પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ઘેરા વિવાદમાં ફસાઈ ગયો છે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ)એ દિલજીત દોસાંઝને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે.
‘બોર્ડર 2’ની ટીમ સાથે બેઠક, દિલજીતને દૂર કરવાની માંગ
FWICEના પ્રમુખ બીએન તિવારીએ માહિતી આપી કે તેમની ‘બોર્ડર 2’ ફિલ્મના નિર્માતાઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તેઓએ દિલજીતને ફિલ્મમાંથી દૂર કરવાની સ્પષ્ટ માંગ કરી. જોકે ફિલ્મના નિર્માતા અને ટી-સિરીઝના વડા ભૂષણ કુમારે જણાવ્યુ હતું કે, “ફિલ્મનું 80% શૂટિંગ પૂરું થઈ ગયું છે અને દિલજીતના તમામ દ્રશ્યો પણ શૂટ થઈ ચૂક્યા છે, તેથી હવે ફરીથી શૂટિંગ શક્ય નથી.”
પ્રોડક્શન હાઉસને થઈ શકનાર નુકસાનને ધ્યાનમાં રાખીને FWICE એ દિલજીત દોસાંઝ પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. જો કે ભૂષણ કુમાર તરફથી વચન આપવામાં આવ્યું છે કે “દિલજીતને હવે પછી કોઈપણ ટી-સિરીઝના પ્રોજેક્ટમાં લેવામાં નહીં આવે.”
વિવાદ વચ્ચે દિલજીત મૌન, સોશિયલ મીડિયામાં ટ્રોલ ચાલુ
દિલજીત દોસાંઝે અત્યારસુધીમાં વિવાદ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. તેવાં તમામ દ્રશ્યો ‘બોર્ડર 2’માં રહેવા છતાં, સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવાનું યથાવત છે.

Leave a Reply