Woman Injured Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/woman-injured/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 11:54:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Woman Injured Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/woman-injured/ 32 32 વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી https://www.gujaratinside.com/2025/09/21/viramgam-two-accidents-two-deaths-one-injured/ https://www.gujaratinside.com/2025/09/21/viramgam-two-accidents-two-deaths-one-injured/#respond Sun, 21 Sep 2025 12:40:57 +0000 https://www.gujaratinside.com/?p=19801 અમદાવાદના વિરમગામ પંથકમાં રવિવારે બે અલગ-અલગ અકસ્માતોમાં બે લોકોના દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. પહેલી ઘટના શાહપુર પાસે બની હતી, જ્યાં એક ST બસની અડફેટે બાઇકચાલકનું કરુણ મોત થયું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજો ગંભીર અકસ્માત વિરમગામ-નળસરોવર રોડ પર સર્જાયો હતો, જ્યાં બાઇકચાલક રસ્તા પર...

The post વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના વિરમગામ પંથકમાં રવિવારે બે અલગ-અલગ અકસ્માતોમાં બે લોકોના દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.

પહેલી ઘટના શાહપુર પાસે બની હતી, જ્યાં એક ST બસની અડફેટે બાઇકચાલકનું કરુણ મોત થયું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બીજો ગંભીર અકસ્માત વિરમગામ-નળસરોવર રોડ પર સર્જાયો હતો, જ્યાં બાઇકચાલક રસ્તા પર અચાનક આવી પહોચેલી ભેંસ સાથે અથડાયો.

ટક્કર ગંભીર હોવાને કારણે બાઇકચાલકનું મોત નિપજ્યું અને પાછળ બેઠેલી મહિલાને ઈજાઓ થઈ, જેને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી. આ ઘટનાના પછી લોકોના ટોળા ઉમટી પડ્યા અને સ્થળ પર ભયનું માહોલ છવાયું.

નળસરોવર પોલીસએ બંને દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાઓએ વાહનચાલકોની સાવચેતીની જરૂરિયાત અને રસ્તા પર પશુઓના અચાનક આવતા જોખમને ફરી એકવાર જાહેર કર્યું છે. સ્થાનિક સત્તાવાળાઓએ રસ્તાઓ પર પશુઓના ભટકતા ન રહે તે માટે પગલાં લેવા અનિવાર્ય છે.

 

The post વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/viramgam-two-accidents-two-deaths-one-injured/feed/ 0
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/ https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/#respond Sun, 20 Jul 2025 13:25:26 +0000 https://www.gujaratinside.com/?p=14998 ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને  નીકળેલી કારે અચાનક સાફ સફાઈ કરી રહેલી મહિલા સફાઈકર્મીને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ મહિલાની હાલત ગંભીર બની ગઈ અને તે જમીન પર પટકાઈ પડી. આ ઘટના બાદ કારચાલક એ અકસ્માત સર્જીને કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર તુરંત ગાડી લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

ગુજરાતમાં આવી ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે અને લોકોમાં રોડ સલામતી અને ડ્રાઇવિંગ શિસ્ત અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે.

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/feed/ 0