Uttarakhand landslide Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand-landslide/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 04:13:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttarakhand landslide Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand-landslide/ 32 32 ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/ https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/#respond Fri, 19 Sep 2025 04:13:59 +0000 https://www.gujaratinside.com/?p=19577 ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે. કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં...

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે.

કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો છે.

SEOCએ જણાવ્યું છે કે કુંત્રી લગા ફલી અને કુંત્રી લગા સરપાની ગામોમાંથી એક-એક મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે છ લોકો હજુ ગુમ છે અને તેમની શોધખોળ યુદ્ધસ્તરે ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઋષિકેશના AIIMSમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

નંદનગર વિસ્તારના ચાર ગામો – કુંત્રી લગા ફલી, કુંત્રી લગા સરપાની, સેરા અને ધુરમા – ભારે અસરગ્રસ્ત છે. આ સ્થળો દહેરાદૂનથી આશરે 260 કિલોમીટર અને ચમોલી જિલ્લાના ગોપેશ્વરથી 50 કિલોમીટર દૂર આવેલાં છે.

ગયા મહિના અંતથી આ વિસ્તારમાં સતત ભૂસ્ખલન અને ઘરોમાં તિરાડો જોવા મળી રહી હતી, જેના કારણે 64 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં SEOCની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વાદળફાટ અને કાટમાળના મોટા પ્રવાહને કારણે ચારેય ગામોમાં વ્યાપક નુકસાન થયું છે અને આ આપત્તિથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

 

The post ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/chamoli-cloudburst-landslide-two-dead-six-missing/feed/ 0
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં 19 કર્મચારી ભૂસ્ખલન બાદ ફસાયા https://www.gujaratinside.com/2025/08/31/uttarakhand-landslide-dhauliganga-tunnel-19-employees-trapped/ https://www.gujaratinside.com/2025/08/31/uttarakhand-landslide-dhauliganga-tunnel-19-employees-trapped/#respond Sun, 31 Aug 2025 14:37:48 +0000 https://www.gujaratinside.com/?p=17923 ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું અને ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં એનએચપીસીના 19 કર્મચારીઓ ફસાઈ ગયા છે. ભૂસ્ખલનથી પાવર હાઉસ તરફ જતો મુખ્ય માર્ગ અવરોધિત થયો છે. ધારચૂલાના નાયબ જિલ્લા અધિકારી જિતેન્દ્ર વર્માના જણાવ્યા મુજબ, ભૂસ્ખલન પછી ટનલની આસપાસ ભારે કાટમાળ પડ્યો છે, જેના કારણે કર્મચારીઓને બહાર લાવવું...

The post ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં 19 કર્મચારી ભૂસ્ખલન બાદ ફસાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું અને ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં એનએચપીસીના 19 કર્મચારીઓ ફસાઈ ગયા છે. ભૂસ્ખલનથી પાવર હાઉસ તરફ જતો મુખ્ય માર્ગ અવરોધિત થયો છે.

ધારચૂલાના નાયબ જિલ્લા અધિકારી જિતેન્દ્ર વર્માના જણાવ્યા મુજબ, ભૂસ્ખલન પછી ટનલની આસપાસ ભારે કાટમાળ પડ્યો છે, જેના કારણે કર્મચારીઓને બહાર લાવવું મુશ્કેલ બન્યું છે. હાલ મોટી મશીનોની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેથી માર્ગ ખુલતા જ ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ટનલમાં નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના કર્મચારીઓ ફસાયા છે. ધારચૂલાની પાસે ઈલાગઢ વિસ્તારમાં પ્રોજેક્ટની સામાન્ય અને ઈમરજન્સી સુરંગો તરફ જતો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે. જેસીબી મશીનોથી કાટમાળ દૂર કરવાની કામગીરી સતત ચાલી રહી છે.

જિતેન્દ્ર વર્માએ ખાતરી આપી કે તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે અને ખાણીપીણીની સુવિધા પણ ઉપલબ્ધ છે. પિથૌરાગઢ પોલીસ અધિક્ષક રેખા યાદવે જણાવ્યું કે ટનલના મુખ્ય રસ્તે મોટા પથ્થરો પડ્યા હોવાથી અવરોધ થયો છે, પરંતુ તંત્ર સતત કામગીરીમાં લાગેલું છે. આશા છે કે વહેલી તકે માર્ગ ખુલશે અને તમામ કર્મચારીઓ સલામત બહાર આવશે.

 

The post ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં 19 કર્મચારી ભૂસ્ખલન બાદ ફસાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/uttarakhand-landslide-dhauliganga-tunnel-19-employees-trapped/feed/ 0