US Naval Academy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-naval-academy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 04:29:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png US Naval Academy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-naval-academy/ 32 32 અમેરિકાની નેવલ અકેડેમીમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક કેડેટ ઇજાગ્રસ્ત; કેમ્પસ સીલ, સુરક્ષા વધારી https://www.gujaratinside.com/2025/09/12/us-naval-academy-shooting-annapolis-campus-sealed/ https://www.gujaratinside.com/2025/09/12/us-naval-academy-shooting-annapolis-campus-sealed/#respond Fri, 12 Sep 2025 05:05:12 +0000 https://www.gujaratinside.com/?p=19195 મેરીલેન્ડ રાજ્યના એનાપોલિસ સ્થિત યુએસ નેવલ અકેડેમીમાં ગુરુવારે રાત્રે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની, જેમાં અનેક કેડેટ ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે નેવલ અકેડેમી કેમ્પસ અને નજીકના નેવી બેઝને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા છે. અમેરિકન નૌસેનાની સપોર્ટ એક્ટિવિટી એનાપોલિસ અને સ્થાનિક કાયદા અમલ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે બેઝને ચારેબાજુથી ઘેરી લેવામાં...

The post અમેરિકાની નેવલ અકેડેમીમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક કેડેટ ઇજાગ્રસ્ત; કેમ્પસ સીલ, સુરક્ષા વધારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મેરીલેન્ડ રાજ્યના એનાપોલિસ સ્થિત યુએસ નેવલ અકેડેમીમાં ગુરુવારે રાત્રે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની, જેમાં અનેક કેડેટ ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે નેવલ અકેડેમી કેમ્પસ અને નજીકના નેવી બેઝને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા છે. અમેરિકન નૌસેનાની સપોર્ટ એક્ટિવિટી એનાપોલિસ અને સ્થાનિક કાયદા અમલ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.

સાવચેતીના ભાગરૂપે બેઝને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી ભૂતપૂર્વ મિડશિપમેન છે જેને એકેડેમીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તે બદલો લેવા માટે કેમ્પસમાં લશ્કરી પોલીસ તરીકે પ્રવેશ્યો અને હોસ્ટેલના બેનક્રોફ્ટ હોલમાં ગોળીબાર કર્યો.

ઘટનાના સમયે કેટલાક કેડેટ્સે દરવાજો ખોલતા જ હુમલાખોર અંદર ઘૂસી ગયો અને દરવાજો બંધ કરવાની ચેતવણી આપી. થોડા જ પળોમાં તેણે ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે અનેક કેડેટ ઇજાગ્રસ્ત થયા, જ્યારે કેટલાકે છુપાઈને પોતાનો જીવ બચાવ્યો.

સીસીટીવી ફૂટેજ અને પોલીસ કાર્યવાહી
સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરને બોડી આર્મર અને લાંબી બંદૂક સાથે દોડતો જોવામાં આવ્યો છે. રાજ્ય પોલીસના હેલિકોપ્ટર દ્વારા પણ કેમ્પસના લોન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

હાલ પોલીસે આરોપીને શોધવા માટે વિશાળ કૉમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. સત્તાવાર જાહેરાત મુજબ આરોપી પકડાય ત્યાં સુધી કેમ્પસમાં પ્રવેશ અને બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 

The post અમેરિકાની નેવલ અકેડેમીમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક કેડેટ ઇજાગ્રસ્ત; કેમ્પસ સીલ, સુરક્ષા વધારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/us-naval-academy-shooting-annapolis-campus-sealed/feed/ 0