voter list duplicate names Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-list-duplicate-names/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 09:45:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png voter list duplicate names Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-list-duplicate-names/ 32 32 ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારોનો ખુલાસો, બનાવટી નામોના મોટા ગોટાળા https://www.gujaratinside.com/2025/09/05/uttar-pradesh-ai-survey-fake-voters-scam/ https://www.gujaratinside.com/2025/09/05/uttar-pradesh-ai-survey-fake-voters-scam/#respond Fri, 05 Sep 2025 09:45:30 +0000 https://www.gujaratinside.com/?p=18451 ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદીમાં બનાવટી નામોના મોટા ગોટાળા સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખુલ્યું કે રાજ્યમાં આશરે સવા કરોડ મતદારો એવા છે જેઓના નામ બે અલગ અલગ મતદાર યાદીમાં સામેલ છે. એટલે કે એક જ વ્યક્તિ ગ્રામ...

The post ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારોનો ખુલાસો, બનાવટી નામોના મોટા ગોટાળા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદીમાં બનાવટી નામોના મોટા ગોટાળા સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખુલ્યું કે રાજ્યમાં આશરે સવા કરોડ મતદારો એવા છે જેઓના નામ બે અલગ અલગ મતદાર યાદીમાં સામેલ છે. એટલે કે એક જ વ્યક્તિ ગ્રામ પંચાયત તથા નગર નિગમ બંનેમાં મતદાન કરી રહ્યો છે.

પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું કે ચૂંટણી પંચે તમામ જિલ્લાધિકારીઓને આ સર્વે રિપોર્ટના આધારે બીએલઓ દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. જે મતદારોના નામ બે સ્થળે છે, તેની ખાતરી થયા બાદ એક સ્થાનેથી નામ દૂર કરવામાં આવશે.

રાજભરે આ કૌભાંડ પાછળ કેટલાક નેતાઓની મિલીભગત હોવાનું આક્ષેપ કર્યું. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી જીતવા માટે સ્થાનિક સ્તરે નેતાઓ પોતાના સમર્થકોના નામ ખોટી રીતે મતદાર યાદીમાં સામેલ કરાવે છે.

આ મુદ્દે વિરોધ પક્ષે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારના વોટર લિસ્ટ વિવાદનો ઉલ્લેખ કરતાં એનડીએ પર વોટ ચોરીના આરોપો લગાવ્યા હતા. બિહારમાં SIR મિશન હેઠળ ચૂંટણી પંચે 65 લાખ મતદારોના નામ કાપ્યા હતા, જેના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટએ ચૂંટણી પંચને રદ કરાયેલા નામોની યાદી કારણ સાથે જાહેર કરવાની સૂચના આપી છે.

 

The post ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારોનો ખુલાસો, બનાવટી નામોના મોટા ગોટાળા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/uttar-pradesh-ai-survey-fake-voters-scam/feed/ 0