Urban Development Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/urban-development/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 12:34:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Urban Development Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/urban-development/ 32 32 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-kalol-development-inauguration/ https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-kalol-development-inauguration/#respond Tue, 23 Sep 2025 13:40:26 +0000 https://www.gujaratinside.com/?p=19955 કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે...

The post કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે સ્થાનિક પર્યાવરણને સુધારવા અને જળસંચય માટે લાભકારક રહેશે. આ ઉપરાંત, શહેરી સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે જાસપુર રોડ પર બનેલ STP (સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.

શહેરના મુખ્ય ટાવર ચોક પર બનેલા રેન બસેરા લોકાર્પણ બાદ રાહદારીઓ અને નાગરિકોને અનુકૂળતા મળશે.

કાર્યક્રમ અંતર્ગત, અમિત શાહે રૂ. 90 કરોડના ખર્ચે નવા રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું.

કાર્યક્રમમાં ગૃહમંત્રીએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના પ્રયાસોની પ્રશંસા કરતાં કલોલ શહેરના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાત દરમ્યાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

The post કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-kalol-development-inauguration/feed/ 0
2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં https://www.gujaratinside.com/2025/08/29/india-urban-map-change-census-2027/ https://www.gujaratinside.com/2025/08/29/india-urban-map-change-census-2027/#respond Fri, 29 Aug 2025 05:25:05 +0000 https://www.gujaratinside.com/?p=17650 ભારતમાં આગામી વસતી ગણતરી 2027 પહેલા દેશનો સત્તાવાર શહેરી નકશો બદલાશે તેવી શક્યતા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શહેરી સમૂહોને અપડેટ કરવા માટે પ્રોફોર્માનો સેટ મોકલ્યો છે. આ પ્રક્રિયા હેઠળ 2011ની વસતી ગણતરી પછી થયેલા વિસ્તાર, વિલીનીકરણ અને પુનઃગઠનની વિગતો માંગવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ અને વસતી...

The post 2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતમાં આગામી વસતી ગણતરી 2027 પહેલા દેશનો સત્તાવાર શહેરી નકશો બદલાશે તેવી શક્યતા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શહેરી સમૂહોને અપડેટ કરવા માટે પ્રોફોર્માનો સેટ મોકલ્યો છે. આ પ્રક્રિયા હેઠળ 2011ની વસતી ગણતરી પછી થયેલા વિસ્તાર, વિલીનીકરણ અને પુનઃગઠનની વિગતો માંગવામાં આવી છે.

રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણના કચેરી દ્વારા 22 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ 2011ની વસતી ગણતરીના શહેરી સમૂહોની યાદી તૈયાર કરે, જે હાલ સુધી અપરિવર્તિત છે. ઉપરાંત, જ્યાં નગરપાલિકાની સીમાઓ વિસ્તરી છે અથવા નજીકના ગામડાઓ અને નગરો મર્જ થયા છે, તેની વિગતો સાથેનો અપડેટ આપવાનો રહેશે.

માહિતી મુજબ, કેન્દ્રે રાજ્યોને પાંચ પ્રોફોર્મા મોકલ્યા છે, જેમાં મેટાડેટા અને ડેટા સ્ટાન્ડર્ડ (MDDS) કોડ, ચોરસ કિલોમીટરમાં વિસ્તાર, વસ્તી આંકડા અને સંબંધિત સરકારી સૂચનાઓની વિગતો માંગવામાં આવી છે. આથી છેલ્લા દોઢ દાયકામાં ઉભરી આવેલા નવા શહેરી ક્લસ્ટરો જેમ કે મેન્યુફેક્ચરિંગ કોરિડોર, IT ક્લસ્ટર અને લોજિસ્ટિક્સ હબને પણ સત્તાવાર માન્યતા મળશે.

જ્યાં પરિવર્તન નથી ત્યાં 2011ની સ્થિતિ યથાવત રહેશે, પરંતુ 2011ના શહેરી સમૂહો જે હવે માપદંડોને પૂર્ણ કરતા નથી, તેને દૂર કરવામાં આવશે. આ પ્રોસેસ પછી 2027ની વસતી ગણતરી માટે દેશનો શહેરી નકશો સંપૂર્ણપણે અપડેટ થવાનો છે, જે શહેરીકરણની ગતિને પ્રતિબિંબિત કરશે.

 

The post 2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/india-urban-map-change-census-2027/feed/ 0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/#respond Mon, 25 Aug 2025 13:42:26 +0000 https://www.gujaratinside.com/?p=17292 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા....

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા. તેમાં રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાસ હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. 133 કરોડના ખર્ચે રામાપીરના ટેકરાના સેક્ટર-3માં ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ખાતમૂહૂર્ત પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવવા માટે બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ રૂ. 1624 કરોડના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું. પીએમ મોદીએ નિકોલ ખાતે જનસભામાં વક્તવ્ય આપીને વિકાસ અને પ્રગતિના પ્રયાસો અંગે પ્રજાને માહિતી આપી.

 

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-roadshow-nicol-development-projects/feed/ 0
મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/ https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/#respond Sun, 24 Aug 2025 10:29:24 +0000 https://www.gujaratinside.com/?p=17146 મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મહાયુતિ સરકારે તિરાડના સંકેતો આપ્યા છે. મનસેના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પહેલાં જ રાજકીય ચર્ચાઓ ગરમાઇ ગઈ હતી. વધુને વધુ ચર્ચા તે સમયે વધી જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર જાહેરમાં કટાક્ષ ઉઠાવ્યો, જે ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર...

The post મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મહાયુતિ સરકારે તિરાડના સંકેતો આપ્યા છે. મનસેના વડા રાજ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પહેલાં જ રાજકીય ચર્ચાઓ ગરમાઇ ગઈ હતી. વધુને વધુ ચર્ચા તે સમયે વધી જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે શહેરી વિકાસ વિભાગ-2 (UDD-2) ની કામગીરી પર જાહેરમાં કટાક્ષ ઉઠાવ્યો, જે ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિયંત્રણમાં છે.

મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓની સમીક્ષા બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, જાહેર આરોગ્ય રાજ્યમંત્રી મેઘના બોર્ડીકર સહિત અનેક મંત્રીઓ અને સચિવો હાજર રહ્યા. ફડણવીસે તમામ વિભાગોને સૂચન આપ્યું કે કેન્દ્રિય યોજનાઓનું અમલ ઝડપી ગતિએ કરવામાં આવવું જોઈએ અને ખાસ કરીને UDD-2 પર તાકીડ કર્યો. તેમણે AMRUT 2.0 યોજનામાં વિલંબ અંગે અસંતોષ વ્યક્ત કર્યો, જે 2021માં શરૂ થઈ હતી અને 2026ના માર્ચ સુધી પૂર્ણ થવાની છે.

મુખ્યમંત્રી ફડણવીસે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી, “શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો, સ્વચ્છતા, ગ્રીન પાર્ક અને તળાવોના પુનરુત્થાન જેવા કામો 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવા જોઈએ. બાકી વહીવટી મંજૂરી પણ તરત આપવી જોઈએ.” તેમણે નાણાં પંચ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને આયુષ્માન ભારત આરોગ્ય મિશન જેવી યોજનાઓની સમીક્ષા પણ કરી.

વિભાગો વચ્ચે સંકલન વધારવા, પ્રોજેક્ટ શરૂ કરવા પહેલા મંજૂરી લેવાની અને જરૂર પડે તો મુખ્યમંત્રી કાર્યાલયની મદદ લેવાની સૂચના પણ ફડણવીસે આપી. બીજી બાજુ, શિંદેના અધિકારીઓએ જણાવ્યું કે મંત્રીએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે અને જવાબદારી નક્કી કરવાના આદેશો જાહેર કર્યા છે. શિંદે AMRUT 2.0 અને નગરોત્થાન મહાભિયાન જેવા પ્રોજેક્ટ્સમાં ગેરહાજર રહ્યા, જેના કારણે શંકા વધી રહી છે કે મહાયુતિમાં તિરાડની શક્યતા છે.

 

The post મહારાષ્ટ્ર મહાયુતિમાં તિરાડની અફવા: ફડણવીસે શિંદેના વિભાગ પર જાહેરમાં ઉઠાવ્યો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/maharashtra-mahayuti-fadnavis-shinde-criticism/feed/ 0
વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે https://www.gujaratinside.com/2025/08/19/vadodara-corporation-special-grant-gis-mapping/ https://www.gujaratinside.com/2025/08/19/vadodara-corporation-special-grant-gis-mapping/#respond Tue, 19 Aug 2025 11:36:28 +0000 https://www.gujaratinside.com/?p=16702 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના...

The post વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના રહેશે.

યોજનામાં બે ભાગમાં ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી રૂ. 13,000 કરોડ શહેરી સુધારાઓ માટે અને રૂ. 5,000 કરોડ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાખવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનને એન્જિનિયરિંગ વિભાગમાં પબ્લિક હેલ્થ, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ વિભાગમાં ભરતી કરવાની રહેશે, જેમાંથી 50% ભરતી કોન્ટ્રાક્ટ આધારિત થશે. સાથે જ એન્વાયરમેન્ટલ એન્જિનિયર અને હાઇડ્રોલોજિસ્ટની નિમણૂક પણ કરવી પડશે.

યોજનાના ભાગરૂપે પાણી, સુવેઝ અને સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્ક માટે જીઆઇએસ આધારિત યુટીલીટી મેપિંગ કરાવવું ફરજિયાત છે, જે સપ્ટેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાનું રહેશે. ઓગસ્ટના અંત સુધી ડિજિટલ ટ્વીન મોડેલિંગ શરૂ કરવાની સાથે, ઇન્ટિગ્રેટેડ પ્રોપર્ટી ટેક્સ પોર્ટલ યુનિક આઇડી સાથે લોન્ચ કરવાનું રહેશે. આવકમાં 10% વધારો લાવવા માટે પ્રોપર્ટી ટેક્સ અને અન્ય સ્ત્રોતોમાં વધારો કરવાની કામગીરી હાથ ધરાશે અને તેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને આપવો રહેશે.

રાજ્ય સરકારે પાલિકાને ઐતિહાસિક સ્થળો પુનર્જીવિત કરવાના પ્રોજેક્ટ, જેમ કે સુરસાગર તળાવ વિસ્તારનું રીડેવલપમેન્ટ, રજૂ કરવા જણાવ્યું છે. થીમ આધારિત ગ્રીનફિલ્ડ શહેરો, નેબરહુડ સુધારા, સ્પોન્જ શહેરો અને શહેરી જંગલો જેવા પ્રોજેક્ટ માટે એક્શન પ્લાન તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવાનું રહેશે. ઉપરાંત, શહેરમાં ગ્રીન સ્પેસ વિકસાવવા માટે પાંચથી વધુ જગ્યાઓ પસંદ કરીને 50 એકર વિસ્તારના ઉદ્યાનોની યોજના રજૂ કરવી પડશે. હાલના કુવાઓને જીવંત બનાવવા માટે વોટર બોડી રીવાઈટલાઈઝેશન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરાશે.

 

The post વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/vadodara-corporation-special-grant-gis-mapping/feed/ 0