ભારતીય ભાલાફેંક ચેમ્પિયન નીરજ ચોપરાએ NC ક્લાસિક 2025માં શાનદાર પ્રદર્શન કરી ટાઈટલ જીતી લીધો છે. 86.18 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે તેણે આ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો. ખાસ વાત એ છે કે આ ટુર્નામેન્ટ પહેલી વાર આયોજિત કરવામાં આવી હતી અને નીરજ ચોપરા પહેલો વિજેતા બન્યો છે.
ટુર્નામેન્ટ દરમિયાન નીરજનો પહેલો થ્રો ફાઉલ ગયો હતો, છતાં તેણે બીજા પ્રયાસમાં 82.99 મીટરનો થ્રો ફેંકી ને લીડ મેળવી. ત્રીજા પ્રયાસમાં તેણે 86.18 મીટરનો વિજયી થ્રો નોંધાવ્યો અને આખી સ્પર્ધામાં લીડ જાળવી રાખી.
કેન્યાના ઓલિમ્પિક મેડલ વિજેતા જુલિયસ યેગોએ 84.51 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે શ્રીલંકાના રુમેશ પાથિરાજે 80.10 મીટરનો થ્રો ફેંકી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
આ ટુર્નામેન્ટમાં નીરજ સાથે અન્ય ચાર ભારતીય ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. તેમાં સચિન યાદવ, સાહિલ સિલવાલ, રોહિત યાદવ અને યશવીર સિંહનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં સારો અનુભવ મેળવે તેવી આશા છે.
ફેન્સે મેદાન પર નીરજ ચોપરાનો ઉત્સાહ વઘાર્યો આપ્યો હતો.

Leave a Reply