કોણ ચૂંટણી લડી શકે? કેટલી ઉંમર અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે? જાણો ભારતનું બંધારણ શું કહે છે

Home » News » કોણ ચૂંટણી લડી શકે? કેટલી ઉંમર અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે? જાણો ભારતનું બંધારણ શું કહે છે
કોણ ચૂંટણી લડી શકે? કેટલી ઉંમર અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે? જાણો ભારતનું બંધારણ શું કહે છે


આપણો આખો દેશ લોકશાહીના મહાન તહેવાર એટલે કે સામાન્ય ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ચૂંટણી એ તમારા પ્રદેશ, રાજ્ય કે દેશના નેતૃત્વની લગામ તમારી પસંદગીના નેતાને સોંપવાની તક છે એટલે રાહ જોવી એ પણ સ્વાભાવિક વાત છે.

ભારતમાં ટૂંક સમયમાં 18મી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષોની સાથે ચૂંટણી પંચે પણ પુરી ખંતથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને લઈને ઘણા લોકોના મનમાં અનેક સવાલો હશે.

તમે એ પણ જાણવા માગો છો કે આપણા દેશમાં કોણ ચૂંટણી લડી શકે છે અને કોણ નહીં. તો ચાલો આજે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ. તો ચાલો જાણીએ ભારતમાં ચૂંટણીમાં ઉભા રહેવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર છે.

કોણ ચૂંટણી લડી શકે?

ભારતીય બંધારણના અનુચ્છેદ 84-A મુજબ સંસદના સભ્ય બનવા માટે કોણ લાયક છે તેની માહિતી આપવામાં આવે છે. આ મુજબ જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. ચૂંટણી લડવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેનાથી નાની ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.

જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 4(ડી) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતવિસ્તારની મતદાર યાદીમાં નથી તે ચૂંટણીમાં ઊભા રહી શકે નહીં.

આ સિવાય કોઈ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. આ સિવાય તમામ લોકો ચૂંટણી લડી શકવા માટે પોતાનું નામ નોંધાવી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ ચૂંટણી લડે છે, ત્યારે ઉમેદવારે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા મુજબ ઘણા બધા ફોર્મ ભરવાના હોય છે. આ ફોર્મમાં ઉમેદવારે મિલકતથી લઈને શિક્ષણ, સરનામું, કોર્ટ કેસ વગેરેની માહિતી આપવાની હોય છે. આ ઉપરાંત ઘણા પ્રશ્નોના જવાબ અલગ-અલગ ફોર્મમાં આપવાના હોય છે અને ઘણા બધા પ્રશ્નોની ખરાઈ કરવા માટે દસ્તાવેજોની પણ જરૂર પડે છે.

જો કે, ઉમેદવારની વ્યક્તિગત ઓળખ, સરનામું, ઉંમર, મિલકત (જેની માહિતી આપવામાં આવી છે), અને કોર્ટ કેસને લગતા તમામ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. આ ઉપરાંત હોમ ટેક્સની ચૂકવણીની રસીદ, તમામ ટેક્સ ભરવાની રસીદ વગેરે જેવી માહિતી પણ આપવાની રહેશે. જો તમે કોઈ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છો તો તમારે સિમ્બોલ એલોટમેન્ટ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે.

Leave a Reply

Your email address will not be published.