Vaishno Devi landslide Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vaishno-devi-landslide/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 05:01:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Vaishno Devi landslide Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vaishno-devi-landslide/ 32 32 વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ https://www.gujaratinside.com/2025/08/28/vaishno-devi-landslide-41-dead-rescue-operations/ https://www.gujaratinside.com/2025/08/28/vaishno-devi-landslide-41-dead-rescue-operations/#respond Thu, 28 Aug 2025 05:01:28 +0000 https://www.gujaratinside.com/?p=17566 જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટાભાગે વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે. જમ્મુમાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ખતરાના સપાટીએ પહોંચી ગઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી...

The post વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટાભાગે વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે. જમ્મુમાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ખતરાના સપાટીએ પહોંચી ગઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી થઈ રહેલા અતિભારે વરસાદ પછી વૈષ્ણોદેવી માર્ગ પર અધકવારી ગુફા મંદિર પાસે ભૂસ્ખલન થયું, જેમાં વાહનો અને યાત્રાળુઓ ફસાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF અને સેનાના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો પઠાણકોટથી સામે આવ્યો છે, જેમાં સેનાનું હેલિકોપ્ટર 25 જવાનોને સુરક્ષિત સ્થળે ખસેડે છે અને ત્યારબાદ થોડા જ સમયમાં મકાન પાણીમાં તણાઈ જાય છે. લોકો આ દિલધડક ઓપરેશનની વખાણ કરી રહ્યા છે.

જમ્મુમાં 380 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉધમપુરમાં 629 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1910 પછીનો સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદને કારણે જમ્મુમાં 64 જેટલી ટ્રેનો રદ થઈ છે અને મોબાઇલ નેટવર્ક પર પણ અસર થઈ છે, જેના કારણે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી છે. કિશ્તવાર જિલ્લામાં પૂરને કારણે અંતરીયાળ વિસ્તારોમાં 10થી વધુ મકાનો પાણીમાં તણાઈ ગયા છે.

તે ઉપરાંત, ગુરદાસપુરમાં આવેલી જવાહર નવોદય સ્કૂલમાં પાણી ઘૂસી જતાં 400 જેટલા વિદ્યાર્થી અને સ્ટાફ ફસાઈ ગયા હતા. રાવી નદીનું પાણી કાંઠાવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે, અને પ્રશાસન પાસે મદદની અપીલ કરવામાં આવી છે.

 

The post વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/vaishno-devi-landslide-41-dead-rescue-operations/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/ https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/#respond Wed, 27 Aug 2025 05:08:17 +0000 https://www.gujaratinside.com/?p=17441 જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે. સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને...

The post જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે.

સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક પુલ તૂટી પડ્યા છે, જ્યારે મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર નુકસાન થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ ઠપ થઇ જતાં લોકો ફોન કૉલ અને ઇન્ટરનેટ ઉપયોગ માટે પરેશાન થઈ રહ્યા છે. મંગળવારે અનેક નદીઓ છલકાઇ ગઇ હતી અને પાણીના શક્તિશાળી પ્રવાહમાં રસ્તાઓ પરના અવરોધો વહેતા થયા હતા.

જમ્મુ-કાશ્મીર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ભૂસ્ખલન અને પૂરના કારણે પર્વતીય માર્ગો અવરોધિત થયા છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્રિકુટા પર્વત પર બપોરે 3 વાગ્યે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઘાયલ છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડોડા જિલ્લામાં વરસાદ આધારિત ઘટનાઓમાં અન્ય 4 લોકોનાં મોત થયાં છે. મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે પરિસ્થિતિને ગંભીર ગણાવી છે અને તરાના, ઉજ્હ, તવી અને ચિનાબ નદીઓ ખતરનાક સ્તરે વહેતા હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે.

ભારે વરસાદને કારણે ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં ટેલિકોમ સર્વિસ ઠપ થઇ ગઇ છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, બિલ્ડિંગો ધરાશાયી થયા છે અને રાજ્યમાં 690 રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

 

 

The post જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/jammu-kashmir-cloudburst-flood-vaishno-devi-yatra-halted/feed/ 0
વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ https://www.gujaratinside.com/2025/08/27/vaishno-devi-yatra-landslide-tragedy-31-dead/ https://www.gujaratinside.com/2025/08/27/vaishno-devi-yatra-landslide-tragedy-31-dead/#respond Wed, 27 Aug 2025 04:32:13 +0000 https://www.gujaratinside.com/?p=17432 જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક ડઝનથી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે...

The post વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક ડઝનથી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે કટરાથી ભવન સુધીના 12 કિમી લાંબા પગપાળા માર્ગના મધ્યભાગમાં આવેલો છે.

રિયાસીના એસએસપી પરમવીર સિંહે જણાવ્યું કે ભારે વરસાદથી પર્વતો ખસી પડતાં અનેક શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી યાત્રા રોકી દેવામાં આવી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.

ભારતીય સેના, એનડીઆરએફ તથા સ્થાનિક પોલીસ તંત્રના દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે “અમારા સૈનિકો જીવ બચાવવા, ઘાયલોને મદદ પહોંચાડવા અને શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવા સતત પ્રયાસ કરી રહ્યા છે.”

આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ અને સાંબા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે લોકોને સાવધાની રાખવા, બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે.

ઘટના સમયે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી ભવન તરફ યાત્રા પર હતા, જેના કારણે માર્ગ પર ભારે ભીડ હતી. આ દુર્ઘટના પછી તાત્કાલિક યાત્રા બંધ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

The post વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/vaishno-devi-yatra-landslide-tragedy-31-dead/feed/ 0