Voter List Scam Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-list-scam/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 17:06:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Voter List Scam Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-list-scam/ 32 32 રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/ https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/#respond Sun, 17 Aug 2025 17:06:27 +0000 https://www.gujaratinside.com/?p=16565 ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર પણ એ જ વાત કરે છે જે હું કહું છું, તેમ છતાં તેમની પાસેથી સોગંદનામું માંગવામાં આવતું નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં કોંગ્રેસ દ્વારા ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ નવી મતદાર યાદીમાં ફાયદો મેળવે છે જ્યારે મતદાર યાદીઓમાં ગડબડ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે CCTV ફૂટેજ અને ઇલેક્ટ્રોનિક મતદાર યાદી માંગ્યા ત્યારે ચૂંટણી પંચે આપવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીએ અને ગૃહમંત્રીએ એવો કાયદો બનાવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી શક્ય નથી. “આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો કે ભવિષ્યમાં કોઈ પણ રીતે વોટ ચોરીને રોકી ન શકાય,” એમ રાહુલ ગાંધીએ દાવો કર્યો.

“અમે વોટ ચોરી થવા દઈશું નહીં. વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચે સમજવું જોઈએ કે હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી,” એમ જણાવતાં રાહુલ ગાંધી બિહારમાં યોજાયેલી રેલીમાં લોકો સાથેના જોડાણ અને લોકશક્તિને પણ ઉજાગર કરી હતી. પોલીસના બેરીકેડ હોવા છતાં કોંગ્રેસ કાર્યકરો લોકો સુધી પહોંચ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટે પોતાની માંગ રજૂ કરી.

The post રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/rahul-gandhi-slams-election-commission-voter-rights-yatra/feed/ 0
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ https://www.gujaratinside.com/2025/08/07/rahul-gandhi-alleges-voter-fraud-maharashtra-elections/ https://www.gujaratinside.com/2025/08/07/rahul-gandhi-alleges-voter-fraud-maharashtra-elections/#respond Thu, 07 Aug 2025 09:55:41 +0000 https://www.gujaratinside.com/?p=15989 કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની...

The post મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે.

રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની મદદથી દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં લગભગ 40 લાખ મતદારો એવા છે જેમની ઓળખ શંકાસ્પદ છે. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચને ઘણા વખતથી ઇલેક્ટ્રોનિક ડેટા માગ્યો હોવા છતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું છે. તેમણે આને ‘મિલીભગત’ ગણાવીને સીધો આક્ષેપ કર્યો કે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે મતચોરી માટે ગેરકાયદેસર ગઠજોડ છે.

https://youtu.be/KPVF6ihjaz4

આ મુદ્દાને સાબિત કરવા માટે રાહુલ ગાંધીએ કર્ણાટકની બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપ્યું. જ્યાં તેમણે જણાવ્યું કે 6.5 લાખ જેટલાં મતો પૉલ થયા હતા પરંતુ ચકાસણીમાં જાણવા મળ્યું કે એક લાખથી વધુ મતદારો ડુપ્લીકેટ હતાં અને ઘણી એન્ટ્રીઓ ખોટા સરનામાં પર આધારિત હતી. તેમણે દાવો કર્યો કે 11 હજાર લોકો ત્રણ વખત મત આપી ચૂક્યા છે, જ્યારે એક જ રૂમમાં 80થી વધુ મતદારો નોંધાયેલા છે.

રાહુલના દાવા મુજબ, મતચોરીની પ્રક્રિયા પાંચ અલગ-અલગ રીતોથી થઇ રહી છે – જેમાં ડુપ્લીકેટ વોટર્સનો સમાવેશ, ખોટા સરનામા, બલ્ક વોટર્સ, અયોગ્ય ફોટા અને ફોર્મ 6નો દુરૂપયોગ થાય છે.

તેમણે જણાવ્યું કે દેશભરમાં નકલી મતદારોની સંખ્યા વધી રહી છે અને કોંગ્રેસ દ્વારા છ મહિના સુધી ચાલેલી જાતે કરેલી તપાસ પછી આ વિગતો બહાર લાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા આક્ષેપ કરતા કહ્યું કે આ તમામ ગેરરીતિઓ ભારતની લોકશાહી માટે ઘાતક સાબિત થઈ શકે છે અને ચૂંટણી પંચે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

The post મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/rahul-gandhi-alleges-voter-fraud-maharashtra-elections/feed/ 0