Uttar Pradesh Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttar-pradesh-politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 10:12:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttar Pradesh Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttar-pradesh-politics/ 32 32 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/ https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/#respond Tue, 23 Sep 2025 11:05:50 +0000 https://www.gujaratinside.com/?p=19933 લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી. આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી...

The post 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી.

આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ હતી. સપા સાંસદ રુચિ વીરા તેમને આવકારવા જેલ બહાર પહોંચી હતી, પરંતુ પોલીસે સુરક્ષા કારણોસર તેમને રોકી દીધી હતી.

આઝમ ખાન પર ડુંગરપુર કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા હતા.

તેમણે હાઈકોર્ટના આદેશ અનુસાર 19 કેસોમાં MP-MLA સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ મુજબ પોલીસ અને મહેસૂલ તંત્રએ રિપોર્ટ રજૂ કર્યા બાદ તેમની જામીન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

સોમવારે સાંજે લૂંટ, છેતરપિંડી અને અન્ય 19 કેસોમાં રિલીઝ વોરંટ જાહેર થતા તમામ 72 કેસોમાં તેમને મુક્તિ મળી. ખાસ નોંધનીય છે કે આઝમ ખાનનું નામ લાંબા સમયથી કુખ્યાત “ક્વોલિટી બાર કેસ”માં મુખ્ય આરોપી તરીકે હતું.

આરોપ મુજબ 2013માં મંત્રી તરીકે તેમણે સિવિલ લાઇન્સ વિસ્તારની ક્વોલિટી બારની જમીન ગેરકાયદેસર રીતે પોતાની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના નામે ટ્રાન્સફર કરી હતી.

આ કેસમાં 2019માં માલિક ગગન અરોરાની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી અને આખા પરિવારને આરોપી બનાવવામાં આવ્યો હતો.

મે 2025માં MP-MLA કોર્ટે આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને રાહત મળતા તેઓ અંતે સીતાપુર જેલમાંથી મુક્ત થયા હતા.

 

The post 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/azam-khan-released-after-23-months-sitapur-jail/feed/ 0
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/ https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/#respond Wed, 20 Aug 2025 13:21:09 +0000 https://www.gujaratinside.com/?p=16819 ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય....

The post ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય.

કોર્ટના નિર્ણય અનુસાર, ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવ્યો છે અને એમપી-એમએલએ કોર્ટ દ્વારા ફટકારેલી બે વર્ષની સજાનો પણ અંત આવ્યો છે. અબ્બાસે 2022ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ધમકી આપતાં કહ્યું હતું કે જો સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યના અધિકારીઓને પરિણામો ભોગવવા પડશે. આ ભાષણને આધારે તેના વિરુદ્ધ કેસ દાખલ થયો હતો અને તેને બે વર્ષની સજા તેમજ બે હજારનો દંડ ફટકારાયો હતો.

આ કેસમાં મંચ પર અબ્બાસ સાથે હાજર ચૂંટણી એજન્ટ મંસૂર અંસારીને પણ છ મહિનાની સજા આપવામાં આવી હતી. અબ્બાસે અગાઉ સજા સ્થગિત કરવાની અરજી કરી હતી જે ફગાવવામાં આવી હતી, જેના વિરુદ્ધ તેણે હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. અંતે, હાઈકોર્ટએ તેને રાહત આપી અને ચુકાદો રદ કર્યો છે.

 

The post ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/feed/ 0