US Tariffs on India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-tariffs-on-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 09:39:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png US Tariffs on India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/us-tariffs-on-india/ 32 32 ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/ https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/#respond Sat, 06 Sep 2025 10:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18561 ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે...

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. છતાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે ક્યારેક આવો સમય આવી શકે છે.”

પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે ભારતના રશિયા સાથેના તેલ વેપારને લઈને અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ભારત રશિયાથી ભારે પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે અમેરિકાને પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવો પડ્યો. તેમ છતાં, મોદી સાથેના તેમના સંબંધ સારા હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું.

થોડા સમય પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અમેરિકા “ભારત અને રશિયાને ગુમાવીને ચીન તરફ ધકેલી રહ્યું છે.” તેમણે મોદી, પુતિન અને શી જિનપિંગની સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી.

ટ્રમ્પના નિવેદન પહેલાં તેમના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી ને નફો કમાઈ રહ્યું છે અને આ રીતે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને આર્થિક સહારો આપી રહ્યું છે.

 

 

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/feed/ 0
ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/ https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/#respond Wed, 27 Aug 2025 15:07:58 +0000 https://www.gujaratinside.com/?p=17549 ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી...

The post ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. છેવટે તો અમે બંને દેશ સાથે જ આવી જઈશું.”

ભારત સાથે ડીલ ન થવા અંગે તેમણે જણાવ્યું કે, અમેરિકા સાથે ડીલ કરવા માટે ભારત સૌથી પહેલાથી તૈયાર દેશોમાંથી એક હતું. ટેરિફ મુદ્દે વાતચીત શરૂ થયા બાદ આશા હતી કે મે અથવા જૂન સુધીમાં ટ્રેડ ડીલ થઈ જશે, પરંતુ વાટાઘાટો લાંબા સમય સુધી ખેંચાઈ અને અંતે ડીલ થઈ શકી નહીં.

નોંધનીય છે કે કૃષિ ક્ષેત્રને લઈને ભારત અને અમેરિકા વચ્ચે મતભેદો હોવાથી આ ડીલ અટકી ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે રશિયાને યુક્રેન યુદ્ધમાં મદદ મળી રહી છે. આ કારણે ટ્રમ્પે વધારાના ટેરિફની જાહેરાત કરી અને અમેરિકાએ ભારતની પ્રોડક્ટ્સ પર કુલ 50 ટકા ટેરિફ લાગુ કરી દીધા છે.

 

The post ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/feed/ 0
ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/ https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/#respond Wed, 27 Aug 2025 10:13:38 +0000 https://www.gujaratinside.com/?p=17465 ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત...

The post ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત મુલાકાતને વધુ મહત્વ મળશે.

શૃંગલાએ જણાવ્યું કે, “ભારત અને અમેરિકા પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં સંતોષકારક અને પરસ્પર લાભદાયક એફટીએને અંતિમ સ્વરૂપ આપશે. આ પગલું દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપશે.”

ત્યારે બીજી તરફ, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25% વધારાનો ટેરિફ લાગુ કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) મુજબ, આ પગલાની અસર ભારતની અમેરિકા જતી $60.2 બિલિયનની નિકાસ પર પડશે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરી, શ્રિમ્પ, કાર્પેટ્સ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત ક્ષેત્રો પર ગંભીર અસર થવાની શક્યતા છે, જેના કારણે નિકાસમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે અને લાખો કામદારોની રોજગારી જોખમમાં પડશે.

શૃંગલાએ જણાવ્યું કે ભારત આ પડકારનો સામનો કરવા વિકલ્પો શોધી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આથી ભારત પોતાના નિકાસને વૈકલ્પિક બજારો તરફ મોડી શકે છે.

ભારત-અમેરિકા સંબંધો અંગે શૃંગલાએ કહ્યું, “આ સંબંધ બહુઆયામી છે અને સામાન્ય મૂલ્યો તથા સિદ્ધાંતોની તાકાત તેને કોઈપણ ઉતાર-ચઢાવમાંથી બહાર કાઢશે.” તેમણે અમેરિકામાં ભારતના નવા એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરની નિમણૂકને પણ સકારાત્મક પગલું ગણાવ્યું.

 

The post ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/feed/ 0
ભારત-ચીનની મિત્રતા વચ્ચે ટ્રમ્પની ચેતવણી: “હું ઈચ્છું તો ચીન બરબાદ થઈ જશે”, અમેરિકા-ભારત વેપાર યુદ્ધમાં તણાવ વધ્યો https://www.gujaratinside.com/2025/08/26/trump-threatens-china-amid-india-tariff-war/ https://www.gujaratinside.com/2025/08/26/trump-threatens-china-amid-india-tariff-war/#respond Tue, 26 Aug 2025 05:27:50 +0000 https://www.gujaratinside.com/?p=17344 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના નિવેદનોથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચીનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે અમેરિકા પાસે એવા “પત્તા” છે, જે જો તેઓ રમે તો ચીન બરબાદ થઈ જશે. ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ યુદ્ધ ચાલુ છે અને ભારત-ચીનની...

The post ભારત-ચીનની મિત્રતા વચ્ચે ટ્રમ્પની ચેતવણી: “હું ઈચ્છું તો ચીન બરબાદ થઈ જશે”, અમેરિકા-ભારત વેપાર યુદ્ધમાં તણાવ વધ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના નિવેદનોથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચીનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે અમેરિકા પાસે એવા “પત્તા” છે, જે જો તેઓ રમે તો ચીન બરબાદ થઈ જશે. ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ યુદ્ધ ચાલુ છે અને ભારત-ચીનની વધતી મિત્રતાએ આ પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી છે.

ભારત પર 50% ટેરિફ, ચીન તરફ નરમાઈ

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% આયાત શુલ્ક (ટેરિફ) લગાવવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં આ દર 25% હતો, પરંતુ તેને વધારીને 50% કરવામાં આવ્યો છે. આ નિર્ણયનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની આયાત હોવાનું માનવામાં આવે છે. અમેરિકાને આ બાબતમાં ગંભીર વાંધો છે.

જોકે, રસપ્રદ વાત એ છે કે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, છતાં ટ્રમ્પ ચીન સામે નરમ વલણ અપનાવી રહ્યા છે. બીજી બાજુ, ભારત સામે વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અમેરિકાના દ્વિધા ભર્યા અભિગમને સ્પષ્ટ કરે છે.

ચીનને ટ્રમ્પની કડક ચેતવણી

વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે, “ચીન અને અમેરિકા વચ્ચે સારા સંબંધો બનશે. ચીન પાસે પણ કેટલાક પત્તા હશે, પરંતુ અમેરિકાના હાથમાં એવા અદભૂત પત્તા છે, જે જો રમાયા તો ચીન માટે વિનાશકારી સાબિત થશે. હું તે પત્તા રમવા માંગતો નથી, પરંતુ જરૂર પડશે તો ચીન બરબાદ થઈ જશે.”

આ નિવેદન એક તરફ ચીન પ્રત્યે સકારાત્મક સંકેત આપે છે, તો બીજી તરફ ખુલ્લી ધમકી પણ સમાવે છે.

ભારત-ચીન નજીક આવવાથી ટ્રમ્પ અકળાયા

તાજેતરના દિવસોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર નિકટતા જોવા મળી છે. ચીને ભારતને મદદ કરવાનો વાયદો કર્યો છે અને રેર અર્થ મટીરિયલ તથા સુરંગ ખોદવાની મશીન આપવાની ખાતરી આપી છે. આ વિકાસો અમેરિકા માટે અનુકૂળ નથી. ભારત-ચીનની આ વધતી મિત્રતા ટ્રમ્પને અસ્વસ્થ કરી રહી છે.

ટ્રમ્પે સંકેત આપ્યો છે કે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને જો જરૂરી બનશે તો ચીન પર 200% ટેરિફ લગાવવાનો વિકલ્પ પણ ખુલ્લો છે, જોકે તેની સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં દ્વિધા ભર્યું વલણ

ટ્રમ્પની હાલની નીતિઓ પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા એક તરફ ચીનને મિત્ર તરીકે પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ તેની સામે કડક ભાષા અને ચેતવણીઓનો ઉપયોગ કરી રહ્યું છે. બીજી બાજુ ભારત પર વધારે દબાણ મૂકવામાં આવી રહ્યું છે, જેનાથી અમેરિકા-ભારત સંબંધોમાં તણાવ વધી શકે છે.

આ પરિસ્થિતિમાં ભારત માટે રાજકીય તેમજ આર્થિક રીતે સંતુલન સાધવું મુશ્કેલ બની શકે છે. ચીનની સાથે વધતી ભાગીદારી એક તરફ ભારત માટે લાભકારી સાબિત થઈ શકે છે, પરંતુ બીજી તરફ અમેરિકાના અસંતોષને કારણે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં પડકારો ઊભા થઈ શકે છે.

The post ભારત-ચીનની મિત્રતા વચ્ચે ટ્રમ્પની ચેતવણી: “હું ઈચ્છું તો ચીન બરબાદ થઈ જશે”, અમેરિકા-ભારત વેપાર યુદ્ધમાં તણાવ વધ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/trump-threatens-china-amid-india-tariff-war/feed/ 0
જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/ https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/#respond Thu, 21 Aug 2025 12:11:50 +0000 https://www.gujaratinside.com/?p=16868 વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે....

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે. તેમ છતાં અમેરિકા દ્વારા માત્ર ભારત પર જ ટેરિફ લાદવો, અણધારી અને એકતરફી નિર્ણય હોવાનું જણાવ્યું હતું.

જેયશંકરે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોએ રશિયાથી આયાતમાં વધારો કર્યો છે, તેમ છતાં માત્ર ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે તાકિદ કરી કે ભારતે રશિયાથી ક્રૂડ ખરીદીનો નિર્ણય ઊર્જા બજારમાં સ્થિરતા લાવવા માટે લીધો હતો, જે પોતે અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. ઉપરાંત ભારતે અમેરિકાથી પણ ક્રૂડ ખરીદીમાં વધારો કર્યો છે, છતાં અમેરિકાનું વર્તન દુખદ અને વિચિત્ર છે.

રશિયા સાથેના સંબંધો અંગે જેયશંકરે ઉમેર્યું હતું કે, ભારત અને રશિયા દુનિયાના સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશોમાંથી એક છે. બંને દેશોએ એનર્જી, ડિફેન્સ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવ્યો છે. રશિયાએ ભારતના “મેક ઈન ઈન્ડિયા” પ્રયાસોને પણ સહકાર આપ્યો છે.

તેમણે વ્યાપારના મુદ્દે જણાવ્યું કે કૃષિ, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટરમાં નિકાસ વધારવાની સાથે ભારત રશિયા સાથેના વેપાર સંતુલન સુધારવા માટે પ્રતિબદ્ધ છે. રશિયા હાલમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે, પરંતુ આ બાબત પર અમેરિકાએ જે રીતે વિવાદ ઊભો કર્યો છે, તે મૌલિક ન્યાયની વિરુદ્ધ છે.

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/feed/ 0
ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત https://www.gujaratinside.com/2025/08/07/putin-india-visit-us-tariff-war/ https://www.gujaratinside.com/2025/08/07/putin-india-visit-us-tariff-war/#respond Thu, 07 Aug 2025 12:06:43 +0000 https://www.gujaratinside.com/?p=15992 ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને...

The post ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટ મહિનામાં ભારતની મુલાકાત લઈ શકે છે એવી સંભાવના છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં મોસ્કો ગયા હતા, જેના પછી પુતિનની યાત્રાની અટકળો જોર પકડવા લાગી છે. આ યાત્રાને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અમેરિકા દ્વારા ભારત પર વધારવામાં આવેલા ટેરિફના દબાણનો પ્રત્યાઘાત હોઈ શકે છે.

અમેરિકા સતત ભારત પર રશિયા સાથે વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યું છે. તાજેતરમાં તેણે ભારત પરથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે અને વધુ પ્રતિબંધોની ધમકી પણ આપી છે. આવી સ્થિતિમાં, ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી વ્યૂહરચનાઓ ઘડાઈ શકે છે.

એક મિડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશોએ તાંબા, લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા દુર્લભ ખનિજોની શોધ અને ઉત્પાદન માટે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો છે. આ ખનિજો ઇલેક્ટ્રિક વાહન, હાઈડ્રોજન એનર્જી અને બેટરી સ્ટોરેજ જેવી ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત-રશિયા વચ્ચેનો આ સહકાર ક્લિન એનર્જી અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા તરફ એક મોટો પગથિયો સાબિત થઈ શકે છે.

ટ્રમ્પના તાજેતરના આદેશ પછી, ભારતમાં બનાવતા કપડાં, ચામડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ વસૂલાઈ રહ્યો છે, જે નિકાસ પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે.

વિશ્લેષકો માને છે કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને તેના ટેક્નોલોજી ક્ષેત્રના ભવિષ્યના યોજનાઓથી અમેરિકા હેરાન છે. ભારતના આત્મનિર્ભરતા તરફના પગલાં અને વૈશ્વિક સ્તરે તેની સ્પર્ધાત્મકતાને કારણે અમેરિકા હવે દબાણ બનાવવાનું પ્રયત્ન કરી રહ્યું છે, અને એટલા માટે જ તે ટેરિફના માર્ગે આગળ વધ્યું છે.

અંતે, પુતિનની યાત્રા માત્ર વ્યાપારિક નહીં, પણ રાજકીય રીતે પણ એક મોટો સંકેત બની શકે છે કે ભારત હવે એક વૈશ્વિક મંચ પર પોતાની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે.

The post ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પુતિનની ભારત યાત્રા બની શકે છે મોટો રાજકીય સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/putin-india-visit-us-tariff-war/feed/ 0
25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ https://www.gujaratinside.com/2025/07/31/trump-india-25-percent-tariff-brics-penalty-trade-talks/ https://www.gujaratinside.com/2025/07/31/trump-india-25-percent-tariff-brics-penalty-trade-talks/#respond Thu, 31 Jul 2025 03:19:42 +0000 https://www.gujaratinside.com/?p=15752 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. 30 જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને તેલની ખરીદી કરી રહ્યું છે, જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો બંધ કરે. ટ્રમ્પે કહ્યું કે આ પરિસ્થિતિ યોગ્ય નથી...

The post 25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. 30 જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને તેલની ખરીદી કરી રહ્યું છે, જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો બંધ કરે. ટ્રમ્પે કહ્યું કે આ પરિસ્થિતિ યોગ્ય નથી અને પરિણામે ભારતને 25% ટેરિફ સાથે દંડ પણ ચૂકવવો પડશે. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે.

મોદી મારા મિત્ર, પરંતુ ભારત સહયોગી નથી: ટ્રમ્પ

ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા કરતાં ટ્રમ્પે જણાવ્યું,

“વડાપ્રધાન મોદી મારા મિત્ર છે, પરંતુ ભારત વેપારમાં સહયોગ નથી કરતું. ભારત ઘણી વસ્તુઓ અમેરિકા વેચે છે પરંતુ અમારી પાસેથી ખરીદતું નથી. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનાર દેશ છે.”

ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકા હાલમાં ભારત સાથે ડીલના પ્રયાસો કરી રહ્યું છે અને અઠવાડિયાના અંત સુધીમાં નિર્ણય આવી શકે છે. સાથે જ તેમણે BRICS પર પ્રહાર કરતાં કહ્યું કે ભારત અમેરિકા વિરોધી જૂથ BRICSનો ભાગ છે અને “અમે ડોલર પર કોઈને હુમલો કરવા નહીં દઈએ.”

ભારત સરકારની પ્રતિક્રિયા: રાષ્ટ્રીય હિતની રક્ષા માટે પગલાં લેશું

ટ્રમ્પના ટેરિફના નિર્ણય બાદ નવી દિલ્હીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. ભારત સરકારે જણાવ્યું કે તેઓ ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે આકરા પગલાં ભરશે.
સરકારે સ્પષ્ટ કર્યું કે,

“અમારા ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોના કલ્યાણને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે, જેમ કે અન્ય આર્થિક કરારોમાં કરવામાં આવ્યા છે.”

અમેરિકાની માંગ અને ભારતની અસ્વીકૃતિ

અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો તેમજ જિનેટિકલી મોડિફાઈડ પાકો માટે બજારો ખોલવા અને ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે આ ક્ષેત્રોમાં ટેરિફ સંપૂર્ણપણે દૂર અથવા ઘટાડવામાં આવે.

ભારતે આ માંગને નકારી છે કારણ કે આ પગલાંથી નાના ખેડૂતો પર નકારાત્મક અસર થઈ શકે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પોતાની વસ્તી અને નાના ખેડૂતોના હિત માટે તેવા કોઈ કરારોમાં સંમત નહીં થાય.

The post 25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/31/trump-india-25-percent-tariff-brics-penalty-trade-talks/feed/ 0