Weather warning Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/weather-warning/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:18:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Weather warning Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/weather-warning/ 32 32 બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/ https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/#respond Sat, 20 Sep 2025 11:10:54 +0000 https://www.gujaratinside.com/?p=19692 ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

 

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/feed/ 0
પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું https://www.gujaratinside.com/2025/09/06/panam-dam-gates-open-flood-alert/ https://www.gujaratinside.com/2025/09/06/panam-dam-gates-open-flood-alert/#respond Sat, 06 Sep 2025 12:35:47 +0000 https://www.gujaratinside.com/?p=18590 પંચમહાલ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રૂપે વધી છે. તાજેતરના વરસાદના કારણે પાનમ ડેમના 7 દરવાજા ખોલી 8 ફૂટ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં 78,356 ક્યુસેક પાણી પાનમ નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પાનમ ડેમની હાલની...

The post પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રૂપે વધી છે. તાજેતરના વરસાદના કારણે પાનમ ડેમના 7 દરવાજા ખોલી 8 ફૂટ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં 78,356 ક્યુસેક પાણી પાનમ નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

પાનમ ડેમની હાલની જળ સપાટી 127.20 મીટર છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર ગણવામાં આવી છે. ડેમના રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના લોકોને સલામત સ્થળે રહેવા અને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

સાથે જ મહીસાગર નદીનું જળસ્તર પણ ભારે વરસાદના કારણે વધ્યું છે. કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 80 હજાર ક્યુસેકથી વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે. મહીસાગર નદીકાંઠાના ગામો જેવા કે બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી અને સાદરા પાણીના વહેણથી અસરગ્રસ્ત થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના મોંઘા પાક જેમ કે ધાન, મકાઈ, શાકભાજી, તમાકુ અને ઘાસચારોને મોટાપાયે નુકસાન થયું છે.

સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દળ ઘટનાસ્થળે તાત્કાલિક તંત્ર અને સાવધાની માટે જાગૃત છે, જેથી લોકોને સલામતી પુરવાર કરવામાં આવે.

 

The post પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/panam-dam-gates-open-flood-alert/feed/ 0