Uttar Pradesh Crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttar-pradesh-crime/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 14:42:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttar Pradesh Crime Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttar-pradesh-crime/ 32 32 બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/ https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/#respond Fri, 19 Sep 2025 15:20:51 +0000 https://www.gujaratinside.com/?p=19647 બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા. એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ...

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બરેલી: અભિનેત્રી દિશા પટાણીના ઘરે થયેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં બરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુંકા બિહારીપુર રોડ પાસે કિચ્છા નદી નજીક પોલીસે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સંયુક્ત કાર્યવાહી કરીને બે ગુનેગારોને ઢેરી પાડ્યા હતા.

એન્કાઉન્ટરમાં રાજસ્થાનના બિયાવરના રહેવાસી રામનિવાસ ઉર્ફે દીપકના પગમાં ગોળી વાગી હતી. રામનિવાસ પર ₹25,000નું ઈનામ જાહેર હતું. પોલીસને તેના કબજામાંથી 32 બોરની પિસ્તોલ, ચાર જીવંત કારતૂસ અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

બીજો ગુનેગાર અનિલ, સોનીપતના રહેવાસી સતીશનો પુત્ર હતો. તેની પાસેથી 315 બોરની પિસ્તોલ, બે જીવંત અને ચાર ખાલી કારતૂસ મળી આવ્યા હતા. બંને ગુનેગારો બાઇક પર સવાર હતા ત્યારે પોલીસનો સામનો થયો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની તાત્કાલિક નોંધ લઈને સખ્ત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર ગુના સામે ઝીરો ટોલરન્સ નીતિ પર કાર્યરત છે.

પોલીસે આસપાસના રાજ્યોના CCTV ફૂટેજ અને ગુનાહિત રેકોર્ડના વિશ્લેષણ બાદ બંને હુમલાખોરોની ઓળખ કરી હતી. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રામનિવાસ ઘાયલ દેખાઈ રહ્યો છે અને અનિલ હાથ જોડીને પોલીસને ‘બાબાના યુપીમાં ક્યારેય નહીં આવું’ કહી રહ્યો છે.

આ કાર્યવાહી બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે.

 

The post બરેલીમાં દિશા પટાણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી સફળતા: બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઢેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/bareilly-disha-patani-house-firing-encounter/feed/ 0
ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર https://www.gujaratinside.com/2025/08/24/vipin-bhati-encounter-nikki-dowry-murder-greater-noida/ https://www.gujaratinside.com/2025/08/24/vipin-bhati-encounter-nikki-dowry-murder-greater-noida/#respond Sun, 24 Aug 2025 10:12:07 +0000 https://www.gujaratinside.com/?p=17133 ગ્રેટર નોઈડામાં દહેજ માટે પોતાની પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા આરોપી વિપિન ભાટીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. પોલીસે માહિતી આપી હતી કે કોર્ટમાં હાજર કરવા લઈ જતા સમયે આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. આ ઘટના સિરસા ચાર રસ્તા નજીક બની હતી. પોલીસના...

The post ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગ્રેટર નોઈડામાં દહેજ માટે પોતાની પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા આરોપી વિપિન ભાટીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. પોલીસે માહિતી આપી હતી કે કોર્ટમાં હાજર કરવા લઈ જતા સમયે આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો.

આ ઘટના સિરસા ચાર રસ્તા નજીક બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને ગત રોજ જ પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આઘાતજનક ઘટના ગયા ગુરુવારે બની હતી, જ્યારે વિપિન ભાટી અને તેના સાસરિયાઓએ 36 લાખ રૂપિયાના દહેજની માંગણી પૂર્ણ ન થતાં નિક્કીને ત્રાસ આપીને જીવતી બાળી નાખી હતી. નિક્કીના છ વર્ષના પુત્રએ ખુલાસો કર્યો કે પિતાએ મમ્મી પર કંઈક રેડ્યું, પછી થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.

પીડિતાની બહેન કંચને જણાવ્યું કે દહેજની માંગણીને કારણે મારી બહેન પર અનેકવાર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેણે આક્ષેપ કર્યો કે મારી બહેનને તેના પતિ અને સાસરિયાઓએ નિર્દયતાથી મારી નાખી હતી. કંચન પોતે પણ આ હુમલામાં ઘાયલ થઈ હતી.

નિક્કીને ગંભીર દાઝેલી હાલતમાં ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. પરંતુ ઈજાઓને કારણે 21 ઓગસ્ટના રોજ તેનો મોત નિપજ્યો. હાલમાં, વિપિન ભાટી પોલીસ કસ્ટડીમાં છે અને બાકી આરોપીઓને પકડવા માટે ટીમ બનાવાઈ છે.

 

The post ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/vipin-bhati-encounter-nikki-dowry-murder-greater-noida/feed/ 0