Valsad heavy rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/valsad-heavy-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 07 Sep 2025 03:41:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Valsad heavy rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/valsad-heavy-rain/ 32 32 અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/ https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/#respond Sun, 07 Sep 2025 03:41:09 +0000 https://www.gujaratinside.com/?p=18627 અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

આ દરમ્યાન બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાળી પાસે સાબરમતી નદી વચ્ચે 8 લોકો ફસાયા હતા. SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. GPSC પરીક્ષા કેન્દ્રોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ વિવિધ ડેમના જળસ્તર અને વરસાદની આવક અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંભવિત કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 12 NDRF અને 20 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. કપરાડામાં માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ અને 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ થયો હતો. તેમાં બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાણંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં જામકંડોરણા (2.85 ઇંચ), પ્રાંતિજ (2.75 ઇંચ), બાયડ અને ઉમરગાંવ (2.60 ઇંચ)માં વરસાદ પડ્યો હતો. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

 

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/feed/ 0
વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો https://www.gujaratinside.com/2025/08/20/valsad-heavy-rain-kaprada-7-5-inch-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/20/valsad-heavy-rain-kaprada-7-5-inch-waterlogging/#respond Wed, 20 Aug 2025 13:16:32 +0000 https://www.gujaratinside.com/?p=16816 રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ નોંધાયો છે. પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે...

The post વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ નોંધાયો છે. પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી શહેરના નવા અને જૂના રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહારમાં ખલેલ પહોંચી છે. ઉમરગામ તાલુકાના નાહુલી, સંજાણ અને ભિલાડ અંડરપાસ પણ પાણીમાં સપાટી પર આવી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

વલસાડ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં 6.1 ઇંચ અને દમણમાં 4 ઇંચ વરસાદ નોંધાતા આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ સાવચેતી રાખે અને નદી કિનારાના વિસ્તારોમાં ન જાય.

 

The post વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/valsad-heavy-rain-kaprada-7-5-inch-waterlogging/feed/ 0