White House Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/white-house/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 06:26:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png White House Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/white-house/ 32 32 ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા https://www.gujaratinside.com/2025/09/09/trump-epstein-explicit-letter-allegation/ https://www.gujaratinside.com/2025/09/09/trump-epstein-explicit-letter-allegation/#respond Tue, 09 Sep 2025 09:00:11 +0000 https://www.gujaratinside.com/?p=18855 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10...

The post ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10 અબજ ડોલરની માનહાનિની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે.

જેફ્રી એપસ્ટીન એક પ્રભાવશાળી ધનવાન ફાઇનાન્સર હતા, જેમણે 2019માં ન્યૂયોર્કની જેલમાં આત્મહત્યા કરી હતી. તેઓ સગીર છોકરીઓના યૌન શોષણ અને ટ્રાફિકિંગ કેસમાં સુનાવણી માટે રાહ જોઈ રહ્યા હતા. આ પત્ર 2003માં એપસ્ટીનના 50મા જન્મદિવસના આલ્બમનો ભાગ હતો.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે કે, “આ મારા શબ્દો નથી, ન તો આ મારી બોલવાની રીત છે. હું આ પ્રકારની તસવીર બનાવતો નથી.” વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પણ જણાવ્યું કે ટ્રમ્પે આ પત્ર પર ક્યારેય સહી નહોતી કરી. ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ટેલર બુડોવિચે ટ્રમ્પની ભૂતકાળની સહીઓની તસવીરો શેર કરીને સ્પષ્ટતા કરી કે આ તેમની સહી નથી.

આ ખુલાસાથી ટ્રમ્પ અને એપસ્ટીનની જૂની મિત્રતા પર ફરી સવાલો ઊભા થયા છે. ટ્રમ્પએ જણાવ્યું કે તેમણે લગભગ 20 વર્ષ પહેલાં એપસ્ટીન સાથે સંબંધ તોડી નાખ્યો હતો, કારણકે તે માર્એ-એ-લાગો રિસોર્ટમાં કામ કરતી કેટલીક છોકરીઓ સાથે ખોટું વર્તન કરતો હતો, જેમાં વર્જિનિયા ગ્યુફ્રેનો પણ સમાવેશ થાય છે.

 

The post ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/trump-epstein-explicit-letter-allegation/feed/ 0
ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન” https://www.gujaratinside.com/2025/08/29/jd-vance-on-trump-health-fit-and-energetic/ https://www.gujaratinside.com/2025/08/29/jd-vance-on-trump-health-fit-and-energetic/#respond Fri, 29 Aug 2025 05:00:14 +0000 https://www.gujaratinside.com/?p=17635 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિવેદનો અને નિર્ણયો માટે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ઊભી થઈ છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સે જાહેરમાં કહ્યું કે, “ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની અંદર અદ્ભુત ઊર્જા છે.” વેન્સે વધુમાં કહ્યું કે, “ટ્રમ્પ માત્ર તેમનો કાર્યકાળ પૂરું જ નહીં કરે, પરંતુ...

The post ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિવેદનો અને નિર્ણયો માટે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ઊભી થઈ છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સે જાહેરમાં કહ્યું કે, “ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની અંદર અદ્ભુત ઊર્જા છે.”

વેન્સે વધુમાં કહ્યું કે, “ટ્રમ્પ માત્ર તેમનો કાર્યકાળ પૂરું જ નહીં કરે, પરંતુ ભવિષ્યમાં અમેરિકન નાગરિકો માટે ઐતિહાસિક કાર્ય કરશે. હું ઉપપ્રમુખ તરીકે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છું. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાય, તો હું જવાબદારી સંભાળવા સક્ષમ છું.”

Trump covering up 'IV wounds with makeup'? Internet hints at 'congestive  heart failure' amid Biden deja vu - Trending News | The Financial Express

ટ્રમ્પની તંદુરસ્તી પર વિશ્વાસ

એક ઇન્ટરવ્યુમાં વેન્સે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ દિવસ-રાત કામ કરનારા નેતા છે. તેમણે કહ્યું કે, “મને પૂર્ણ વિશ્વાસ છે કે અમેરિકન પ્રમુખનું સ્વાસ્થ્ય ઉત્તમ છે. તેઓ પોતાની અવધિ સફળતાપૂર્વક પૂરી કરશે અને દેશ માટે વિશેષ કાર્ય કરશે.”

પ્રમુખ બનવા અંગેનો જવાબ

40 વર્ષીય જેડી વેન્સ, જે અમેરિકાના ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવા ઉપપ્રમુખ છે, તેમણે પોતાની ભૂમિકા વિશે જણાવ્યું કે, “જો ટ્રમ્પને કંઈ થાય તો હું પ્રમુખ બનવા માટે તૈયાર છું. ઉપપ્રમુખ તરીકે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું એ મારી ફરજ છે. છેલ્લા 200 દિવસમાં મળેલ અનુભવ પોતે જ એક ઉત્તમ ટ્રેનિંગ છે. કોઈ મોટી ઘટના બને, તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું.”

Doctor's 'concern' for Donald Trump's health after worrying sign appears |  World | News | Express.co.uk

ટ્રમ્પ – અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રમુખ

જાન્યુઆરીમાં શપથ લીધા પછી ટ્રમ્પ 78 વર્ષ અને સાત મહિનાની ઉંમરે અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બન્યા. જો તેઓ હાલનો કાર્યકાળ પૂર્ણ કરશે, તો તેઓ ઈતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રમુખ તરીકે નોંધાશે. હાલ તેઓ ત્રીજા કાર્યકાળ માટે લાયક નથી, તેમ છતાં તેમણે 2028ની ચૂંટણીમાં ભાગ લેવાના સંકેત ઘણા વખત આપ્યા છે.

The post ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/jd-vance-on-trump-health-fit-and-energetic/feed/ 0
ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/ https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/#respond Sat, 23 Aug 2025 04:01:33 +0000 https://www.gujaratinside.com/?p=17009 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ...

The post ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અમેરિકન સેનેટની મંજૂરી મળ્યા બાદ તેઓ સત્તાવાર રીતે ભારતના નવા કાયમી અમેરિકન એમ્બેસેડર બનશે.

ગણનિય બાબત એ છે કે એરિક ગારસેટ્ટીને હટાવ્યા બાદ લગભગ સાત મહિનાની રાહ પછી અમેરિકા દ્વારા ભારત માટે કાયમી રાજદૂતની નિમણૂક કરવામાં આવી છે. સર્જિયો ગોર ભારતના 26મા અમેરિકન એમ્બેસેડર બનશે. ટ્રમ્પે તેમના પોસ્ટમાં જણાવ્યું કે, “મને આનંદ છે કે હું સર્જિયો ગોરને ભારતના આગામી એમ્બેસેડર તરીકે તથા દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે નિયુક્ત કરી રહ્યો છું.”

 

The post ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/feed/ 0
વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’ https://www.gujaratinside.com/2025/08/22/white-house-peace-india/ https://www.gujaratinside.com/2025/08/22/white-house-peace-india/#respond Fri, 22 Aug 2025 14:35:21 +0000 https://www.gujaratinside.com/?p=16980 વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા. નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે...

The post વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા.

નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે તેની તેલની જરૂરિયાતનો ૩૦-૩૫ ટકા રશિયાથી મેળવે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત રશિયન તેલને ડિસ્કાઉન્ટ સાથે ખરીદીને તેને રીફાઇન કરી અન્ય દેશોમાં વેચે છે.

અમેરિકાની ભારત સાથેની વેપાર તુલા પર ચર્ચા કરતાં નેવર્રોએ જણાવ્યું કે, તેને કારણે અમેરિકાના કામદારો અને સામાન્ય જનતાને નુકસાન થાય છે. તેથી, અમેરિકાએ ભારત પર આશરે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે, જેને તેઓ ‘મહારાજા-ટેરિફ’ કહી રહ્યાં છે.

આ ઉપરાંત, તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત હવે ચીન સાથે પણ સમજૂતી કરી રહ્યું છે, જે અંતે ક્રેમ્લિન માટે ફાયદાકારક બની શકે છે. પીટર નેવર્રોએ ફરી એકવાર કહ્યું, ‘હું ભારતને પસંદ કરું છું, પરંતુ તેના પર ભારે ટેરિફની અસર અંતે અમેરિકાને જ થશે.’

The post વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/white-house-peace-india/feed/ 0
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/ https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/#respond Fri, 15 Aug 2025 13:22:15 +0000 https://www.gujaratinside.com/?p=16381 ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...

The post ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને તોડી પાડી રહ્યા હતા અને છ-સાત જેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે બંને દેશો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હતા.

ભારતનું કહેવું છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંન્ને દેશોના DGMO વચ્ચે સીધા સંવાદ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પ દાવો કરે છે કે તેમના પ્રયાસોથી ceasefire શક્ય બન્યું. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે છેલ્લા છ મહિનામાં તેમણે છ યુદ્ધોનો અંત લાવ્યો છે અને તેને ગર્વ છે. 10 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે જો બંન્ને દેશો લડાઈ બંધ કરશે, તો અમેરિકા તેમની સાથે મોટા પ્રમાણમાં વેપાર કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલાસ્કામાં મળવા જઈ રહ્યા છે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી મુશ્કેલ સાબિત થયું. જો હું રાષ્ટ્રપતિ ન હોત, તો પુતિન યુક્રેન પર કબજો કરી લેત.

 

The post ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/trump-claims-prevented-india-pakistan-nuclear-war/feed/ 0
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/ https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/#respond Thu, 07 Aug 2025 03:34:09 +0000 https://www.gujaratinside.com/?p=15973 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન સહિતના દેશો પણ રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદે છે તો ફક્ત ભારત પર જ ટેરિફ કેમ? તો ટ્રમ્પે જવાબમાં કહ્યું કે, “હજુ તો ફક્ત 8 કલાક થયા છે… આગળ તમે ઘણું જોવાનો બાકી છે. ઘણા ‘સેકન્ડરી સૈંક્શન્સ’ આવશે.”

ટ્રમ્પે ચીન પર પણ આવાં પગલાંની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ભારત ચીન પછી બીજે ક્રમે છે. આપણે જે ભારત સાથે કર્યું છે તે અન્ય દેશો પર પણ લાગુ થશે.” તેમના વહીવટીતંત્ર અનુસાર, ભારત રશિયાનું યુદ્ધ યંત્ર ચાલુ રાખવામાં ઈંધણ પુરું પાડી રહ્યું છે. ટ્રમ્પે આરોપ મૂક્યો કે, ભારત રશિયા દ્વારા યુદ્ધ ચલાવવાના સાધનને ફંડિંગ આપી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ પણ ટેરિફ વધારાના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે, “આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.” ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની ના પાડી છે, જેને કારણે આ સખત નીતિ અપનાવવી પડી છે.

ટ્રમ્પે 30 જુલાઈએ પ્રથમ વખત 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટથી લાગૂ થશે. ત્યારબાદ, 6 ઓગસ્ટે વધુ એક 25% ટેરિફ જાહેર કરાઈ છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ રીતે, ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે. ચીન માટે, તેમણે હાલમાં ટેરિફ 90 દિવસ માટે સ્થગિત રાખ્યું છે.

વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે ભારત રશિયન ઓઇલ ખરીદે છે. ભારતના કહેવા પ્રમાણે, 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવી તે દેશની પ્રથમતા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ફક્ત ભારતને ટારગેટ કરવું ન્યાયસંગત નથી અને ભારત તમામ રાષ્ટ્રીય હિતોને રક્ષવા માટે જરૂરી પગલાં લેશે.

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/feed/ 0