Uttar Pradesh Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttar-pradesh/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 13:10:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttar Pradesh Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttar-pradesh/ 32 32 ઉત્તર પ્રદેશ: અપના દળ (S)ની આવકમાં 408% નો ત્રીજો વધારો, મુખ્ય આવક દાન દ્વારા થઈ https://www.gujaratinside.com/2025/09/11/apna-dal-up-revenue-growth-408-percent/ https://www.gujaratinside.com/2025/09/11/apna-dal-up-revenue-growth-408-percent/#respond Thu, 11 Sep 2025 13:10:37 +0000 https://www.gujaratinside.com/?p=19152 ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 13 સભ્યો ધરાવતી પાર્ટી અપના દળ (S)એ નાણાકીય વર્ષ 2023-24માં પોતાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજા અહેવાલ અનુસાર, પાર્ટીની કુલ આવક 1.1069 કરોડ રૂપિયા પહોંચી છે, જે પહેલાંના નાણાકીય વર્ષ 2022-23ની 0.2178 કરોડ રૂપિયાની આવક કરતા 408.22% વધારે છે. આવકમાં મોટાભાગનો હિસ્સો દાન અને ફાળાઓમાંથી આવ્યો...

The post ઉત્તર પ્રદેશ: અપના દળ (S)ની આવકમાં 408% નો ત્રીજો વધારો, મુખ્ય આવક દાન દ્વારા થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 13 સભ્યો ધરાવતી પાર્ટી અપના દળ (S)એ નાણાકીય વર્ષ 2023-24માં પોતાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજા અહેવાલ અનુસાર, પાર્ટીની કુલ આવક 1.1069 કરોડ રૂપિયા પહોંચી છે, જે પહેલાંના નાણાકીય વર્ષ 2022-23ની 0.2178 કરોડ રૂપિયાની આવક કરતા 408.22% વધારે છે.

આવકમાં મોટાભાગનો હિસ્સો દાન અને ફાળાઓમાંથી આવ્યો હતો, જે કુલ આવકનો 98.67% છે, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળેલા વ્યાજમાંથી માત્ર 1.29% આવક આવી હતી અને અન્ય સ્ત્રોતોથી કોઈ નોંધપાત્ર આવક નોંધાઈ નથી.

ADR અહેવાલ મુજબ, પાર્ટીએ કુલ આવકમાંથી લગભગ 1.0774 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, જેના કારણે નેટ બચત માત્ર 2.67% એટલે કે 0.0295 કરોડ રૂપિયાની રહી.

આ ખર્ચમાં 12% ઘસારો અને લોનમુક્તિ, 5% કર્મચારીઓના પગાર, 5% ચૂંટણી ખર્ચ અને બાકી 78% અન્ય વિવિધ હલાતોમાં, જેમાં વહીવટી ખર્ચનો પણ સમાવેશ છે, ખર્ચ કરવામાં આવ્યો હતો.

નાણાકીય વ્યવસ્થાની પારદર્શકતા જાળવી રાખતી પાર્ટીએ 6 માર્ચ 2025ના રોજ પોતાનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો, જે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલી સમયમર્યાદા 31 ઓક્ટોબર 2024 કરતા 125 દિવસ પછી દાખલ થયો.

આ અહેવાલ એ સ્પષ્ટ કરે છે કે અપના દળ (S)ની આવકના મુખ્ય સ્ત્રોત દાન અને ફાળાઓ છે, અને તે પોતાના ખર્ચ અને આર્થિક વ્યવસ્થાને અસરકારક રીતે સંચાલિત કરી રહ્યું છે.

The post ઉત્તર પ્રદેશ: અપના દળ (S)ની આવકમાં 408% નો ત્રીજો વધારો, મુખ્ય આવક દાન દ્વારા થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/apna-dal-up-revenue-growth-408-percent/feed/ 0
10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે https://www.gujaratinside.com/2025/08/25/married-woman-proposes-15-days-with-husband-15-days-with-lover/ https://www.gujaratinside.com/2025/08/25/married-woman-proposes-15-days-with-husband-15-days-with-lover/#respond Mon, 25 Aug 2025 12:45:05 +0000 https://www.gujaratinside.com/?p=17283 ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ગામમાંથી એક કિસ્સાસાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધા છે. અહીંની એક વિવાહિત મહિલાએ પંચાયતમાં એવો અનોખો પ્રસ્તાવ મુક્યો કે સૌ કોઈ દંગ રહી ગયા. મહિલાએ સ્પષ્ટ કર્યું કે, તે મહિનાના 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. આ પ્રસ્તાવ સાંભળીને પંચાયતમાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો....

The post 10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ગામમાંથી એક કિસ્સાસાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધા છે. અહીંની એક વિવાહિત મહિલાએ પંચાયતમાં એવો અનોખો પ્રસ્તાવ મુક્યો કે સૌ કોઈ દંગ રહી ગયા. મહિલાએ સ્પષ્ટ કર્યું કે, તે મહિનાના 15 દિવસ પતિ સાથે અને 15 દિવસ પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. આ પ્રસ્તાવ સાંભળીને પંચાયતમાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો.

જાહેરાત મુજબ, મહિલા લગભગ દોઢ વર્ષ પહેલા પાડોસી ગામના યુવક સાથે લગ્ન થયા હતા. થોડા મહિનાઓ બાદ તેણે ટાંડા વિસ્તારના એક યુવક સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો. છેલ્લા એક વર્ષમાં તે તેમના પ્રેમી સાથે 9 વખત ઘરેથી ભાગી ગયા હતા અને દરેક વખતે પંચાયત અથવા પોલીસની મદદથી પાછા લાવવામાં આવ્યા હતા. છ અઠવાડિયા પહેલા તેમણે દસમી વખત પોતાના પ્રેમી સાથે ભાગી જવાનુ કૌભાંડ બનાવ્યુ, પરંતુ પોલીસે તેમને શોધી પતિના ઘરે પાછા લાવ્યા, પરંતુ અહીં પણ તે માત્ર એક રાત રહીને અને બીજી સવારે  તેમના પ્રેમી પાસે ફરીવાર ગયા.

પંચાયતમાં પતિએ હાથ જોડીને પત્નીને ઘરે આવવા વિનંતી કરી, પરંતુ મહિલાએ બધાની સામે ‘અનોખો પ્રસ્તાવ’ મૂક્યો. તેમણે કહ્યું કે “હું બંને સાથે રહેવા માંગુ છું અને  હું મહિનાના 15 દિવસ મારા પતિના ઘરે અને 15 દિવસ મારા પ્રેમીના ઘરે વિતાવીશ.” આ અનોખો પ્રસ્તાવ સાંભળીને ગામમાં હડકંપ મચી ગયો છે. ગામના વડીલો અને લોકો આ પગલાને જોઇ આશ્ચર્યમાં છે, કારણ કે સામાન્ય રીતે પંચાયતો પતિ-પત્ની વચ્ચે સમાધાન અથવા વિભાજન માટે પ્રયાસ કરે છે, પરંતુ આ ‘15-15 દિવસનું ફોર્મ્યુલા’ કોઈએ પહેલા જોયું નહોતું.

 

The post 10 વખત પ્રેમી સાથે ભાગી, વિવાહિત મહિલાનો અજાણ્યો પ્રસ્તાવ: પતિ-પ્રેમી બંને સાથે 15-15 દિવસ રહેશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/married-woman-proposes-15-days-with-husband-15-days-with-lover/feed/ 0
પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત https://www.gujaratinside.com/2025/08/23/pilibhit-fortuner-rickshaw-accident-5-dead/ https://www.gujaratinside.com/2025/08/23/pilibhit-fortuner-rickshaw-accident-5-dead/#respond Sat, 23 Aug 2025 14:35:24 +0000 https://www.gujaratinside.com/?p=17083 ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફોર્ચ્યુનર કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કરૂણ ઘટનાનો ભોગ બનીને 5 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ રિક્ષા રસ્તા પરથી ખસી ખાડીમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા....

The post પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફોર્ચ્યુનર કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કરૂણ ઘટનાનો ભોગ બનીને 5 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ રિક્ષા રસ્તા પરથી ખસી ખાડીમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી અનુસાર, રિક્ષામાં ડ્રાઈવર સહિત 10 લોકો સવાર હતા. જેમાંથી 2 મહિલા અને 2 નાના બાળકો સહિત કુલ 5 લોકોના મોત થયા. અકસ્માત સમયે ફોર્ચ્યુનરના તમામ એરબેગ ખુલી જતા કારમાં સવાર લોકો સુરક્ષિત રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના બાદ કાર ચાલક કાર છોડી સ્થળ પરથી ફરાર થઈ ગયો.

ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

The post પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/pilibhit-fortuner-rickshaw-accident-5-dead/feed/ 0