Virar Building Collapse Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/virar-building-collapse/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 28 Aug 2025 05:29:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Virar Building Collapse Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/virar-building-collapse/ 32 32 દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત https://www.gujaratinside.com/2025/08/28/virar-building-collapse-birthday-tragedy-15-dead/ https://www.gujaratinside.com/2025/08/28/virar-building-collapse-birthday-tragedy-15-dead/#respond Thu, 28 Aug 2025 08:35:11 +0000 https://www.gujaratinside.com/?p=17579 મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર...

The post દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર પાંચ મિનિટ પછી ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો.

આ દુર્ઘટનામાં માસૂમ ઉત્કર્ષ અને તેની માતા આરોહી જૉયલનું મોત થયું, જ્યારે પિતા ઓમકાર જૉયલ હજુ કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમત બતાવી અને કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમને ઈજા થતાં વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ બચાવ કામગીરીમાં તનતોડ મહેનત કરી રહી છે.

વસઈ-વિરાર વિસ્તારમાં ગેરકાયદે અને અનધિકૃત બાંધકામો લોકોના જીવન માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે. માત્ર 15 દિવસ પહેલા ગેરકાયદે બાંધકામમાં કાચનો સ્લેબ પડતાં બે મજૂરોના મોત થયા હતા. આથી સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

વિરાર પોલીસે આ ઘટનામાં બિલ્ડર નીતલ ગોપીનાથ સાને અને જમીન માલિક સામે મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 52, 53 અને 54 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 હેઠળ FIR નોંધાવી છે. જોકે, આ મામલે હજુ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

 

The post દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/virar-building-collapse-birthday-tragedy-15-dead/feed/ 0
વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી : 3નાં મોત, 25 લોકો ફસાયેલા હોવાની આશંકા https://www.gujaratinside.com/2025/08/27/virar-building-collapse-mumbai-ndrf-rescue/ https://www.gujaratinside.com/2025/08/27/virar-building-collapse-mumbai-ndrf-rescue/#respond Wed, 27 Aug 2025 05:16:18 +0000 https://www.gujaratinside.com/?p=17443 મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર પૂર્વ વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ જતાં ભારે હાહાકાર મચ્યો. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ત્યારે...

The post વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી : 3નાં મોત, 25 લોકો ફસાયેલા હોવાની આશંકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર પૂર્વ વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ જતાં ભારે હાહાકાર મચ્યો. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ચોથા માળ પર એક વર્ષની બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. અચાનક બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાં કાટમાળમાં અનેક લોકો દટાયા. ઘટના બાદ તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી.

હાલ સુધીમાં પાંચ લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢી નજીકની VVCMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં કુલ 12 પરિવારો રહેતા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગ જૂનું હતું અને સતત વરસતા વરસાદને કારણે દીવાલોમાં તિરાડો પડી ગયેલી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગની બીજી વિંગને પણ ખાલી કરાવવામાં આવી છે.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને બિલ્ડિંગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા તમામ તંત્રો તત્પરતાથી કાર્યરત છે.

 

The post વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી : 3નાં મોત, 25 લોકો ફસાયેલા હોવાની આશંકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/virar-building-collapse-mumbai-ndrf-rescue/feed/ 0