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેનો યુક્રેન યુદ્ધમાં ઉપયોગ અંગેનો મુદ્દો છે.

 

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/feed/ 0
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/#respond Sun, 31 Aug 2025 04:56:43 +0000 https://www.gujaratinside.com/?p=17854 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું....

The post વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.”

જવાબમાં, ઝેલેન્સ્કીએ ‘X’ પર જણાવ્યું કે તેમણે પીએમ મોદીને વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુરોપીય નેતાઓ સાથે થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે યુક્રેન રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે તૈયાર છે, પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેત આપ્યા નથી અને નાગરિકો પર હુમલાઓ ચાલુ રહ્યા છે. ઝેલેન્સ્કીએ પીડિતોના પરિવારો માટે વડાપ્રધાન મોદા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા બંને નેતાઓએ પોતાની સ્થિતિનું સંકલન કર્યું હોવાનું જણાવ્યું.

 

The post વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/feed/ 0
ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ https://www.gujaratinside.com/2025/08/29/peter-navarro-pm-modi-tweet-troll/ https://www.gujaratinside.com/2025/08/29/peter-navarro-pm-modi-tweet-troll/#respond Fri, 29 Aug 2025 13:12:27 +0000 https://www.gujaratinside.com/?p=17714 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ...

The post ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો.

નવારોના પીએમ મોદી સાથેની તસવીર વાપરવાના કારણે ભારતીય યુઝર્સે તેમને ભારે ટ્રોલ કર્યાં. એક યુઝરે લખ્યું, “વાહ! ટ્રમ્પના સલાહકાર હવે ભારતને ટાર્ગેટ બનાવી પીએમ મોદીની તસવીરનો ઉપયોગ કરી રહ્યા છે.” અન્ય યુઝર્સે ટ્વિટને બકવાસ ગણાવતા, અમેરિકા-ભારતના વર્તમાન સંબંધો પર પણ ટીકા કરી.

યુઝર્સ દ્વારા નવારોના ટ્વિટ પર આતંકવાદના ફંડિંગ અને યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરવામાં આવી. એક યુઝરે જણાવ્યું કે, યુક્રેન યુદ્ધ માટે જવાબદારી માત્ર અમેરિકા-નાટો પર છે અને શાંતિ એ દિવસે જ આવશે જ્યારે આંતકવાદીઓને ફંડ, હથિયાર અને સુરક્ષા મળવાનું બંધ થશે.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, પીએમ મોદીની તસવીર અને આંતરરાષ્ટ્રીય રાજકીય મુદ્દાઓને મિશ્રિત કરનાર ટ્વિટ સોશિયલ મીડિયા પર અત્યંત સંવેદનશીલ બની છે અને તેનો સામનો કરવો નવારોને ભારે પડ્યો.

 

The post ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/peter-navarro-pm-modi-tweet-troll/feed/ 0
પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/ https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/#respond Sat, 16 Aug 2025 11:34:21 +0000 https://www.gujaratinside.com/?p=16452 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે. આ મુલાકાત લગભગ ત્રણ...

The post પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે.

આ મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી, પરંતુ યુક્રેન યુદ્ધ પર કોઈ અંતિમ નિર્ણય થયો નહીં. બંને નેતાઓએ મીડિયા સાથેની વાતચીત માત્ર 12 મિનિટમાં પૂર્ણ કરી અને કોઈ સોદો જાહેર કર્યો નથી. આ બેઠકમાં કેટલીક સકારાત્મક બાબતો સાથે નવી ચિંતાઓ પણ ઉપજી છે.

ટ્રમ્પની ટીકા પણ થઈ છે, કારણ કે તેમણે પુતિન માટે રેડ કાર્પેટ પાથર્યું, તેમને પહેલા બોલવા દીધા અને કોઈ કરાર ન કરી શક્યા. પુતિને યુદ્ધવિરામ માટે સંમતિ આપી નથી, જે ટ્રમ્પ આશા રાખતા હતા. પુતિને વાતચીતમાં જણાવ્યું કે જો 2022માં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો યુક્રેન સંઘર્ષ શરૂ ન થયો હોત. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળના વર્ષો અમેરિકા-રશિયા સંબંધો માટે કઠિન રહ્યા છે અને હવે સુધારો ખૂબ જ આવશ્યક છે.

 

The post પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/india-reaction-trump-putin-meeting-alaska/feed/ 0
પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા https://www.gujaratinside.com/2025/08/08/modi-putin-trump-brics-response/ https://www.gujaratinside.com/2025/08/08/modi-putin-trump-brics-response/#respond Fri, 08 Aug 2025 14:03:13 +0000 https://www.gujaratinside.com/?p=16055 અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ...

The post પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ ભારત-રશિયા “વિશેષ અને અધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી”ને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ પુતિનને આ વર્ષના અંતે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.

પીએમ મોદીએ એક્સ (પૂર્વેના ટ્વિટર) પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે વિશાળ વિષયો પર વાતચીત થઈ અને યુક્રેનના સંઘર્ષ અંગે અપડેટ મળ્યું. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલાં જ પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી.

બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને ભારત સામે અનેક તીખા નિવેદનો પણ આપ્યા છે. તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદી યુદ્ધને નાણાં આપે છે. જોકે, ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે યુરોપ અને અમેરિકા પોતે પણ રશિયાથી ઓઇલ અને ગેસ ખરીદે છે.

ટ્રમ્પના આ નિવેદનો વચ્ચે ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે કોઈ દબાણ હેઠળ નિર્ણય નહીં કરે. NSA અજિત ડોભાલ રશિયામાં પુતિન સાથે મળ્યા હતા અને વડાપ્રધાન મોદી આ જ મહિને ચીનની મુલાકાતે જવાનો કાર્યક્રમ ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું છે કે જો સુધી ટેરિફ મુદ્દે સમાધાન નહીં થાય, ત્યા સુધી ભારત સાથે કોઈ પણ વેપાર ચર્ચા નહીં કરવામાં આવે. 27 ઓગસ્ટથી વધારેલી ટેરિફ અમલમાં આવશે.

ટ્રમ્પ અગાઉ પણ ભારતને લઈને ઝેરી ટિપ્પણીઓ કરતા રહ્યાં છે — તેમણે ભારતના અર્થતંત્રને “મૃત” ગણાવ્યું છે અને કહ્યું છે કે “મને ફરક નથી પડતો કે ભારત અને રશિયા પોતાના અર્થતંત્રને તળિયે લઈ જાય.”

The post પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/modi-putin-trump-brics-response/feed/ 0