Vote Theft Allegations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vote-theft-allegations/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 11:00:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Vote Theft Allegations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/vote-theft-allegations/ 32 32 રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/ https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/#respond Wed, 27 Aug 2025 11:00:03 +0000 https://www.gujaratinside.com/?p=17478 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે...

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે અને એ કારણે જ લોકો અમારી યાત્રા સાથે જોડાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રસ્તામાં મળેલા 6 વર્ષના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેમણે અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. પરંતુ રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, તો પછી એમને 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? કારણ છે વોટ ચોરી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોટાપાયે ગડબડી થઈ હતી. “ઓપિનિયન પોલ એક વાત કહી રહ્યા હતા, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું. વડાપ્રધાન મોદીએ પહેલેથી જ 300 બેઠકોનો દાવો કર્યો હતો અને એ જ પરિણામ આવ્યું. આ બધું ગુજરાત મોડલ પરથી શરૂ થયું છે,” એમ રાહુલ ગાંધીએ જણાવ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી તથા વીડિયો રેકોર્ડિંગથી મોટી છેતરપિંડીના પુરાવા મળ્યા છે. એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ નકલી મત મળી આવ્યા અને હજારો ડુપ્લિકેટ નામ પણ બહાર આવ્યા.

 

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/feed/ 0
‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/ https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/#respond Sun, 24 Aug 2025 12:00:21 +0000 https://www.gujaratinside.com/?p=17176 બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે.

તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે બિહારમાં વોટ ચોરી થવા દઇશું નહીં.”

રાહુલ ગાંધીના અનુસાર, તેમણે કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પુછ્યું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? જો કે, ચૂંટણી પંચનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. તેમણે જણાવ્યું કે, તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પંચે સોગંદનામું માંગ્યું, જ્યારે ભાજપના અનુરાગ ઠાકુરને તે જરૂરી ન હતું, જે પંચની તટસ્થતા પર પ્રશ્ન ઉભો કરે છે. તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પદ્ધતિ અને 65 લાખ બિહારી મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનો બાબત પર ઉઠાવ્યા પ્રશ્નો. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે રાહુલ મૌન રહ્યા.

તેજસ્વી યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ હવે એક “ગોદી પંચ” બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છે. તેમણે પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું. તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જણાવ્યું કે, તેઓ અફવાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિહાર પ્રવાસ દરમિયાન ઉલ્લેખ કરેલા ઘુસણખોરોના નામ ચૂંટણી પંચના સોગંદનામામાં સમાવિષ્ટ નથી.

કોંગ્રેસ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેના દ્વારા મતદારોમાં જાગૃતતા વધારવી અને તેમના અધિકારોને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. આ યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ જોડાયેલા છે, જેમણે વિવિધ જિલ્લાઓમાં જનસભા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા મતદારો સાથે સંવાદ કર્યો.

The post ‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી ઉઠાવ્યા પ્ર્શ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/rahul-gandhi-tejashwi-yadav-bihar-election-vote-fraud/feed/ 0
‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/ https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/#respond Sun, 17 Aug 2025 11:00:58 +0000 https://www.gujaratinside.com/?p=16523 ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ...

The post ‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે.

મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ ‘વોટ ચોરી’ જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આ મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરવાની હતી. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવી સંપૂર્ણપણે ખોટું છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “આ ગંભીર ચિંતાનો વિષય છે કે જિલ્લા સ્તરના પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી નથી પહોંચતા અથવા તો જમીની હકીકતોને અવગણીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”

 

The post ‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/feed/ 0