Voter ID Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-id/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 14:49:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Voter ID Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-id/ 32 32 બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/ https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/#respond Sun, 31 Aug 2025 14:52:36 +0000 https://www.gujaratinside.com/?p=17931 બિહારમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. ચૂંટણી પંચ હાલમાં રાજ્યમાં મતદાતા યાદીમાં વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા અમલમાં મૂકી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે પંચ હવે રાજ્યના તમામ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર કાર્ડ...

The post બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. ચૂંટણી પંચ હાલમાં રાજ્યમાં મતદાતા યાદીમાં વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા અમલમાં મૂકી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે પંચ હવે રાજ્યના તમામ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર કાર્ડ માટેની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને કેવી રીતે અમલમાં આવશે તે અંગે અંતિમ નિર્ણય હજી લેવાયો નથી. મતદારોને આપવામાં આવેલા ગણતરી ફોર્મમાં તાજેતરના ફોટા સાથે ફોર્મ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી. આ ફોટાનો ઉપયોગ મતદારોના રેકોર્ડ અપડેટ કરવા અને નવા ઓળખપત્ર તૈયાર કરવા માટે કરવામાં આવશે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે બિહારની અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. અગાઉ 1 ઓગસ્ટે જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદી મુજબ રાજ્યમાં કુલ 7.24 કરોડ મતદારો નોંધાયા છે. આ દરમિયાન લગભગ 30 હજાર લોકોએ પોતાના નામ ઉમેરવા માટે અરજી કરી છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, એટલે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભાવના મજબૂત છે.

 

The post બિહાર ચૂંટણી પહેલાં મતદારોને નવા ઓળખ કાર્ડ આપવાની ચૂંટણી પંચની યોજના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/bihar-elections-new-voter-id-card-plan/feed/ 0
આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/#respond Tue, 22 Jul 2025 08:30:17 +0000 https://www.gujaratinside.com/?p=15076 બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ...

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ દૂર કરી મતદારોને મતદાનથી વંચિત કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની બંધારણીય જવાબદારીના ભાગરૂપે ફક્ત નકલી મતદારોને દૂર કરવા કામ કરી રહ્યા છે અને સામાન્ય મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. તેમણે જણાવ્યુ હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને દેશભરમાં નકલી રાશન કાર્ડોની સંખ્યા મોટી છે, જે પાત્રતાની ખાતરી માટે અવિશ્વસનીય બને છે.

પંચે વધુમાં કહ્યું કે પાત્રતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રાશન કાર્ડનો સમાવેશ ખાસ કરીને નકલી દસ્તાવેજોની સંખ્યાને કારણે કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરી છે કે કોઇ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ દૂર થવા છતાં નાગરિકતા ગુમાવવાનો ભય રહેતો નથી.

સોગંદનામામાં ચૂંટણી પંચે એવી ખાતરી પણ આપી છે કે SIR (Special Summary Revision) પ્રક્રિયામાં કાયદાનું ઉલ્લંઘન થયો નથી અને કોઈના મૌલિક અધિકારોનું ભંગ કરાયું નથી.


 

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/feed/ 0