Vocal for Local Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vocal-for-local/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 10:19:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Vocal for Local Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vocal-for-local/ 32 32 પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/#respond Sun, 31 Aug 2025 10:19:33 +0000 https://www.gujaratinside.com/?p=17876 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ...

The post પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ કરી.

પ્રતિભા સેતુ પોર્ટલ તે યુવાનો માટે ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમણે સિવિલ સર્વિસિસની તૈયારી કરી છે, પરંતુ ઓછા માર્ક્સના કારણે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું નથી. પોર્ટલ પર દસ હજારથી વધુ પ્રતિભાશાળી ઉમેદવારોની વિગતો એકત્રિત છે.આ પ્રતિભા સેતુ પોર્ટલ પરથી ખાનગી કંપનીઓ આ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની વિગતો મેળવી તેમની ભરતી કરી શકે છે.  આ પ્રયાસના પરીણામો પણ આવી રહ્યા છે. ઘણા ઉમેદવારોને પોર્ટલની મદદથી તુરંત નોકરી મળી છે.

પીએમ મોદીએ તહેવારના પ્રસંગે લોકોને ગિફ્ટ, કપડાં, સજાવટ સહિત તમામ વસ્તુઓ સ્વદેશી ખરીદવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે, એક જ મંત્ર હોવો જોઈએ ‘વોકલ ફોર લોકલ’, એક જ માર્ગ હોવો જોઈએ ‘આત્મનિર્ભર ભારત’ અને એક જ લક્ષ્ય ‘વિકસિત ભારત’.

 

The post પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-mann-ki-baat-swadeshi-pratibha-setu-portal/feed/ 0
ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’ https://www.gujaratinside.com/2025/08/02/pm-modi-response-trump-dead-economy-remark/ https://www.gujaratinside.com/2025/08/02/pm-modi-response-trump-dead-economy-remark/#respond Sat, 02 Aug 2025 11:37:40 +0000 https://www.gujaratinside.com/?p=15824 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ. પીએમ...

The post ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ.

પીએમ મોદીએ અપીલ કરતા કહ્યું કે દેશના દરેક નાગરિક, દુકાનદાર અને ગ્રાહકે આ સંકલ્પ લેવો જોઈએ કે તેઓ ફક્ત ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદશે, જે ભારતીય પરસેવાથી બનેલી હોય. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની જવાબદારી માત્ર સરકારની નથી, પરંતુ દરેક ભારતીયની છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે દુનિયાનું અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશોએ પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ પોતાના આર્થિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી પડશે.

પીએમ મોદીએ આગળ જણાવ્યું કે, “સરકાર આ દિશામાં અનેક પ્રયાસ કરી રહી છે, પરંતુ નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. માત્ર મોદી નહીં, પરંતુ ભારતનો દરેક નાગરિક દેશના હિતમાં સ્વદેશી અપનાવવાનું સંકલ્પ લે. જે લોકો દેશને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માંગે છે, તેઓએ દરેક ક્ષણે આ ભાવના પ્રસરાવવી પડશે.”

તેમણે સ્પષ્ટ કર્યું કે ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ હવે માત્ર સૂત્રો નહીં, પરંતુ વ્યવહારિક જીવનનો ભાગ બનવા જોઈએ.

The post ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/02/pm-modi-response-trump-dead-economy-remark/feed/ 0