Water Management Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/water-management/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 30 Aug 2025 15:00:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Water Management Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/water-management/ 32 32 સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/ https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/#respond Sat, 30 Aug 2025 16:25:30 +0000 https://www.gujaratinside.com/?p=17829 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ નોંધાયો.

ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટી 24 સે.મી. વધતાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23,501 ક્યુસેક છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8,850.40 MCM છે. સપાટી વધતા તંત્ર દ્વારા 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડાયું છે.

નદીમાં પાણી છોડાયના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/feed/ 0
ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/ https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/#respond Mon, 25 Aug 2025 13:03:24 +0000 https://www.gujaratinside.com/?p=17289 ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક...

The post ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક પગલાં લીધાં.

પરંતુ પાકિસ્તાનની વ્યૂહનીતિ એ દર્શાવે છે કે તેમણે આ માનવતાભર્યા પગલાને રાજકીય રીતે વાપરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતે આ એલર્ટ સિંધુ જળ સંધિ હેઠળ આપ્યું છે, જ્યારે એ સંધિ અત્યાર સુધી રદ કરવામાં આવી ચુકી છે. પાકિસ્તાનનુ કહેવું છે કે ભારતે તેની પૂર્વીય નદીઓ પર નિયંત્રણ મજબૂત કર્યું છે, જેમાં સતલુજ, બ્યાસ અને રાવી નદીઓનો સમાવેશ થાય છે.

ભારતે સતલુજ નદીમાં પાણી છોડવાથી પાકિસ્તાનના પંજાબમાં પૂરનો ખતરો સર્જાયો છે. બહાવલનગર શહેર અને આસપાસના ગામડાઓમાં પૂરથી જનજીવન પર અસર પડી છે અને હજારો એકર જમીન પર ઉભો પાક નષ્ટ થયો છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 1122 લોકો અને 928 પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા, POK અને પંજાબમાં પૂર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધી 788 લોકોના જીવ ગયા છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનો ખતરો વધી રહ્યો છે, જ્યારે સતલુજ નદીમાંથી છોડાયેલા પાણીના કારણે ગંદાસિંહવાલામાં પૂર સર્જાયો છે.

 

The post ભારતે પાકિસ્તાનને પૂર અંગે સમયસર ચેતવણી આપી, છતાં પશ્ચિમ પાંખે થયૂ તણાવ અને નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-pakistan-flood-alert-tawi-sutlej-rivers/feed/ 0