Volodymyr Zelensky Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/volodymyr-zelensky/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 12:52:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Volodymyr Zelensky Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/volodymyr-zelensky/ 32 32 પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/ https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/#respond Thu, 04 Sep 2025 13:28:50 +0000 https://www.gujaratinside.com/?p=18366 યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત...

The post પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત તે સમયે જ થશે જ્યારે ચોક્કસ પરિણામ મળશે.”

પુતિન એ યુક્રેન સાથે સમાધાન અંગે વાત કરવા છતાં પોતાની મૌલિક માંગણીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં યુક્રેન દ્વારા નાટો જોડાવાની ઈચ્છા છોડવી અને રશિયન ભાષીઓ પ્રત્યે ભેદભાવ બંધ કરવો આવરી લેવાયેલ છે. પુતિન એ હૂંકાર ભર્યો કે જો વાતચીત ન થઈ, તો યુદ્ધ પૂર્ણ કરવા માટે મોસ્કો જરૂરી સૈન્ય પગલાં લઈ શકે છે.

જોકે, કીવ (યુક્રેન) મોસ્કોને મંત્રણા સ્થળ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આ વિચારને અસ્વીકાર્ય ગણાવ્યો છે. આ દરમિયાન, ઝેલેન્સ્કી વોશિંગ્ટન અને યુરોપીયન દેશોને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી રહ્યા છે. ટ્રમ્પે નેતાઓને મળીને રાજદ્વારી પ્રયાસો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, સાથે ચેતવણી આપી છે કે નિષ્ફળતા થાય તો રશિયા પર વધારાના પ્રતિબંધો લાગુ થઈ શકે છે.

પુતિન એ સ્પષ્ટ કર્યું કે રશિયા યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવું પસંદ કરશે, પરંતુ પોતાના દાવાઓ, જેમાં ચાર યુક્રેનિયન પ્રદેશો પર કબજો પણ સમાવિષ્ટ છે, છોડશે નહીં. તેઓએ જણાવ્યું કે આ વિસ્તારો પર કીવ અને પશ્ચિમ દેશો ગેરકાયદેસર રીતે દાવો કરે છે.

 

The post પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/feed/ 0
પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, ઝેલેન્સ્કીને તાત્કાલિક વોશિંગ્ટન બોલાવ્યા https://www.gujaratinside.com/2025/08/16/trump-invites-zelensky-to-washington-after-putin-meeting/ https://www.gujaratinside.com/2025/08/16/trump-invites-zelensky-to-washington-after-putin-meeting/#respond Sat, 16 Aug 2025 10:11:51 +0000 https://www.gujaratinside.com/?p=16439 અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ફોન કરીને તાત્કાલિક અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે. શનિવારે પુતિન સાથે થયેલી શિખર મંત્રણા પછી ટ્રમ્પે ઝેલેન્સ્કીને બેઠકના મુદ્દાઓ વિશે જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝેલેન્સ્કી 18 ઓગસ્ટે જ અમેરિકા પહોંચશે અને સોમવારે ટ્રમ્પને મળશે. અહેવાલ મુજબ,...

The post પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, ઝેલેન્સ્કીને તાત્કાલિક વોશિંગ્ટન બોલાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ફોન કરીને તાત્કાલિક અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે. શનિવારે પુતિન સાથે થયેલી શિખર મંત્રણા પછી ટ્રમ્પે ઝેલેન્સ્કીને બેઠકના મુદ્દાઓ વિશે જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝેલેન્સ્કી 18 ઓગસ્ટે જ અમેરિકા પહોંચશે અને સોમવારે ટ્રમ્પને મળશે.

અહેવાલ મુજબ, ઝેલેન્સ્કીની અગાઉની અમેરિકન મુલાકાત વિવાદાસ્પદ રહી હતી કારણ કે તે બેઠક અધવચ્ચે જ છોડી ગયા હતા. હવે આ મુલાકાતનો એજન્ડા યુક્રેન-રશિયા યુદ્ધ, અમેરિકન સહયોગ અને રશિયા પર દબાણ લાવવાની વ્યૂહરચના હશે. ટ્રમ્પ-પુતિનની તાજેતરની બેઠકમાં કોઈ નક્કર સહમતિ જાહેર કરવામાં આવી ન હતી.

ઝેલેન્સ્કીએ પ્રતિસાદ આપતાં જણાવ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે રચનાત્મક સહયોગ માટે તૈયાર છે અને તેમણે ટ્રમ્પના આમંત્રણને સ્વીકારીને વોશિંગ્ટનની મુલાકાતની પુષ્ટિ કરી છે.

 

The post પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, ઝેલેન્સ્કીને તાત્કાલિક વોશિંગ્ટન બોલાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-invites-zelensky-to-washington-after-putin-meeting/feed/ 0