ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! ખાલી થઈ જશે બૅન્ક ખાતું

ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! ખાલી થઈ જશે બૅન્ક ખાતું

ઓનલાઈન ચીટિંગ કરતાં ગઠિયાઓ જૂની-નવી પદ્ધતિઓ અપનાવીને સતત સક્રિય રહે જ છે. બે વર્ષ અગાઉ અઢળક લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો છે તેવી નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિન્ક મોકલવામાં આવતી હતી. છેલ્લા થોડા સમયથી ફરી વખત ટ્રાફિક નિયમભંગ કર્યાની નોટિસ સાથે લિન્ક મોકલાય છે. આ લિન્કથી ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઈટ કે એપ્લિકેશન ખુલે તેમાં દર્શાવેલી બેન્ક ખાતાં તેને સંલગ્ન વિગતો લખવામાં આવતાં જ બેન્ક ખાતું હેક કરીને પૈસા સેરવી લેવામાં આવતાં હોવાથી ઘટનાઓ બની રહી છે. નિયમ તોડ્યો ન હોય તો પણ ઈ-ચલાન નોટિસ મોકલીને ઠગાઈ કરતાં સાયબર ગઠિયાઓ સામે સતર્કતા માટે યુ.આર.એલ.ને ધ્યાનપૂર્વક સમજવા અને ચકાસવા જરૂરી બન્યાં છે.

ટ્રાફિક પોલીસ કે પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઈટ કે એપ્લિકેશનની લિન્ક મોકલી બેન્ક ખાતું હેક કરીને ઠગાઈ

ઈ-ચલાન સ્કેમ અંતર્ગત પહેલાં તો ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેઈલ કરીને તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને તમારે દંડ ભરવો પડશે તેવી જાણ કરવામાં આવે છે. પોલીસ જેવો લોગો સાથેના આ મેસેજમાં આપેલી લિન્ક ઉપર દંડની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવે છે. આરટીઓ કે ટ્રાફિક પોલીસની ઈ-પરિવહન વેબસાઈટ જેવી જ એપ્લિકેશન હોય તેવી લિન્ક મોકલવામાં આવે છે. આ લિન્ક ઉપર ક્લિક કરતાં જ ઈ-પરિવહન જેવી નકલી એપ્લિકેશન તમારા મોબાઈલ ફોન ઉપર ડાઉનલોડ કરવા જણાવાય છે.

Leave a Reply

Your email address will not be published.