Uncontested Seats Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uncontested-seats/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 11:57:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uncontested Seats Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uncontested-seats/ 32 32 બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત https://www.gujaratinside.com/2025/09/22/banas-dairy-election-parbat-patel-form/ https://www.gujaratinside.com/2025/09/22/banas-dairy-election-parbat-patel-form/#respond Mon, 22 Sep 2025 13:15:16 +0000 https://www.gujaratinside.com/?p=19875 બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે. તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે. પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા,...

The post બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે.

તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે.

પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા, માન અને મરતબો જોતા તેમને વિશ્વાસ છે કે સમગ્ર મંડળ માટે કોઈ સ્પર્ધા ઊભી નહીં રહે.

તેમણે અગાઉ પણ સંકેત આપ્યા હતા કે ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ સામે કોઈ વિપક્ષ ઉમેદવાર નહીં લડે, જેના કારણે બિનહરીફ થવાનો માહોલ સર્જાયો છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી 23 સપ્ટેમ્બરે થશે, જ્યારે માન્ય ઉમેદવારી પત્રોની યાદી 24 સપ્ટેમ્બરે જાહેર થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર અને હરીફ ઉમેદવારોની આખરી યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે. મતગણતરી 11 ઓક્ટોબરે યોજાશે.

આ વખતની ચૂંટણીને લઈને જિલ્લાભરમાં રાજકારણ ગરમાયું છે.

આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટા પ્રમાણમાં ઉમેદવારો મેદાનમાં ઉતરવાની શક્યતા છે, જેના આધારે સ્પર્ધા બની કે બિનહરીફ રહે તે અંગે સ્પષ્ટ ચિત્ર સાંજ સુધી સામે આવશે.

The post બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/banas-dairy-election-parbat-patel-form/feed/ 0