Ukraine crisis Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ukraine-crisis/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 17:26:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ukraine crisis Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ukraine-crisis/ 32 32 EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’ https://www.gujaratinside.com/2025/09/04/eu-chief-ursula-calls-pm-modi-russia-ukraine-mediation/ https://www.gujaratinside.com/2025/09/04/eu-chief-ursula-calls-pm-modi-russia-ukraine-mediation/#respond Thu, 04 Sep 2025 17:26:14 +0000 https://www.gujaratinside.com/?p=18410 રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષએ જણાવ્યું કે, રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો...

The post EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષએ જણાવ્યું કે, રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ અને તેમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે.

ઉર્સુલાએ જણાવ્યું, “વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરીને આનંદ થયો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ભારતના સંબંધ આવકારદાયક છે. આ યુદ્ધ માત્ર યુરોપ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે જોખમ ઊભું કરી રહ્યું છે. તેથી ભારતની મધ્યસ્થી અતિ આવશ્યક બની ગઈ છે.”

વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ દ્વારા કહ્યું કે, EU અધ્યક્ષ અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા સાથે ટ્રેડ, ટેક્નોલોજી, રોકાણ, સંરક્ષણ અને પુરવઠા ચેઈન મજબૂત બનાવવા પર ચર્ચા થઈ છે. બંને પક્ષો ભારત-ઈયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વહેલી તકે પૂર્ણ કરવા માટે સહમત થયા છે. સાથે જ, યુક્રેન સંકટને સમાપ્ત કરવાના પ્રયાસો પર પણ ચર્ચા થઈ છે અને યુરોપિયન નેતાઓને ભારત-ઈયુ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

યુદ્ધની શરૂઆતથી જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપનની અપીલ કરી છે, સાથે રશિયાથી તૈલની આયાત ચાલુ રાખીને પોતાના રાષ્ટ્રીય હિતની પણ સુરક્ષા કરી છે. વડાપ્રધાન મોદીએ આ યુદ્ધને ‘યુદ્ધનો યુગ નથી’ કહીને વિશ્વમાં શાંતિનો સંદેશ આપ્યો છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ PM મોદી સાથે વાત કરી, જેમાં ભારતને એક એવો વિશ્વસનીય મધ્યસ્થી તરીકે માનવામાં આવ્યો છે, જેના પર રશિયા અને પશ્ચિમ બંને વિશ્વાસ કરે છે.

 

The post EU અધ્યક્ષે PM મોદીને ફોન પર કહ્યું: ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/eu-chief-ursula-calls-pm-modi-russia-ukraine-mediation/feed/ 0