Uttarakhand Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 10:09:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Uttarakhand Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/uttarakhand/ 32 32 ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/ https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/#respond Thu, 04 Sep 2025 10:25:59 +0000 https://www.gujaratinside.com/?p=18320 નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...

The post ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી કે પહેલી નજરે એવુ લાગી રહ્યું છે કે મોટા પાયે ગેરકાયદે વૃક્ષોનું નિકંદન થયું છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી પરિસ્થિતિનું કારણ જાણવા સુચના આપી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવનો સંપર્ક કરી વિગતવાર માહિતી રજૂ કરશે. તેમણે કહ્યું કે, “અમે પ્રકૃતિ સાથે એટલો મોટો હસ્તક્ષેપ કર્યો છે કે હવે તે આપણને નુકસાન પહોંચાડી રહી છે,” જેના પર CJIએ પણ સહમતિ વ્યક્ત કરી.

પૂરના વીડિયોમાં હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં વૃક્ષોના થડ વહેતા જોવા મળ્યા હતા. અદાલતે આ દ્રશ્યોને ગંભીર ગણાવતા જણાવ્યું કે પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારને પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, વાદળ ફાટવાના બનાવ અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાઈ ગયું છે. સેકડો લોકોનાં મોત થયા છે અને અનેક વિસ્તારોમાં સંકટની પરિસ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.

The post ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/feed/ 0
હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી: 40 વિદ્યાર્થીઓમાં 12 ગંભીર રીતે ઘાયલ https://www.gujaratinside.com/2025/08/28/haldwani-school-bus-accident-40-students-12-injured/ https://www.gujaratinside.com/2025/08/28/haldwani-school-bus-accident-40-students-12-injured/#respond Thu, 28 Aug 2025 12:56:41 +0000 https://www.gujaratinside.com/?p=17602 ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરૂવારે ભયાનક અકસ્માત બન્યો હતો. જયપુર બીસા ગામ પાસે એક ખાનગી શાળાની બસ બેકાબૂ બની નાળામાં ખાબકી હતી. બસમાં આશરે 40 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 12થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે...

The post હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી: 40 વિદ્યાર્થીઓમાં 12 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરૂવારે ભયાનક અકસ્માત બન્યો હતો. જયપુર બીસા ગામ પાસે એક ખાનગી શાળાની બસ બેકાબૂ બની નાળામાં ખાબકી હતી. બસમાં આશરે 40 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 12થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજા પહોંચી છે.

સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. બસનો કાચ તોડી વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટના બરેલી રોડ પર બની હતી, જ્યાં બસ રામપુર રોડ પરથી વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી. સાઈડ લેવાની કોશિશ દરમિયાન બસ રોડ પરથી ઉતરીને નાળામાં ખાબકી હતી.

ગામના સરપંચ રમેશ ચંદ્ર જોષીએ આ અકસ્માત માટે બસ ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. તેમનો આરોપ છે કે, ડ્રાઈવર અવારનવાર નશાની હાલતમાં બસ ચલાવે છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં શાળાના વહીવટીતંત્રે કોઈ કડક પગલાં લીધા નથી. સદનસીબે, નાળામાં પાણી ન હોવાથી મોટા જાનહાનિથી બચી શકાયું.

સરપંચે જિલ્લા વહીવટીતંત્ર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, અકસ્માત બાદ પણ અધિકારીઓ સમયસર પહોંચ્યા ન હતા. સ્થાનિક લોકોએ પોતાના પ્રયાસોથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. આ ઘટનાના પગલે વાલીઓએ શાળામાં સુરક્ષા માપદંડોનો કડક અમલ કરાવવાની માગ કરી છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

 

The post હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી: 40 વિદ્યાર્થીઓમાં 12 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/haldwani-school-bus-accident-40-students-12-injured/feed/ 0