UN Charter violation Trump Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/un-charter-violation-trump/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 07 Aug 2025 17:29:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png UN Charter violation Trump Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/un-charter-violation-trump/ 32 32 ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન https://www.gujaratinside.com/2025/08/07/china-supports-india-against-trump-tariff-remarks/ https://www.gujaratinside.com/2025/08/07/china-supports-india-against-trump-tariff-remarks/#respond Thu, 07 Aug 2025 17:29:24 +0000 https://www.gujaratinside.com/?p=16009 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને બ્રાઝિલ જેવી ઊભરતી અર્થવ્યવસ્થાઓ પર 50% ટેરિફ લગાડવામાં આવ્યા બાદ આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને ચીનના અભિગમમાં ભારત માટે ખુલ્લો સમર્થન જોવા મળ્યો છે. ભારત સ્થિત ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે 7 ઓગસ્ટ, 2025ના રોજ સામાજિક મિડીયા પ્લેટફોર્મ X (એક્સ) પર પોસ્ટ કરી ટ્રમ્પનું...

The post ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને બ્રાઝિલ જેવી ઊભરતી અર્થવ્યવસ્થાઓ પર 50% ટેરિફ લગાડવામાં આવ્યા બાદ આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને ચીનના અભિગમમાં ભારત માટે ખુલ્લો સમર્થન જોવા મળ્યો છે. ભારત સ્થિત ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે 7 ઓગસ્ટ, 2025ના રોજ સામાજિક મિડીયા પ્લેટફોર્મ X (એક્સ) પર પોસ્ટ કરી ટ્રમ્પનું નામ લીધા વિના તેમને “બુલી” (ધોંસ જમાવનાર) ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે, “Give the bully an inch, he will take a mile”, જેનો અર્થ છે કે જો તેઓને થોડી છૂટ આપશો તો તેઓ અતિ કરશે.

ચીને ટ્રમ્પના ટેરિફ નિર્ણયને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને WTO નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાવ્યો છે. ચીની વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના પ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અમેરિકાનું વર્તન વૈશ્વિક નીતિઓ વિરુદ્ધ છે. ચીને કહ્યું કે ટેરિફનો ઉપયોગ દબાણ સર્જવા માટે કરવો એ ગેરકાયદેસર છે.

ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર 50% ટેરિફ લગાવવાનું કારણ બંને દેશો દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બતાવ્યું છે. તેમનું માનવું છે કે આ રૂપિયાનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. ટ્રમ્પના આ આકસ્મિક અને આક્રમક પગલાંનો ભારતે પણ ઘાટો જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે દેશ પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરશે.

ભારત, ચીન અને બ્રાઝિલ ત્રણેય BRICS દેશોના સભ્ય છે અને હવે આ પગલાં તેમના વચ્ચેના સંબંધો પર પણ અસર કરી શકે છે. વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાઓના સમીકરણો બદલાઈ રહ્યા છે અને આ ટેરિફ યુદ્ધ તેમાં વધુ ભડકો ઉમેરે છે.

The post ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/china-supports-india-against-trump-tariff-remarks/feed/ 0