US-India Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-india-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 03:21:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png US-India Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-india-trade/ 32 32 ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના https://www.gujaratinside.com/2025/09/12/donald-trump-india-visit-quad-summit-possibility/ https://www.gujaratinside.com/2025/09/12/donald-trump-india-visit-quad-summit-possibility/#respond Fri, 12 Sep 2025 03:18:39 +0000 https://www.gujaratinside.com/?p=19175 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી. ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ...

The post ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી.

ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ તારીખ આપ્યા વગર હું કહી શકું છું કે પ્રમુખ ટ્રમ્પ ક્વાડના સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” ક્વાડમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે.

ગયા વર્ષે ક્વાડ સમિટ અમેરિકા ખાતે યોજાઈ હતી કારણ કે પૂર્વ પ્રમુખ જો બાઈડેન ભારત આવી શક્યા નહોતા. આ વર્ષે સમિટનું આયોજન અલગ પ્રકારનું રહેશે, કારણ કે અમેરિકા અને જાપાનમાં નવા નેતૃત્વકાર સત્તા પર આવ્યા છે.

સર્જિયો ગોરેએ જણાવ્યું કે ટ્રમ્પે આ વર્ષે જાપાનની મુલાકાત લીધી હતી અને વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધો લાંબા ગાળાના વિશ્વાસ પર આધારિત છે અને તાજેતરમાં અલાસ્કામાં બંને દેશોના 500 સૈનિકો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી. ગોરેએ સંકેત આપ્યો કે યુએસ ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માગે છે જેથી ભારત ચીનથી દૂર રહે.

 

The post ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/donald-trump-india-visit-quad-summit-possibility/feed/ 0
‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/#respond Mon, 01 Sep 2025 12:45:43 +0000 https://www.gujaratinside.com/?p=17994 ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા...

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.

પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા બંને દેશોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કોઈ પણ દબાણ હેઠળ ભારત ક્યારેય પોતાના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને તોડશે નહીં.

વડાપ્રધાન મોદીએ પુતિનના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ભારત-રશિયાના સંબંધો ખરાબ સમયમાં પણ મજબૂત રહ્યા છે. તેમણે પુતિનને ડિસેમ્બરમાં ભારતની યાત્રા માટે આવકાર આપ્યો અને જણાવ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે.

સાંકેતિક રીતે, બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને શાંતિ પ્રયાસો પર ચર્ચા કરી, જેમાં વડાપ્રધાન મોદીએ ભારત શાંતિ માટે તમામ પગલાં સાથે છે તે સ્પષ્ટ કર્યું. બેઠક દરમિયાન અનૌપચારિક વાતચીત અને સ્મિતના પળો બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાબિતી રહ્યા. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેનો યુક્રેન યુદ્ધમાં ઉપયોગ અંગેનો મુદ્દો છે.

 

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/feed/ 0
અમેરિકા યુરોપને ભારત પર દબાણ કરવા માટે કહે છે, તેલ-ગેસ ખરીદી રોકવાનો આદેશ https://www.gujaratinside.com/2025/08/31/us-pressures-europe-india-oil-gas-purchase/ https://www.gujaratinside.com/2025/08/31/us-pressures-europe-india-oil-gas-purchase/#respond Sun, 31 Aug 2025 04:41:24 +0000 https://www.gujaratinside.com/?p=17847 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ આર્થિક મોરચો વધુ સખત બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસે યુરોપિયન દેશોને અપીલ કરી છે કે તેઓ પણ ભારત પર તેવા જ પ્રતિબંધો લગાવે, જેમ કે અમેરિકાએ લગાવ્યા છે. તેમાં ભારત પાસેથી થતા તમામ તેલ અને ગેસની ખરીદી તરત જ રોકવા જેવી સૂચના પણ સામેલ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર...

The post અમેરિકા યુરોપને ભારત પર દબાણ કરવા માટે કહે છે, તેલ-ગેસ ખરીદી રોકવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ આર્થિક મોરચો વધુ સખત બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસે યુરોપિયન દેશોને અપીલ કરી છે કે તેઓ પણ ભારત પર તેવા જ પ્રતિબંધો લગાવે, જેમ કે અમેરિકાએ લગાવ્યા છે. તેમાં ભારત પાસેથી થતા તમામ તેલ અને ગેસની ખરીદી તરત જ રોકવા જેવી સૂચના પણ સામેલ છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે યુરોપ પણ ભારત પર સેકન્ડરી ટેરિફ લાગુ કરે, જે રીતની ચેતવણી અમેરિકાએ આપી હતી કે જો ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ નહીં કરે તો વધુ કડક દંડાત્મક શુલ્ક લાગશે. 27 ઓગસ્ટથી અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદી દીધો છે. અત્યાર સુધી કોઈ યુરોપિયન નેતા તરફથી આ મુદ્દે જાહેર નિવેદન આવ્યું નથી.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતે અમેરિકાએ લાદેલા 50% ટેરિફ પર કડક વાંધો ઊઠાવ્યો છે. ભારતે પશ્ચિમી દેશોને આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું કે ચીન રશિયાનું સૌથી મોટું તેલ ખરીદનાર છે અને યુરોપ પણ સતત મોસ્કો પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદી રહ્યું છે, છતાં તેઓ પર ક્યારેય આવું ટેરિફ લાગ્યું નથી.

અમેરિકા અનુસાર, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને મોસ્કોના યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે, જેના કારણે યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન મળી રહ્યું છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે કેટલાક યુરોપિયન નેતાઓ ટ્રમ્પના યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે, પરંતુ પાછળથી તેઓ અલાસ્કા સમિટમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી પ્રગતિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

The post અમેરિકા યુરોપને ભારત પર દબાણ કરવા માટે કહે છે, તેલ-ગેસ ખરીદી રોકવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/us-pressures-europe-india-oil-gas-purchase/feed/ 0
ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/ https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/#respond Tue, 26 Aug 2025 15:21:36 +0000 https://www.gujaratinside.com/?p=17399 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં...

The post ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી અને અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકમાં ટેરિફના પ્રભાવ અને તેના નિકાસ ક્ષેત્ર પર પડતાં અસરો વિશે ચર્ચા કરવામાં આવી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો અને નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક કરી, જેમાં નિકાસકારોએ ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ જેવી સરકાર સમર્થિત સહાયની માગ કરી. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે સેક્ટર આધારિત ઉકેલો વધુ અસરકારક રહેશે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠક બાદ સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે, જે ભારતીય નિકાસકારોને રાહત પૂરી પાડવા ઉપરાંત વૈકલ્પિક બજારો શોધવામાં મદદરૂપ થશે. આ બેઠક આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા મુલાકાત પહેલાં યોજાઈ રહી છે. શક્યતા છે કે સરકાર ભારતીય નિકાસકારો અને કામદારોની સલામતી માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરી શકે. આ સાથે ટ્રમ્પના ટેરિફ હમલાને પહોંચી વળવા વૈકલ્પિક બજારો શોધવા માટેના પ્રયત્નો પણ વધારી દેવામાં આવશે.

નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે, ટ્રમ્પ ટેરિફ ભારતના લગભગ 55% ઉત્પાદન ક્ષેત્રોની અમેરિકામાં નિકાસને અસર કરી શકે છે. આ ક્ષેત્રોમાં કપડાં, ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, રમકડાં, રસાયણો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો દેશની મોટી વસ્તી માટે રોજગારી પ્રદાન કરે છે. ટ્રમ્પની નીતિ સાથે, આ ભારતીય ઉત્પાદનો અમેરિકામાં બિનસ્પર્ધાત્મક બની શકે છે, કારણ કે ભારતના મોટા ભાગના સ્પર્ધાત્મક ઉત્પાદનો હવે 50% દરના બદલે 30-35% ઓછા દરે ઉપલબ્ધ થશે, જેના કારણે અમેરિકાના બજારમાં આ ઉત્પાદનો ટકી રહેવું મુશ્કેલ બની જશે.

The post ટ્રમ્પના વધેલા ટેરિફ પર મોદી સરકારની તાત્કાલિક બેઠક, અસરો જાણવા ચર્ચા વિચારણા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/modi-meeting-on-trump-tariff-impact/feed/ 0
અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ” https://www.gujaratinside.com/2025/08/14/john-bolton-sarcasm-modi-trump-nobel-nomination-tariff-issue/ https://www.gujaratinside.com/2025/08/14/john-bolton-sarcasm-modi-trump-nobel-nomination-tariff-issue/#respond Thu, 14 Aug 2025 04:42:17 +0000 https://www.gujaratinside.com/?p=16173 અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.” તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ટ્રમ્પે ભારત પરથી રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દે ઊંચા ટેરિફ લાદ્યા. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ જાહેર કર્યો...

The post અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.” તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ટ્રમ્પે ભારત પરથી રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દે ઊંચા ટેરિફ લાદ્યા. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ જાહેર કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે તેમાં વધુ 25 ટકા વધારો કર્યો, જેના કારણે દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધ્યો.

જોન બોલ્ટને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “જ્યારે તમે ભારતને નિશાન બનાવીને આવી મોટી ભૂલ કરો છો, જેમ વ્હાઇટ હાઉસે છેલ્લા 30 દિવસમાં કરી છે, ત્યારે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં સમય લાગે છે.” પાકિસ્તાન અંગે તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર ટ્રમ્પ સાથે વ્યવહારનો રસ્તો શોધી રહ્યા છે. સાથે જ યાદ અપાવ્યું કે પાકિસ્તાન ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે ઔપચારિક રીતે નોમિનેટ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

ચીન પર ઓછા ટેરિફ અંગે બોલ્ટને કહ્યું કે, “યુક્રેનમાં યુદ્ધ વિરામ લાવવાના ટ્રમ્પના પ્રયાસોથી ભારત સરકાર પ્રભાવિત છે, પરંતુ ભારત પર લાગેલા ટેરિફનું પ્રમાણ ચીનની સરખામણીએ વધુ છે.” તેમણે આ મુદ્દો ઉઠાવ્યો કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પોતે પણ રશિયા પાસેથી અનેક વસ્તુઓ ખરીદે છે, અને ચીન પણ રશિયાથી ક્રૂડ લે છે, છતાં ભારત પર વધુ ભાર મુકાયો છે.

The post અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/john-bolton-sarcasm-modi-trump-nobel-nomination-tariff-issue/feed/ 0
અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/#respond Wed, 06 Aug 2025 15:59:22 +0000 https://www.gujaratinside.com/?p=15951 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

The post અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી” અને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો છે.

MEAનું કડક નિવેદન: “ભારત કરશે રાષ્ટ્રીય હિતોની રક્ષા”

ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાને લઈને સત્તાવાર નિવેદન આપ્યું. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતની તેલ આયાતને નિશાન બનાવવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી આયાત બજારના પરિબળો અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના હેતુઓ પર આધારિત છે.”

જયસ્વાલે વધુમાં કહ્યું કે, “આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”

ભારતની સ્પષ્ટતા: ઊર્જા સુરક્ષામાં કોઈ સમાધાન નહીં

MEAએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે અગાઉ પણ અમેરિકાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતનું માનવું છે કે તે પોતાના ઊર્જા સ્રોતોને વૈવિધ્યપૂર્ણ રાખવા અને આંતરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તમામ વિકલ્પો ખોલી રાખશે.

વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશો પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. અમેરિકાનો આ નિર્ણય અન્યાયી છે અને ભારત તેનો યોગ્ય પ્રતિસાદ આપશે.”

તણાવમાં વધારો અને ભવિષ્યની અસર

ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં વધુ તણાવ વધ્યો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વધારાના ટેરિફનો સીધો પ્રભાવ ભારતીય નિકાસ ઉદ્યોગો પર પડશે, જેમાં જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જો પરિસ્થિતિ આવી જ રહે તો તે ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ વધારી શકે છે.

The post અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/india-responds-trump-25-percent-tariff-russian-oil/feed/ 0
રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/#respond Wed, 06 Aug 2025 14:17:30 +0000 https://www.gujaratinside.com/?p=15948 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં લેવામાં આવ્યું છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને વૈશ્વિક બજારમાં શુદ્ધ ઉત્પાદનો તરીકે વેચે છે, જેનાથી રશિયાની યુદ્ધ મશીનરીને ફંડિંગ મળે છે.

ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત તેની નીતિમાં ફેરફાર નહીં કરે તો આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું, “કોઈપણ દેશ જે રશિયાની યુદ્ધ મશીનરીને ફંડ આપે છે, તેને પરિણામો ભોગવવા પડશે.”

ભારતનો પ્રતિસાદ અને તણાવમાં વધારો

ભારત સરકારે અમેરિકાના આ પગલાને “અન્યાયી અને અયોગ્ય” ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે પુનરાવર્તન કર્યું કે તે પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને કહ્યું કે ભારત વૈશ્વિક દબાણ છતાં પોતાના હિત માટે નીતિઓમાં સ્વતંત્રતા જાળવશે.

અર્થતંત્ર પર અસર

આ વધારાના ટેરિફને કારણે ભારતીય નિકાસ ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડશે. જો ટેરિફ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે ભારતના GDP વૃદ્ધિ દર પર નકારાત્મક અસર કરી શકે છે.

સાથે જ યુ.એસ. દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે જો ભારત રશિયન તેલ ખરીદી ચાલુ રાખશે તો વધુ ઊંચા ટેરિફ સહિત અન્ય આર્થિક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. આ પરિસ્થિતિ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં નવા તણાવનું કારણ બની રહી છે.

 

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/feed/ 0