Vice President Election Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vice-president-election/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 04:41:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Vice President Election Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vice-president-election/ 32 32 ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા https://www.gujaratinside.com/2025/09/08/pm-modi-sits-last-row-bjp-mp-workshop/ https://www.gujaratinside.com/2025/09/08/pm-modi-sits-last-row-bjp-mp-workshop/#respond Mon, 08 Sep 2025 05:05:19 +0000 https://www.gujaratinside.com/?p=18701 નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ...

The post ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ.

વર્કશોપની શરૂઆતમાં ભાજપ સાંસદોએ જીએસટી સુધારા માટે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ સાંસદોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ દરમિયાન ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશને સોશિયલ મીડિયા પર પીએમ મોદીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે – “સાંસદોની વર્કશોપમાં અંતિમ હરોળમાં બેઠેલા પીએમ મોદી. આ છે ભાજપની તાકાત, જ્યાં દરેક વ્યક્તિ કાર્યકર છે.” તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ.

જીએસટી મુદ્દે સાંસદ જગદંબિકા પાલે પ્રશંસા કરતાં કહ્યું કે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય ટેરિફના દબાણ સામે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે વિપક્ષની ટીકા કરતાં જણાવ્યું કે, “એક સમયે વિપક્ષ જીએસટીને ‘ગબ્બરસિંહ ટેક્સ’ કહેતો હતો, અને આજે તે જ સુધારાનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.”

આ વર્કશોપનો હેતુ સાંસદોની સંસદીય કુશળતા, શાસન રણનીતિઓ અને રાજકીય સંચારને વધુ મજબૂત કરવાનો હતો. સાથે જ કેન્દ્ર સરકારના વિકાસ એજન્ડાને આગળ ધપાવવા અને વિપક્ષની ટીકા સામે વ્યૂહરચના ગોઠવવા મુદ્દે ચર્ચા થઈ.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે યોજાનાર છે, તે પહેલાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી. વર્કશોપ બાદ સોમવારે એનડીએ સાંસદો માટે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ડીનર પાર્ટીનું આયોજન હતું, પરંતુ પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પૂરની ગંભીર પરિસ્થિતિને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.

 

The post ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/pm-modi-sits-last-row-bjp-mp-workshop/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/#respond Tue, 19 Aug 2025 06:04:10 +0000 https://www.gujaratinside.com/?p=16678 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઈડિયા ઑફ ઈન્ડિયા’ને બચાવવાની લડાઈ છે. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 12:30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાશે અને સાંજ સુધીમાં મજબૂત ઉમેદવારના નામની જાહેરાત થશે તેવી આશા છે.

બીજી તરફ, NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને તે પહેલાં ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે અને ચાર દાયકાથી વધુનો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમનો RSSની વિચારધારા સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/#respond Mon, 18 Aug 2025 15:11:48 +0000 https://www.gujaratinside.com/?p=16625 આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે ચૂંટણીમાં મહત્વનો ફર્ક પાડી શકે છે.

પીટીઆઈના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શાસક ગઠબંધનના ઉમેદવાર માટે પ્રાદેશિક પાર્ટીના સમર્થન માંગ્યું હતું. રાજકીય રીતે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે વાયએસઆર કોંગ્રેસ એનડીએનો ભાગ નથી અને ઈન્ડિયા ગઠબંધન સાથે પણ નથી, તેમ છતાં એનડીએને સમર્થન આપી રહી છે.

આ પહેલાં પણ વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું, જેમ કે રામનાથ કોવિંદ, દ્રૌપદી મુર્મુ, વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડના ઉમેદવારી સમયગાળા દરમિયાન. હાલમાં એનડીએ પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132 સાંસદોનું સમર્થન છે. વાયએસઆરસીપીના 11 સાંસદોના સમર્થન સાથે આ આંકડો 435થી વધુ પહોંચવાની સંભાવના છે, જે સી.પી. રાધાકૃષ્ણનની જીત લગભગ નિશ્ચિત બનાવે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એનડીએનું પ્રભાવ રાષ્ટ્રીય સ્તરે વધી રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો સાથેના તેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/#respond Mon, 18 Aug 2025 04:24:24 +0000 https://www.gujaratinside.com/?p=16577 ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ તેમના નામની જાહેરાત કરી.

NDA દ્વારા આ જાહેરાત બાદ હવે તમામની નજર તમિલનાડુના શાસક પક્ષ DMK અને તેના સાથીઓ પર છે. કારણ કે CP રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતારવાથી વિપક્ષ માટે બે પડકાર ઊભા થયા છે. પ્રથમ, તેઓ OBC સમુદાયના પ્રતિનિધિ છે, જેના પર DMKની પરંપરાગત પકડ છે. બીજું, તેઓ તમિલનાડુના પ્રાદેશિક ગૌરવ છે, જે DMK માટે રાજકીય સંવેદનશીલ મુદ્દો બની શકે છે.

આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી છે, તેથી I.N.D.I.A. ગઠબંધન માટે રાધાકૃષ્ણનનો વિરોધ કરવો મોંઘો સાબિત થઈ શકે છે. ભાજપ તેમને તમિલનાડુના ગૌરવ તરીકે પ્રચાર કરી શકે છે, જ્યારે DMKના મુખ્ય હરીફ AIADMK પણ આ મુદ્દાનો લાભ લઈ શકે છે. AIADMKના નેતા પલાનીસ્વામીએ કહ્યું કે રાધાકૃષ્ણનને તેમની જાહેર સેવા અને લોકો પ્રત્યેના સમર્પણ માટે આ સન્માન મળ્યું છે.

વિપક્ષના નેતાઓ આજે બેઠક કરવા જઈ રહ્યા છે જેથી 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થઈ શકે. છેલ્લી ચૂંટણીમાં જેમ પ્રાદેશિક લાગણીઓએ ભૂમિકા ભજવી હતી, તેવી આશા ભાજપને આ વખતે પણ છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/feed/ 0