USA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/usa/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 14:44:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png USA Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/usa/ 32 32 અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/ https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/#respond Sun, 31 Aug 2025 15:20:31 +0000 https://www.gujaratinside.com/?p=17928 ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા...

The post અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા ટેરિફ ઝીંકેલો છે.

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયે જાહેર કર્યું છે કે ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્રો, દસ્તાવેજો અને ગિફ્ટ આઇટમ્સ સહિત તમામ કેટેગરીની પોસ્ટલ બુકિંગ સંપૂર્ણ સસ્પેન્ડ કરી દીધી છે. વિભાગ અનુસાર એરલાઈન્સ મારફતે અમેરિકા સુધી સામગ્રી પહોંચાડવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. ઉપરાંત, અમેરિકાના નવા નિયમો અને નિયામક તંત્રના અભાવને કારણે આ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે અગાઉ 22 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે 100 અમેરિકન ડોલર સુધીના મૂલ્યની વસ્તુઓ સિવાયની તમામ ટપાલ સેવાઓ 25 ઓગસ્ટથી અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવશે. જોકે, હવે તમામ કેટેગરીની પોસ્ટલ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રયાસ થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા સરકારે 30 જુલાઈએ એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં 800 ડોલર સુધીની આયાતી વસ્તુઓ પર આપવામાં આવતી ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ નવો નિયમ 29 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. હવે અમેરિકામાં આવતી તમામ આયાતી વસ્તુઓ પર ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમી પાવર એક્ટ (IEEPA) હેઠળ કસ્ટમ્સ ડ્યુટી લાગુ થશે. જોકે, 100 ડૉલર સુધીની વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

The post અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/feed/ 0
પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/ https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/#respond Mon, 18 Aug 2025 16:21:43 +0000 https://www.gujaratinside.com/?p=16648 ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે અને તેઓ વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમણે એ પણ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી પુતિન સતત વૈશ્વિક રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તેથી, શાંતિ સમજૂતી માટે તેમની સાથે મંત્રણા કરવી સહજ બાબત છે.

ચીન પર વધારાના ટેરિફ બાબતે રૂબિયોએ જણાવ્યું કે ચીન રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી તેને રિફાઇન કરીને ખાસ કરીને યુરોપિયન દેશોને એએફટી, પેટ્રોલ અને ડીઝલ રૂપે વેચે છે. જો વધારાના ટેરિફ લગાડવામાં આવે તો તેલના ભાવ વિશ્વભરમાં વધી શકે છે. સાથે તેમણે યાદ અપાવ્યું કે યુરોપ આજે પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદે છે, જેને નિરીક્ષકો ‘અસ્પષ્ટ નીતિ’ કહી રહ્યા છે.

રૂબિયોએ એ પણ ઉલ્લેખ્યું કે 15મી ઓગસ્ટે આલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે ત્રણ કલાકની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ આવી શક્યો નહોતો. બેઠકમાં રશિયા તરફથી યુરી ઉશાકાવે અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવ હાજર હતા, જ્યારે અમેરિકાની તરફથી રૂબિયો અને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ઉપસ્થિત રહ્યા હતા.

 

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/feed/ 0